________________
સન્મતિપ્રકરણ કાપડ-૨ - ગાથા-૨૨
૧૬૫ મતિજ્ઞાન તો છાઘસ્થિક જ્ઞાન છે. તેને તો એટલે કે છઘસ્થને તો મનન કરવા પૂર્વક જ્ઞાન થાય છે. તેથી તેમાં તો દર્શનપૂર્વક જ્ઞાન થાય, આમ આ વાત સંભવે છે. પરંતુ દાર્ટાબ્લિક એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં આમ ઘટી શકે નહીં, કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ એક લબ્ધિ વિશિષ્ટ હોવાથી, અને સર્વે પણ લબ્ધિઓ સાકાર ઉપયોગ જ પ્રગટ થતી હોવાથી આવા પ્રકારના સૈદ્ધાત્ત્વિક નિયમાનુસાર કેવલજ્ઞાનની પ્રાપ્તિના પ્રથમ સમયે ક્રમવાદ પ્રમાણે તો જ્ઞાનોપયોગ જ માનવો પડે, પછી જ દર્શનોપયોગ મનાય. આમ માનવા જતાં “જ્ઞાન પૂર્વક દર્શન થાય” એવો અર્થ સિદ્ધ થઈ જ જાય છે. જે બરાબર નથી.
- તથા મતિજ્ઞાનના ઉદાહરણ પ્રમાણે પ્રથમસમયે દર્શન, બીજા સમયે જ્ઞાન, ત્રીજા સમયે દર્શન, અને ચોથા સમયે જ્ઞાન આમ માનતાં દર્શનપૂર્વક જેમ જ્ઞાન થાય છે. તેમ જ્ઞાનપૂર્વક દર્શન થાય છે. એવો અર્થ પણ આ મત માનવાથી નીકળે છે. પણ શાસ્ત્રોમાં ક્યાંય જ્ઞાનપૂર્વક દર્શન કહ્યું નથી.
મતિજ્ઞાન” માં સાવરણદશા છે. અલ્પજ્ઞાન અનાવૃત છે. બહુજ્ઞાન આવૃત છે. તેથી ચિંતન-મનન-ઉહાપોહ દ્વારા જ વિશેષબોધ થાય એ ઉચિત છે. તેથી ત્યાં પ્રથમ સામાન્યબોધ અને પછી ચિંતન-મનન કરવાથી વિશેષબોધ થાય તેથી ત્યાં દર્શનપૂર્વક જ્ઞાન થાય, આ સઘળી વાત બરાબર ઘટે પણ છે અને સંભવી પણ શકે છે. પરંતુ તેનું દૃષ્ટાન્ન આપીને દાન્તિક એવા કેવલજ્ઞાન-કેવલદર્શનમાં તેને અનુસારે અન્ય આચાર્યો વડે જે કલ્પના કરવામાં આવે છે તે ખરેખર કલ્પના જ છે. વાસ્તવિક નથી. કારણ કે ત્યાં નિરાવરણ દશા અને ક્ષાયિકભાવ હોવાથી મતિજ્ઞાનની જેમ સંભવતું નથી.
કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ એક પ્રકારની મહા લબ્ધિની પ્રાપ્તિ છે. લબ્ધિઓની પ્રાપ્તિકાલે જીવ હંમેશાં વિશિષ્ટોપયોગમાં જ વર્તતો સંભવી શકે છે. સામાન્યોપયોગકાલે આવા પ્રકારની કોઈ પણ લબ્ધિઓ પ્રગટ થતી નથી તેથી પ્રથમ સમયે જ સાકારોપયોગ માનવો જોઈએ ત્યારબાદ જ દર્શનોપયોગ લેવો પડે પણ તેમ લેવા જતાં જ્ઞાનપૂર્વક દર્શનની પ્રાપ્તિનો ક્રમ આવી જાય છે. જૈન શાસ્ત્રોમાં ક્યાંય જ્ઞાનપૂર્વક દર્શનની પ્રાપ્તિ કહી નથી. માટે આ વાત સંભવતી જ નથી. આ રીતે લાંબો વિચાર જો કરીએ તો કેવલજ્ઞાન એ એક લબ્ધિ હોવાથી પ્રથમ દર્શન અને પછી જ્ઞાન એમ પણ ન ઘટે, અને જ્ઞાનપૂર્વક દર્શનનો અસંભવ હોવાથી પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એમ પણ કેવલીમાં ન ઘટે, તેથી સુવિffછાપો = છાતી ઠોકીને અમે સારી રીતે જોરશોરથી ઉદ્ઘોષણા કરીએ છીએ કે દર્શન અને જ્ઞાનનો જે ભેદ છે. તે છઘસ્થમાં જ છે. અને તે ક્ષયોપશમભાવના કારણે છે. કેવલીમાં ક્ષયોપશમભાવનો અભાવ હોવાથી આવા ભેદાત્મક ક્રમ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org