SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કાણ્ડ-૧ – ગાથા-૧૬ સન્મતિપ્રકરણ જો પરસ્પર નિરપેક્ષપણે પ્રવર્તે તો તે એક અંશમાં જ પૂર્ણતાની માન્યતા ધરાવવાથી મિથ્યાવૃષ્ટિ બને છે. તેથી નયોની પરસ્પર નિરપેક્ષપણે પ્રવૃત્તિ એ જ દુર્રયપણાનું બીજ છે. હવે આ જ બીજ જો પોત પોતાના ઉત્તરનયોમાં પણ ઉતરે તો તે ઉત્તરનયો પણ દુર્નયરૂપ (મિથ્યારૂપ) બને જ છે. કારણ કે પરસ્પર નિરપેક્ષતા એ જ દુર્રયતાનું કારણ છે. સંગ્રહનય અને વ્યવહારનય દ્રવ્યાર્થિકનયના પેટાભેદો હોઈ અનુક્રમે અપરિમિતપણે અભેદ અને પરિમિતપણે અભેદને કહેનારા છે. અને સૂત્રાદિ ચાર નયો પર્યાયાર્થિકનયને માન્ય એવા વિશેષને જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમરૂપે કહેનારા છે. આ ઉત્તરનયોથી પ્રતિપાદન કરવા યોગ્ય વસ્તુસ્વરૂપ પોતપોતાના મૂલનયોના પ્રતિપાદ્યથી કંઈ ભિન્ન હોતું નથી. તે ઉત્તરનયો પણ પોત પોતાના મૂલનયોને માન્ય વિષયને જ દોહરાવવામાં (ગાવામાં - તેનું જ પ્રતિપાદન કરવામાં) મશગુલ હોય છે. જેમ પુત્રો પિતાની વાતને જ, શિષ્યો ગુરુની વાતને જ, પત્ની પોતાના પતિની જ વાતને (સાચી હોય કે ખોટી હોય તો પણ) તે તે પક્ષના રાગને કારણે ગાતા હોય છે. જોરશોરથી કહેતા હોય છે. યુદ્ધની જેમ શૂરવીરતાથી મેદાનમાં ઉતરતા હોય છે. તેવી જ રીતે આ ઉત્તરનયો પણ પોતપોતાના મૂલનયોના પક્ષપાતી હોવાથી તેઓની જ આજ્ઞાને, તે મૂલભૂત નયને માન્ય વસ્તુને જ યથાર્થપણે જગતમાં ઠસાવતા હોય છે. તે કારણથી આ ઉત્તરનયો પણ મૂલનયોની જેમ પોત પોતાના પ્રતિપક્ષી નયની વાતની અવગણના કરીને પોતાના વિષયમાં જ પ્રવર્તે અને તેમાં જ પૂર્ણતા માની લે તો તે ઉત્તરનયો પણ મિથ્યાત્વરૂપ બને છે અને જો આ ઉત્તરનયો પ્રતિપક્ષી નયોની સાપેક્ષતા રાખવાપૂર્વક પ્રધાન-ગૌણભાવે બન્ને વાતને માન્ય રાખે તો સમ્યક્ત્વી કહેવાય છે. માટે નિરપેક્ષવાદ તે એકાન્તવાદ, અને તે મિથ્યાત્વ છે તથા સાપેક્ષવાદ તે જ અનેકાન્તવાદ અને તે જ સમ્યક્ત્વ છે ॥૧૫॥ ઉત્તર નયોમાં પણ કોઈ એક નય વસ્તુના (સતના) સંપૂર્ણ સ્વરૂપનો ગ્રાહક નથી. નય હંમેશાં અંશગ્રાહી જ હોય છે તે સમજાવે છે - सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । મૂળિયાળ ૩ આળ, પત્તેયં વિસેયિં વિંતિ । ૬ ।। " ( सर्वनयसमूहे ऽपि नास्ति नय उभयवादप्रज्ञापकः । મૂલનયાનાં ત્વાનાં, પ્રત્યે વિશેષિતં વ્રુત્તિ ૫ ૬ ૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy