SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ડ-૩ – ગાથા-૬૩ ૩૭૮ સન્મતિપ્રકરણ ગાથાર્થ - શાસન ઉપરની ભક્તિવિશેષ હોય, તેટલા માત્રથી તે જીવ કંઈ જૈનસિદ્ધાન્તનો જ્ઞાતા થઈ જતો નથી. તથા જે જીવ સિદ્ધાન્તશાસ્ત્રોનો જ્ઞાતા બન્યો હોય, તે જીવ જ્ઞાતા બનવા છતાં પણ અવશ્ય ભણાવવાના નિશ્ચય વાળો (પ્રરૂપણા આપવાનો અધિકારી) થઈ જતો નથી. / ૬૩ ! ટીકાનો પાઠ - ૧ ૨ શાસનમમિત્રેવ સિદ્ધાતિજ્ઞાતિ ભવતિ ન તરજ્ઞાનવાન भावसम्यक्त्ववान् भवति, अज्ञातस्यार्थस्य विशिष्टरुचिविषयत्वानुपपत्तेः । तद्भक्तिमात्रेण श्रद्धानुसारितया द्रव्यसम्यक्त्वं मार्गानुसार्यवबोधमात्रानुपक्तरु चिस्वभावं तु सदपि न भावसम्यक्त्वसाध्यफलनिर्वर्तकम्, भावसम्यक्त्वनिमित्तत्वेनैव तस्य द्रव्यसम्यक्त्व रूपत्वोपपत्तेः न च जीवादितत्त्वैकदेशज्ञाताऽपि नियमतोऽनेकान्तात्मकवस्तुस्वरूपप्रज्ञापनायां निश्चितो भवति । एकदेशज्ञानवतः सकलधर्मात्मकवस्तुज्ञानविकलतया सम्यक् तत्प्ररूपणाऽ સમવાત્ વિવેચન - આ ગાથામાં મુખ્યત્વે બે બાબત સમજાવી છે. એક તો એ વાત છે કે પરમાત્માના શાસન ઉપર હૃદયમાં ભક્તિભાવ પ્રગટ્યો હોય એટલા માત્રથી તે જીવ જૈનશાસ્ત્રોનો જ્ઞાતા બની જતો નથી. કારણ કે શ્રદ્ધા થવી, ઋચિ થવી, પ્રીતિ થવી, વિશ્વાસ બેસી જવો. તે જ સાચું છે કે જે વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ કહ્યું છે. આ બધું દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી, ક્ષયથી અને ઉપશમથી થાય છે. તેને સમ્યકત્વ કહેવાય છે. પણ તે સમ્યકત્વ પ્રગટ થઈ જવાથી જૈનશાસ્ત્રોનું વિશાળ જે જ્ઞાન છે તે કંઈ થઈ જતું નથી કારણ કે તે જ્ઞાન તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થાય છે. સમ્યકત્વનાં અને જ્ઞાનનાં આવારક કર્મો બન્ને જુદાં જુદાં છે. શ્રેણીક મહારાજા, પુણીયો શ્રાવક ઇત્યાદિ અનેક આત્માઓ શાસન પ્રત્યે નિર્મળ ભક્તિભાવવાળા હતા. પરંતુ શાસ્ત્રોના જ્ઞાતા ન હતા. તેથી શ્રદ્ધાસંપન્ન હોય એટલે જ્ઞાની જ હોય એવો નિયમ નથી. તેથી આપણો આત્મા શ્રદ્ધા સંપન્ન કદાચ બન્યો હોય, તો પણ તેનાથી શાસ્ત્રોનો જ્ઞાતા બની ગયો છે. આપણે સૂત્રધર છીએ આમ માનવું જોઈએ નહીં અને તેનો અહંકાર કરવો નહી. બીજી વાત એ છે કે જે જીવો ઘણો પ્રયત્ન કરીને જૈન સિદ્ધાન્તના જ્ઞાતા બન્યા છે. જૈનશાસ્ત્રોના સૂક્ષ્મજ્ઞાની બન્યા છે. તો પણ તે બધા શાસ્ત્રજ્ઞાનીઓ અન્યજીવોને પ્રરૂપણા કરવાના અધિકારી બની જતા નથી. કારણ કે જૈન સિદ્ધાન્તશાસ્ત્રોના જ્ઞાની બનવા છતાં જે મહાત્માઓ માત્ર શબ્દસ્પર્શી જ્ઞાનવાળા જ હોય છે. એકનયમાં બદ્ધદષ્ટિવાળા હોય છે. અનેકાન્તદૃષ્ટિ જેઓની ખીલી હોતી નથી. સ્વ-પરનો ઉપકાર કેમ થાય તેવી બોલવાની કળા જેઓની વિકસી હોતી નથી સાપેક્ષભાવે વસ્તુ સ્વરૂપ રજુ કરવાનું સામર્થ્ય જેને પ્રગટયું નથી. પોતાના કોઈ એક બાજુના જામી ચુકેલા વિચારો પ્રમાણે વાણી વારંવાર તે બાજુ જ ખેંચાઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy