SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૬ નયવાદ કહેવાય છે. નિરસન ન કરવાનું કારણ પણ તે છે કે ભવપરાવૃત્તિ અને અવસ્થા આદિની પરવૃત્તિથી અનિત્યતા પણ તે જીવદ્રવ્યમાં સાચે જ રહેલી છે. તેને કેમ ઉડાવાય? આમ સાપેક્ષપ્રતિપાદનને પરિશુદ્ધનયવાદ કહેવાય છે. આ પરિશુદ્ધનયવાદ જ્યાં જે ઉપકારક હોય ત્યાં તે એક અંશનું ભલે પ્રતિપાદન કરે. તો પણ ઈતરઅંશોનું તે નય નિરસન ન કરે, અને ઈતર અંશો પ્રત્યે ઉદાસીનતા (ગજનિમિલિકા) (ગૌણતા) રાખે તો આ નયને અન્ય ઈતરનયો સાથે વિરોધ કે વિવાદ ઉભો થતો નથી એટલે ગૌણતાએ અન્ય ઈતરનયગ્રાહ્ય વિષયને પણ પોતાનામાં સમાવી લેવાથી આવી વિવક્ષાવાળા સુનયો શ્રુતપ્રમાણથી ગ્રાહ્ય પરિપૂર્ણ વસ્તુસ્વરૂપના પ્રતિપાદક પણ બને છે. કોઈ પણ નય હંમેશાં હોય છે માત્ર અંશગામી જ, (જો તે અંશગ્રાહી હોય તો જ નય કહેવાય છે. જો પરિપૂર્ણ વસ્તુગ્રાહી હોય તો તો તે પ્રમાણ કહેવાય છે.) તથાપિ ઈતરનય સાપેક્ષ રહેવાથી ઈતર નયગ્રાહ્ય એવા ઈતરાંશોનો પણ મૌન રહેવા દ્વારા “ર નિષિદ્ધ તુ ૩નુત્તિ'' આ ન્યાયને અનુસારે ગૌણતાએ ગ્રાહક બનવાથી વસ્તુતત્ત્વના યથાર્થસ્વરૂપનો ગ્રાહક અને પ્રતિપાદક તે નય બને છે. તેથી જ તે નયને શુદ્ધનય કહેવાય છે. સર્વે પણ પરિશુદ્ધનયો પોતપોતાએ સ્વીકારેલા અંશભૂત વક્તવ્યને ભલે કહેતા હોય, પ્રધાનપણે સ્વીકારતા હોય, પરંતુ તે કથન દ્વારા અને ઈતરાંશનો અનપલાપ કરવા દ્વારા પરિપૂર્ણ વસ્તુ સ્વરૂપ કહેનારા થાય છે. તેથી જ તે પરિશુદ્ધ નય કહેવાય છે. પરિશુદ્ધનયવાદની આ જ સાચી સફળતા છે. ટીકાનો પાઠ - પર = સમત્તાત્ શુદ્ધો નથવા, યા વિક્ષતાવિવક્ષિતાનન્તरूपात्मकवस्तुप्रतिपादकं नयवाक्यं प्रवर्तते । "स्यान्नित्यम्" इत्यादिकं तदा भवति, प्रमाणपरिशुद्धागमार्थमात्रस्य न्यूनाधिकव्यवच्छेदेन प्रतिपादनात् अधिकस्यासम्भवेन न्यूनस्य च नयानामसर्वार्थत्वप्रसङ्गतोऽर्थस्य परिशुद्धागमविषयत्वायोगात् । स एव नयवादः इतररूपनिरपेक्षकरूपप्रतिपादकत्वेन यदा दुर्निक्षिप्तः प्रमाणविरुद्धार्थप्रतिपादकत्वेनावतारितस्तदा द्वितीयधर्मनिरपेक्षस्य प्रतिपाद्यधर्मस्याप्यभावतोऽप्रतिपादनाद् अपरिशुद्धो भवति । प्रमाणविरुद्धस्य तथातदर्थस्य व्यवस्थापयितुमशक्यत्वात् । અપરિશુદ્ધનયવાદ તેનાથી ઉલટો છે. તે પોતાને માન્ય એક અંશને (દાખલા તરીકે આત્માના નિત્યત્વને) એવો ગાય છે કે જાણે તેમાં બીજા અંશો (ઈતરનયમાન્ય અનિત્યતા) છે જ નહીં. આમ માનતાં આ નય એકાન્ત દૃષ્ટિવાળો બનવાથી તથા અન્ય ઈતરનયોનો અપલાપક બનવાથી અપરિશુદ્ધ નયવાદ અર્થાત્ દુર્નય કહેવાય છે. આ નય દુર્નય થયો છતો માત્ર ઈતર પક્ષોનો અપલાપક જ બને છે. એમ નહીં પરંતુ “રોUિT વ પ વિદખેફ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy