________________
૩૪) કાડ-૩ – ગાથા-૪૭
સન્મતિપ્રકરણ પરપક્ષ અને સ્વપક્ષ એમ ઉભયપક્ષનો વિનાશ કરનાર તે બને છે. કારણ કે તે નય પરપક્ષને માન્ય વસ્તુનું જ સ્વરૂપ છે તેનો તિરસ્કાર કરીને પોતાને માન્ય વસ્તુનું સ્વરૂપ સ્વીકારવા જાય છે. હકીકતથી વસ્તુમાં તેવું સ્વરૂપ સંભવતું જ નથી કારણ કે તે વિવક્ષિતનયે માનેલું જે વસ્તુ સ્વરૂપ છે તે ઈતરનય માન્ય વસ્તુ સ્વરૂપની સાથે જ વર્તે છે. (દાખલા તરીકે જીવમાં જેવી નિત્યતા વર્તે છે તેવી જ તેની સાથે અનિત્યતા પણ વર્તે જ છે) એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે બીજા અંશ વિના પોતાને માન્ય અંશ પણ વસ્તુમાં ન હોવાથી પોતાના પક્ષનું પણ નિરસન થઈ જાય છે. આ રીતે દુષ્ટપણે રજુ કરાયેલો આ દુર્નય પરપક્ષનું તો નિરસન કરે જ છે. પરંતુ સાથે સાથે પરપક્ષથી નિરપેક્ષ એવું સ્વપક્ષમાન્ય સ્વરૂપ વસ્તુમાં ન હોવાથી સ્વપક્ષનું પણ ખંડન થઈ જાય છે. આમ ઉભયપક્ષનો આ નય નાશ કરે છે.
બીજા નયને માન્ય વસ્તુસ્વરૂપ વસ્તુમાં હોવા છતાં પણ અપરિશુદ્ધ નયવાદ તેનો અપલાપ કરે છે અને અન્યનયમાન્ય આ સ્વરૂપને અવગણીને સ્વમાન્યસ્વરૂપ સમજવા અને સમજાવવા જાય છે. પરંતુ વસ્તુમાં વાસ્તવિક તેવું સ્વરૂપ છે જ નહીં. તેથી આ દુર્ણય પરપક્ષ અને સ્વપક્ષ એમ બન્ને પક્ષોનું નિરસન કરનાર બને છે તેથી પરિશુદ્ધ નયવાદ જ આગમકથિત અર્થોનો સાધક બને છે. માટે ગર્ભિત રીતે ઈતરનયમાન્ય અંશનો આદર કરીને સ્વમાન્ય અંશ પ્રકાશિત કરવો જોઈએ. જૈનદર્શન જ એક એવું દર્શન છે કે કોઈ પણ એકનયથી વસ્તુનું સ્વરૂપ જણાવતાં જણાવતાં અવશ્ય ઈતરનયમાન્ય અંશની અપેક્ષા રાખે જ છે. કારણ કે તે દર્શનનું કથન સર્વત્ર “ચાત્'' શબ્દથી લાચ્છિત હોય છે. ઈતર સર્વે પણ દર્શનો એકાતવાદ ઉપર રચાયેલાં હોવાથી ઈતરાંશનાં અપલાયક હોય છે. માટે જ તે સર્વે દર્શનો અયથાર્થદર્શી છે. અને તેથી જ મિથ્યા છે. ૪૬
जावइया वयणपहा, तावइया चेव होंति णयवाया । जावइया णयवाया, तावइया चेव होंति परसमया ॥ ४७ ।। यावन्तो वचनपथास्तावन्तो चैव भवन्ति नयवादाः । यावन्तो नयवादास्तावन्तश्चैव भवन्ति परसमयाः ।। ४७ ॥
ગાથાર્થ - જેટલા જેટલા વચનોના માર્ગો છે (શબ્દપ્રયોગો છે). તેટલા તેટલા નયવાદો છે અને જેટલા જેટલા (એકાત્તતાવાળા) નયવાદો છે. તેટલાં તેટલાં પરદર્શનો છે. જો
૧. દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રસૂરિજીના રત્નકરંડક ગ્રંથમાં તથા પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના જ કોઈ ગ્રંથમાં કહ્યું છે કે -
नयास्तव स्यात्पदलाञ्छना इमे, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्या प्रणता हितैषिणः ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org