________________
કારડ-૧ - ગાથા-૩૧
૬૮
સન્મતિપ્રકરણ અસત્ છે પરંતુ તિરોભાવે (અપ્રગટપણે - સત્તાગત રૂપે) તે પર્યાયો તે દ્રવ્યમાં સત્ છે જ. તેથી કોઈ પણ દ્રવ્ય ઐકાલિક અનંતાનંત પર્યાયોથી ભરેલું છે. કોઈ પણ દ્રવ્ય વૈકાલિક અનંત પર્યાયવાળું છે. પણ અનંત પર્યાય વિનાનું નથી. અને કોઈ પણ પર્યાયો દ્રવ્ય વિનાના એકલા છુટા-છવાયા રખડતા જગતમાં નથી. ભેદનયની દૃષ્ટિએ દ્રવ્ય એ પર્યાયોનો આધાર છે. અને પર્યાયો એ દ્રવ્યમાં આધેય છે. અભેદનયની દૃષ્ટિએ દ્રવ્ય પોતે જ પરિણમનશીલ હોવાથી પર્યાયમય છે. આવું જ જગત સ્વરૂપ છે. અને તેને જ સમજાવનારી કથંચિત્ સત્-કથંચિ અસત એમ ઉભયાત્મક સ્વરૂપને સમજાવનારી, સર્વથા નિર્દોષ અને યથાર્થ એવી વીતરાગસર્વજ્ઞ પરમાત્માની અદ્ભુત અને અનુપમ વાણી છે.
એકે એક દ્રવ્યમાં અતીતકાલના પર્યાયો વીતી ગયેલા હોવાથી અને અનાગતકાલના પર્યાયો હજુ અનુત્પન્ન હોવાથી આવિર્ભાવ સ્વરૂપે (પ્રગટપણે) ભલે તે પર્યાયો હાલ તે દ્રવ્યમાં નથી પરંતુ તિરોભાવે તે જ સઘળા પર્યાયો તે દ્રવ્યમાં ક્રમસર થઈ ગયા પણે અને ક્રમસર થવા પણ છે જ. માટે તેટલા પર્યાયવાળું તે જ દ્રવ્ય કહેવાય છે.
અમદાવાદથી ઉપડીને મુંબઈ જતી ટ્રેન ધારો કે સુરત સ્ટેશને ઊભી છે. ત્યારે તે ટ્રેનમાં સુરતનું સ્ટેશન જેવું આવિર્ભાવે વર્તે છે. તેવી રીતે પસાર થયેલાં નડીયાદ આદિ સ્ટેશનો અને ભાવિમાં આવવાવાળાં નવસારી-વલસાડ આદિ સ્ટેશનો આવિર્ભાવ પ્રગટપણે ભલે નથી. તો પણ તિરોભાવે (ગુપ્તપણે - અપ્રગટપણે) પસાર થયેલાં નડીયાદ-આણંદવડોદરા-ભરૂચ અને અંકલેશ્વર આદિ સ્ટેશનો તેમાં છે જ. તે કારણે જ તે તે સ્ટેશનોનાં પેસેંજરો તેમાં બેઠેલાં દેખાય છે. અને તેવી જ રીતે ભાવિમાં આવવાવાળાં નવસારીવલસાડ-વાપી-દહાણું-પાલઘર-વિરાર અને બોરીવલ્લી વિગેરે સ્ટેશનો ત્યાં પ્રગટપણે ભલે નથી તેથી જ ત્યાંનાં પેસેંજરો ત્યાં ઉતરતાં નથી. પરંતુ અપ્રગટપણે (તિરોભાવે) તે સઘલાં સ્ટેશનો તેમાં છે. અને તે ક્રમસર જ આવવાનાં છે. તેથી જ તે તે સ્ટેશને જવાવાળાં પેસેંજરો તેમાં ભાવિમાં તે સ્ટેશનનો પર્યાય પ્રગટપણે આવવાનો દેખીને જ બેસે છે. અને આગળથી બેઠેલાં પેસેંજરો બેસી રહે છે. સુરતમાં ઉતરી પડતાં નથી.
સોનાનું કુંડલ બનાવવાનો અર્થી જીવ સોનાના પૂર્વે બનાવેલા કડા પર્યાયને ભંગાવીને જ્યારે કુંડલ બનાવે છે ત્યારે તેને કંડલમાં પણ અતીત પણે પોતાનું કડું દેખાય છે. તેથી જ એમ બોલે છે કે જે મારી પાસે કર્યું હતું તે જ મંગાવીને મેં આ કુંડલ બનાવ્યું છે. જો આ કુંડલ હોંશે હોંશે ન બનાવ્યું હોય પણ આર્થિક સંજોગોના કારણે કે પરવશતાથી બનાવવું પડ્યું હોય તો કુંડલ દેખીને હર્ષ થતો નથી. પણ તેને જેમ જેમ દેખે છે તેમ તેમ તેમાં પોતાના ભૂતકાળના કડાનું સ્મરણ થવાથી શોક થાય છે. અશ્રુભીની આંખો થાય છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org