________________
૨૧૧
સન્મતિપ્રકરણ
કાર્ડ-૨ – ગાથા-૪૩ ટીકામાં કહ્યું છે કે - માત્મણ પત્િરાથશ્ચિત્ તતિરિ વત્રણેક્ષ, केवलस्य वा ज्ञानदर्शनरूपतया द्विरूपत्वात् तदव्यतिरिक्त आत्मापि द्विरूपः असंख्येयप्रदेशात्मकत्वादात्मनः केवलमप्यसंख्येयम्, अनन्तार्थविषयतया केवलस्यानन्तत्वादात्माऽप्यनन्तः । एवं रागद्वेषमोहा अन्येऽपि जीवपर्यायाश्छद्मस्थावस्थाभाविन संख्येयासंख्येयानन्तप्रकारा आलम्ब्यभेदात् तदात्मकत्वात् संसार्यात्माऽपि तद्वत् तथैव स्यात् ।
જીવદ્રવ્ય એક, અને તેના ગુણ-પર્યાયો અનંત, તથા તે એક-એક ગુણપર્યાયમાં પણ સંખ્યાનું વૈવિધ્ય. આ સઘળી વાત એમ સૂચવે છે કે જીવદ્રવ્ય જેમ સામાન્ય છે. તેમ વિશેષ પણ છે. જેમ અભિન્ન છે. તેમ ભિન્ન પણ જરૂર છે. ચોથા કર્મગ્રંથમાં અને લોકપ્રકાશમાં સંખ્યાતા-અસંખ્યાતા અને અનંતાના સ્વરૂપમાં છેલ્લે “કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયા” ઉમેરીને નવમું અનંતુ જે કરવામાં આવે છે ત્યાં એક એક જીવના કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો અનંતાનંત જણાવ્યા છે. કારણ કે સર્વે દ્રવ્યોના સર્વક્ષેત્ર સંબંધી સર્વકાલ સંબંધી સર્વે પણ પર્યાયો કેવલજ્ઞાન-દર્શનમાં ઝળકે છે. જણાય છે. તેથી તે સર્વે પર્યાયો જ્ઞાયકપણે કેવલજ્ઞાન-કેવલદર્શનના પણ કહેવાય છે. આમ સંખ્યાકૃત વૈવિધ્યને લીધે પણ જીવદ્રવ્ય ભેદાભદવાળું અને સામાન્ય વિશેષવાળું - એમ ઉભયાત્મક છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ રીતે જ્યાં સામાન્ય છે. ત્યાં જ અનંત વિશેષો રહેલા છે. અને જ્યાં અનંતા વિશેષો રહેલા છે. ત્યાં જ સામાન્ય પણ રહેલું છે. કોઈ પણ વસ્તુ ઉભયાત્મક માત્ર છે. વિવક્ષાના વશથી એકની પ્રધાનતા અને બીજાની ગૌણતા કરવામાં આવે છે. || ૪૩ .
બીજો કાડ સમાપ્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org