SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૬૩ ૩૭૭ પોતાની જ પ્રશંસા કરનારા આત્માઓ મૂલથી જ નાશ કરે છે. અનંતભવે પણ પુન:પ્રાપ્ત ન થાય તેવું ઘોર કર્મ બાંધે છે. અર્થાત્ દુર્લભબોધિ થાય છે. જગતના ભાવો સ્વયં પોતે જ અનેકાન્તાત્મક હોવાથી તેને સમજાવનારી દૃષ્ટિ પણ અનેકાન્તમય જ ધારણ કરવી જોઈએ. તો જ યથાર્થજ્ઞાન અને યથાર્થ શાસ્ત્રપ્રરૂપણા થાય. એકાન્તદષ્ટિ વાળા બનવાથી અને તેવી પ્રરૂપણા કરવાથી ઉત્સુત્ર પ્રરૂપણા થાય. પોતે જ્ઞાની ન હોવા છતાં જ્ઞાની માનવાનો - મનાવવાનો તથા આત્મપ્રશંસા કરવાનો અને પોતાની બડાઈ મારવાનો અને પોતાના એકાત વિચારોને જ પોષક સૂત્રપાઠોને જ ગાવાથી ઉન્માર્ગ પ્રરૂપણાનો મહાદોષ આ જીવનમાં લાગે છે. શાસનને પામીને સમ્યગારાધક બનવાને બદલે આ જીવ મહાવિરાધક બને છે. માટે ઉત્તમ આત્માર્થી અને મુમુક્ષુ આત્માઓએ કદાગ્રહઅભિમાન સ્વપ્રશંસાની પરિણતિ અને બડાઈ મારવાની આદત ત્યજી દઈ, નરમ-કોમલ અને નિખાલસ સ્વભાવવાળા બની અનેકાન્તદૃષ્ટિનું સારી રીતે રક્ષણ કરવું જોઈએ. અને પોતાના આત્માને અનેકાન્ત દૃષ્ટિમય બનાવવો જોઈએ. આવા પ્રકારની અનુપમવૃષ્ટિ રૂપ અમૃતથી આત્માને સિંચવો જોઈએ. જૈનકુળમાં જન્મ્યા, જૈનધર્મ પામ્યા, વડીલો અને સગુરૂઓ દ્વારા ધર્મસંસ્કારો મળ્યા. હૃદયમાં ભક્તિભાવ જન્મ્યો, શાસન ઉપર પ્રીતિ વધી. આટલા સુધી તો બરાબર છે. આત્મામાં આટલી આરાધક અવસ્થા આવી તે ઘણું સારું છે અને ઉપકારક છે. પણ આ ભક્તિ ભાવાદિ સંસ્કારો આવે એટલે જૈનશાસ્ત્રોનું સાપેક્ષતાપૂર્વકનું અનેકાન્ત દૃષ્ટિયુક્ત સમ્યજ્ઞાન પણ આવી જાય છે. તેવું બનતું નથી તેથી તે જ્ઞાન પણ મારામાં આવી ગયું છે. તેમ માની લેવું જોઈએ નહીં. કારણ કે આગમો ઉપર પ્રેમ ભક્તિ-બહુમાન થાય તો તેનાથી તેને ભાવથી વંદના કરાય, નમન-પૂજન કરાય, પણ માત્ર ભક્તિ બહુમાન થઈ જવાથી શાસ્ત્રના ભાવાર્થો કંઈ સમજાઈ ગયા છે આવું બનતું નથી શાસ્ત્રના ગૂઢ ભાવો ભક્તિભાવમાત્ર વડે આવડી જતા નથી. અને કદાચ સમજાઈ જાય તો પણ સાપેક્ષભાવે પ્રરૂપણા કરવાનો અનુભવ આવી જતો નથી (પ્રરૂપણા કરવાની કલા આવી જતી નથી.) તથા દ્રવ્ય-ક્ષેત્રકાલાદિ ભાવોના વિશિષ્ટ અનુભવો ન થાય ત્યાં સુધી જ્ઞાની હોવા છતાં પણ પ્રરૂપણા કરવાનો અધિકાર (શાસ્ત્રોના અર્થો સમજાવવાનો અધિકાર) આ જૈનશાસનમાં આવતો નથી. આ જ વાત આગલી ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. ૬૨ ण हु सासणभत्तीमेत्तएण सिद्धंतजाणओ होई । ण वि जाणओ वि णियमा पण्णवणाणिच्छिओ णाम ॥ ६३ ॥ न हु शासनभक्तिमात्रकेण सिद्धान्तज्ञाता भवति । न विज्ञाताऽपि नियमात्प्रज्ञापनानिश्चितो नाम ।। ६३ ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy