________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ – ગાથા-૩૧
૬૭ ઉત્તર - પર્યાયો બે જાતના હોય છે પ્રગટ અને અપ્રગટ. પ્રગટ પર્યાયને આવિર્ભાવ કહેવાય છે અને અપ્રગટ પર્યાયને તિરોભાવ કહેવાય છે. વર્તમાનકાલના પર્યાયો પ્રગટરૂપે = આવિર્ભાવ સ્વરૂપ છે અને અતીત-અનાગતકાલના પર્યાયો અપ્રગટરૂપે=તિરોભાવ સ્વરૂપે છે. આમ આવિર્ભાવ અને તિરોભાવ બન્ને રૂપે થઈને તે દ્રવ્ય અનંતપર્યાયવાળું છે. જેમ કે કોઈનો એક ઘટ રસ્તામાં ફુટેલો છે. હવે રસ્તા ઉપર પડેલા તે ઠીકરામાં હાલ ઘટ પ્રગટ નથી. છતાં ઠીકરાં દેખીને અહીં કોઈનો પણ ઘટ ફુટેલો છે. એવી બુદ્ધિ થાય છે. અહીં કોઈનું પટ (વસ્ત્ર) ફાટેલું-તુટેલું છે એવી બુદ્ધિ થતી નથી. તેનો અર્થ એ છે કે તે ઠીકરામાં તિરોભાવે પણ ઘટપર્યાય રહેલો છે. વળી પૂર્વે જે ઘટ હતો તે જ ઠીકરાં રૂપે બન્યો છે. માટે તે ઠીકરામાં પણ અપ્રગટભાવે ઘટપર્યાય રહેલો છે. માજી પ્રધાનમાં પ્રધાનપણું, યુવાવસ્થામાં આવેલા પુરૂષમાં બાલ્યભાવ વિગેરે અતીતકાલના પર્યાયો પણ અપ્રગટપણે (તિરોભાવે) સત્ છે. તો જ બાલ્યાવસ્થાની ચેષ્ટાઓનું સ્મરણ થાય છે. ઠીકરાં જોવાથી ઘટની જ સ્મૃતિ અને ઘટ ઉપરના રાગને અનુસારે શોકાતુર બુદ્ધિ થાય છે. તથા માજી પ્રધાનમાં અપ્રગટભાવે પણ (વીતી ગયા રૂપે પણ) પ્રધાનપણું છે. એટલે તેની લાગવગથી જે કામો થાય છે તે કામો (બીજાથી થતાં નથી - યુવાવસ્થામાં આવેલા પુરૂષમાં અપ્રગટપણે પણ બાલ્યભાવ છે. તેથી જ બાલ્યભાવમાં કરેલી ભૂલો સ્મૃતિગોચર થવાથી તે શરમાય છે. માટે સર્વે પણ દ્રવ્યો વીતી ગયેલા અનંતા અનંતા અતીતપર્યાયોથી અપ્રગટપણે (તિરોભાવરૂપે) ભરેલું છે.
એવી જ રીતે અનાગત કાલે થનારા પર્યાયો પણ તિરોભાવે દ્રવ્યમાં સત્ છે. તેથી તે પર્યાય પ્રગટ કરવા તે જ દ્રવ્યનો આદાન-પ્રદાન રૂપ વ્યવહાર થાય છે જેમ કે તેલનો અર્થી જીવ તલને જ લાવે છે અને તલને ઘાણીમાં પીસીને તેલ મેળવે છે. હવે જો તલમાં તેલપર્યાય (ભાવિમાં થવાવાળો) ન જ હોત, અસત જ હોત તો તલને બદલે રેતી કેમ લાવતો નથી? રેતીને કેમ પીસતો નથી ? તેમાંથી તેલ કેમ મેળવતો નથી ! તેનો અર્થ જ એ છે કે તલમાં તેલ તિરોભાવે સત્ છે. રેતીમાં તેલ સત નથી અને તલમાં તિરોભાવે પણ તે પર્યાય છે. તો જ ઘાણીમાં પીલવા રૂપ પુરૂષાર્થ કરવાથી આવિર્ભાવ નિપજે છે. તેવી જ રીતે ઘટનો અર્થી માટી જ લાવે, તેમાં પાણી નાખી, ચાક ઉપર ચડાવીને તેમાંથી જ ઘટ બનાવે, પટનો અથી તખ્તઓ જ લાવે, અને તે જ વસ્તુઓને તુરીવેમાદિ દ્વારા તાણા-વાણા રૂપે ગોઠવીને પટપર્યાય પ્રગટ કરે છે. તેનો અર્થ જ એ છે કે માટીમાં ઘટપર્યાય, તજુમાં પટપર્યાય તિરોભાવે છે જ, તો જ પ્રયત્નવિશેષથી તે પ્રગટતાને (આવિર્ભાવપણાને) પામે છે.
જેમ દ્રવ્યમાં વર્તમાનકાલના વિદ્યમાન પર્યાયો સત્ છે તેમ તે જ દ્રવ્યમાં અતીતકાલના વીતી ગયેલા પર્યાયો અને ભાવિકાલમાં નિપજવા વાળા પર્યાયો આવિર્ભાવ (પ્રગટપણે) ભલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org