________________
૩૭૪
કાડ-૩ – ગાથા-૬૧
સન્મતિપ્રકરણ तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ।।
શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગાથા ૨૨૩ અહીં પ્રથમના બે શ્લોકપાઠમાં ક્રિયાની પ્રધાનતા અને ત્રીજા શ્લોકપાઠમાં જ્ઞાનની પ્રધાનતાવાળી પ્રરૂપણા જણાય છે.
આવી જ રીતે ક્યાંઈક ક્યાંઈક એકાન્તએકનયના આગ્રહને છે દવા બીજા પ્રતિસ્પર્ધી એક એક નયને માન્ય સિદ્ધાને સમજાવનારાં સૂત્રો પણ આગમાદિ શાસ્ત્રોમાં હોઈ શકે છે. જે ગીતાર્થ અને ગંભીર મહાત્મા પુરૂષો હોય છે. તેઓ તો આ વાતને બરાબર જાણતા હોય છે. એટલે એક એક નયને આશ્રયી રચાયેલાં સૂત્રોને પણ તેઓ ગૌણ-મુખ્યપણે ઉભયનયને કહેનારાં અને અનેકાન્તદષ્ટિસૂચક જાણીને તે રીતે જ શિષ્યસમૂહ મધ્યે પ્રરૂપણા કરે છે. સાપેક્ષ ભાવ રાખીને જ કહે છે. શિષ્યોનો, સમાજનો અને પોતાનો ઉપકાર થાય તે રીતે જ એકનયની પ્રધાનતાને અને એકનયની ગૌણતાને (જ્યાં જ્યાં જે જે જરૂરી હોય ત્યાં ત્યાં તે તે રીતે) ગંભીરતાપૂર્વક સમજાવે છે. તથા પ્રરૂપક એવા તે મહાત્મા પુરૂષો પણ સમજે છે કે આ પાઠો આ કારણે રચાયા છે.
પરંતુ એકાન્તવાદીઓના પોતાના વિચારો કોઈ એક નયના કથન તરફ વધારે ઢળેલા હોય છે. એટલે કે જેઓ એકાન્ત એક નય તરફ જ ઢળ્યા હોય છે. (જેમકે એકાંતે નિશ્ચય તરફ અથવા એકાન્ત વ્યવહાર તરફ), તેઓ પોતાના વિચારોને પોષક અને વર્ધક એવા પ્રત્યેક નયને આશ્રયીને (એટલે કે કોઈ એક એક નયને આશ્રયીને) રચાયેલાં સૂત્રોના પાઠોને શોધી કાઢે છે. અને તેવા પાઠોને કંઠસ્થ કરી લે છે. અને ભોળા-ભદ્રિક તથા આગમશાસ્ત્રોના અજાણ એવા શ્રોતાઓની સમક્ષ તેવા તેવા એકનયાશ્રિત પાઠો દોહરાવીને પોતાના એકાન્ત એક જ નયાશ્રિત વિચારોને જોરશોરથી પ્રવર્તાવે છે અને કહે છે કે જુઓ શાસ્ત્રોમાં પણ આ જ કહ્યું છે. તથા કંઠસ્થ પાઠોનું સભાસમક્ષ વારંવાર ઉચ્ચારણ કરવા વડે “આ સૂત્રધર છે. આગમજ્ઞ છે. આ સંપૂર્ણ શાસ્ત્રના જાણકાર છે. બધાં જ સૂત્રો આ મહાત્માને આવડે છે. આ કહે છે તે જ સાચું છે” આવી છાપ ઉભી કરતા છતા ખરેખર એકાન્ત એક દૃષ્ટિના જ (મિથ્થામતિના જ) વધારે વધારે પોષક અને વર્ધક બને છે.
જેમ કે જેઓને એકલો નિશ્ચય જ રૂચે છે. તેઓ મરૂદેવામાતા, ભરત મહારાજા, પૃથ્વીચંદ્ર, ગુણસાગરનાં જ ઉદાહરણો વધારે કહે છે. તથા તેવા પાઠો લઈ આવે છે અને સંયમની તપની કે ક્રિયાની કંઈ જરૂર નથી. મનને પવિત્ર રાખો. ભાવથી કેવળ એકલા આત્મતત્ત્વને ઓળખો તો અંતર્મુહૂર્ત માત્રમાં જ કેવળજ્ઞાન અને મોક્ષ થઈ જશે. ક્રિયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org