________________
સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૧૫
૩૫ પ્રત્યે ઉદાસીન (તટસ્થ) માત્ર રહી, ગૌણપણે તે વાતમાં પણ નિષેધ ન કરવા સ્વરૂપે મુકસમ્મતિ આપીને, પોતાની માન્યતાનું જો પ્રધાનપણે પ્રતિપાદન કરે, અને આવા કોમલ પરિણામવાળા બન્ને નયો જયારે બને છે ત્યારે તે બન્ને નયોમાં સમ્યકત્વ આવે છે.
કારણ કે આ બન્ને નયો હોવાથી, અને નયજ્ઞાન હંમેશાં અંશગ્રાહી હોવાથી, પ્રગટપણે તો પરિપૂર્ણસ્વરૂપગ્રાહિતા તે બન્નેમાં ક્યારેય પણ આવવાની જ નથી. પરંતુ બીજા નયની અવગણના ન કરે, તેની વાતને પણ ગૌણપણે સ્વીકારે, તેની વાતમાં પણ મૌન રહેવા રૂપે (ખંડન ન કરવા રૂપે) મુકસમ્મતિ આપે અને તેવા કોમળ પરિણામપૂર્વક પોતાની વાતનું પ્રધાનપણે પ્રતિપાદન કરે તો તે સાપેક્ષદૃષ્ટિવાળો નય હોવાથી સમ્યક રૂપ કહેવાય છે. કારણ કે તે નયે એક અંશ, કે જે પોતાને માન્ય હતો તે અંશને પ્રધાનપણે અને બીજા અંશને ગૌણપણે પણ સ્વીકાર્યો. આ રીતે ગૌણતાએ અને મુખ્યતાએ એમ બન્ને રીતે સાથે મળીને વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને કહેનાર બનવાથી તે નય સમ્યકરૂપ બને છે. તેથી નિરપેક્ષ નયજ્ઞાન તે મિથ્યાત્વ છે અને સાપેક્ષનયજ્ઞાન તે સમ્યકત્વ છે. નિરપેક્ષનયજ્ઞાન તે એકાન્ત છે. અને સાપેક્ષનયજ્ઞાન તે અનેકાન્ત છે / ૧૪ /
મૂલ બન્ને નયો જેવા છે. તેવા જ તેના ઉત્તરનયો પણ છે. તે સમજાવે છે - जह एए तह अण्णे, पत्तेयं दुण्णया णया सव्वे । हंदि हु मूलनयाणं पण्णवणे वावडा ते वि ॥ १५ ॥ (યથા પતિ તથાજો, પ્રત્યે તુર્નયા નર્સર્વે .. ન્ટિ ટુ મૂનનયાનાં પ્રજ્ઞાપને વ્યાકૃતાર્તડપ || )
ગાથાર્થ - જેવી રીતે આ બન્ને નયો છુટા છુટા હોય તો દુર્નય છે. (મિથ્યાષ્ટિ છે) તેવી જ રીતે અન્ય નયો (નૈગમાદિ ઉત્તરભેદ રૂપ સામે નયો) પણ પ્રત્યેક (એટલે પરસ્પર નિરપેક્ષ) હોય ત્યારે તે સર્વે દુર્નય જ છે. (મિથ્યાષ્ટિ જ છે, કારણ કે તે ઉત્તરનયો પણ પોતપોતાના મૂલનયોની વાતને જ સંસારમાં વધારે જોરથી દોહરાવનારા (ગાનારા-પ્રરૂપણા કરનારા) હોય છે ! ૧૫ /
વિવેચન - દ્રવ્યાર્થિકનય સામાન્યગ્રાહી અને પર્યાયાર્થિકનય વિશેષગ્રાહી છે. આ બન્ને નયો જો પરસ્પર સાપેક્ષભાવે પ્રવર્તે તો સમ્યગ્દષ્ટિ છે. સાપેક્ષભાવ રાખવામાં પોતાનો માનેલો શેયનો એક અંશ પ્રધાનપણે આવે છે અને પોતાને પ્રધાનતાએ અમાન્ય એવો પણ બીજા નયને માન્ય અંશ ગૌણપણે પણ આવે છે. જેથી કોઈ પણ એકનય મુખ્ય ગૌણભાવે થઈને વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો ગ્રાહક થવાથી યથાર્થવાદી અર્થાત્ સમ્યગ્દષ્ટિ બને છે પરંતુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org