________________
કાણ્ડ-૩ – ગાથા-૪૮-૪૯
સન્મતિપ્રકરણ
એક સરખું પ્રતિપાદન કરવા છતાં જે પ્રતિપાદનની અંદર અપેક્ષાવાદને નહી સમજીને કોઈનો અને કોઈનો વિરોધ કરવાનો આશય હોય તો આવી વિરોધાત્મક જે દૃષ્ટિ છે તે જ દુર્નય (પરસમય) છે અને જો સમન્વયાત્મક ભાવ હોય તો તે જૈન દર્શન છે. ॥ ૪૭ ॥ जं काविलं दरिसणं, एयं दव्वट्ठियस्स वत्तव्वं ।
सुद्धो अणतणअस्स उ, परिसुद्धो पज्जवविअप्पो ॥ ४८ ॥
૩૪૨
दोहिं वि णएहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण, अण्णोण्णनिरवेक्खा ।। ४९ ।। यत्कापिलं दर्शनमेतद् द्रव्यार्थिकस्य वक्तव्यम् । शुद्धोदनतनयस्य तु परिशुद्धो पर्यायविकल्पः ।। ४८ ।।
द्वाभ्यामपि नयाभ्यां नीतं, शास्त्रमुलूकेन तथापि मिथ्यात्वम् । यत्स्वविषयप्रधानत्वेनान्योन्यनिरपेक्षौ ।। ४९ ।।
ગાથાર્થ - કપિલઋષિનું જે (સાંખ્યદર્શન) દર્શન છે તે એકાન્તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે તથા બૌદ્ધનું જે દર્શન છે તે એકાન્તે પર્યાયાર્થિકનયનું વક્તવ્ય છે. ॥ ૪૮ ॥
ઉલૂકૠષિ વડે કહેવાયેલું જે (વૈશેષિક-નૈયાયિક) દર્શન છે તે જો કે દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક એમ બન્ને નયો વડે કહેવાયેલું છે તો પણ તે મિથ્યાત્વ છે. કારણ કે પોત પોતાના વિષયની એકાન્તપ્રધાનતા કરતા હોવાથી પરસ્પર નિરપેક્ષ છે. ॥ ૪૯ ||
ટીકાનો પાઠ - યત્ વ્યાપિનું વર્ણન = સાંધ્યમતમેતમ્ કવ્યાપ્તિ નયસ્ય વર્તાવ્યમ્ । तद्विषयविषयं तदुत्थापितं चेति भावः । शुद्धोदनेस्तु परिशुद्धः पर्यायविशेष एव वक्तव्यः - परिशुद्धपर्यायास्तिकनयविशेषविषयं तदुत्थापितं च सौगतमतमित्यभिप्रायः । मिथ्यास्वरूपअनयोः मिथ्यात्वं प्राक् प्रदर्शितमेव ॥
नयप्रभवत्वात्
વિવેચન - સાંખ્યદર્શન કપિલઋષિનું કહેલું છે અને બૌદ્ધ દર્શન શુદ્ધોદનતનય એટલે બુદ્ધનામના ઋષિનું કહેલું છે. આ બન્ને દર્શનો આત્મા આદિ પદાર્થોના સ્વરૂપ પ્રત્યે પરસ્પર વિરોધી વિચાર ધરાવે છે. સાંખ્યદર્શન આત્મા આદિને એકાન્તે નિત્ય માને છે. તેથી તે એકાન્ત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ અને બૌદ્ધદર્શન આ જ આત્મા આદિ તત્ત્વોને એકાન્તે અનિત્ય (ક્ષણિક) માને છે તેથી તે એકાન્ત પર્યાયાર્થિકનયની દૃષ્ટિ છે. આ બન્ને દૃષ્ટિઓ એકાન્તમાન્યતા ધરાવતી હોવાથી અને પરસ્પર નિરપેક્ષ હોવાથી પરસમય છે. મિથ્યાત્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org