SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૪૭ ટીકાનો પાઠ - અનેકાન્તાચ વસ્તુને દેશી વત્ નિરપેક્ષાવારીમ્ अपरिशुद्धो नयः, तावन्मात्रार्थस्य वाचकानां शब्दानां यावन्तो मार्गाः = हेतवो नयाः, तावन्त एव भवन्ति नयवादास्तत्प्रतिपादकाः शब्दाः । यावन्तो नयवादास्तावन्त एव परसमयाः भवन्ति, स्वेच्छाप्रकल्पितविकल्पनिबन्धनत्वात् परसमयानां परिमितिर्न विद्यते ।। વિવેચન - કોઈ પણ વક્તા જે કોઈ શબ્દપ્રયોગ (વચનવ્યવહાર) કરે છે. તે તેના હૈયામાં રહેલા આશયવિશેષથી (દૃષ્ટિવિશેષથી) જ કરે છે. હૈયામાં રહેલ આશય, કહેવાની પાછળલો ભાવ, મનમાં પ્રવર્તતી દૃષ્ટિ તે નય છે. આ નયને અનુસારે જ શબ્દપ્રયોગ (વચનવ્યવહાર) ચાલે છે. જુદા જુદા આશયથી જુદા જુદા શબ્દપ્રયોગો થાય છે. તેથી જેટલા જેટલા શબ્દપ્રયોગો (વચનવ્યવહારો) થાય છે. તેટલા તેટલા નયવાદો છે. જે કંઈ પણ બોલાય છે તે કોઈને કોઈ આશયથી જ (અભિપ્રાયવિશેષથી જ) બોલાય છે. આ સઘળા નયવાદો જો એક-બીજાથી પરસ્પર નિરપેક્ષ હોય તો તે એકાન્તપણે મનાયેલા નવો જ દુર્નય બને છે અને તે જ પરસમય (પરદર્શનો છે) અર્થાત્ જૈનેતરદર્શન છે, એકાન્ત એક તરફ ઢળેલી દૃષ્ટિથી પ્રયોગ કરતા જે જે વચનવ્યવહાર થાય છે. તે જ પરદર્શન (જૈનેતર) દર્શન છે. એક બીજાથી નિરપેક્ષ હોવાથી એકાન્ત માનેલી પોતાની જ માન્યતાના બદ્ધાગ્રહી હોવાથી આ સર્વે પરદર્શનો અંદરોઅંદર વિરોધ કરનારાં, પક્ષ-પ્રતિપક્ષ ભાવવાળાં, અને વૈરાયમાન પ્રકૃતિવાળાં દર્શનો હોય છે. આવાં અનેક જૈનેતર દર્શનો છે. “મુદ્દે મુખડે તિર્ભિન્ના' આ લોકોક્તિ જગપ્રસિદ્ધ છે. આ રીતે એક બીજાનું નિરસન કરતી વિરોધાત્મક જેટલી જેટલી વિચારસરણીઓ છે અથવા જગતમાં જેટલી આવી વિચારસરણીઓ સંભવે છે. તેટલા પરસમયો (પરદર્શનો) છે. જેટલા જેટલા પરસ્પર સાપેક્ષ અને એકબીજાની વાતનો સમન્વય કરતા વચનવ્યવહારો છે. તે સઘળાં વચનો જૈનદર્શન છે. વિરોધને શમાવનારી, સમન્વયને સાધનારી, સાપેક્ષભાવવાળી જે દૃષ્ટિ છે તે જ વીતરાગદર્શન છે. એટલે કે જૈનદર્શન છે. પરસ્પર વિરોધ કરવો અને પરસ્પર સમન્વય સાધવો આ જ જૈનેતરદર્શન અને જૈનદર્શનનાં લક્ષણો છે. અથવા નિરપેક્ષતા અને સાપેક્ષતા એ પણ ઈતરદર્શન અને જૈનદર્શનનાં લક્ષણો છે તેથી પરસ્પર નિરપેક્ષપણે પોતાની બંધાયેલી એકાન્તદૃષ્ટિને અનુસાર જેટલા પણ વચનવ્યવહારો થાય છે. હૈયામાં જેટલા એકાન્ત અભિપ્રાય વિશેષ હોય છે. તે સઘળા નયવાદો (દુર્નયવાદો) છે અને તે જ પરસમયો (પરદર્શનો) છે. આવા પરસમયો અનંત અને અપાર છે પરંતુ સમન્વયાત્મક - સાપેક્ષભાવવાળી જે દૃષ્ટિ છે. તે જ જૈનદર્શન છે અને તે સદાકાળ એક જ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy