________________
૬૯
સન્મતિપ્રકરણ
કાડ-૧ – ગાથા-૩૧ રીતે કોઈ પણ એકદ્રવ્ય વ્યંજનપર્યાય કે અર્થપર્યાયોથી ભરેલું છે અને તેથી જ તૈકાલિકપર્યાયોની અપેક્ષાએ તેટલું (અનંતુ) દ્રવ્ય છે.
પ્રશ્ન - આ રીતે કોઈ પણ એક દ્રવ્ય અતીત-વર્તમાન અને અનાગત એમ જો મૈિકાલિક અનંતપર્યાયવાળું જ હોય અને તે પર્યાયો પણ ક્રમસર જ પ્રગટ થતા હોય તો સર્વે દ્રવ્યો ક્રમબદ્ધ પર્યાયવાળાં જ થયાં, જે દ્રવ્યમાં જે કાલે જે પર્યાય નિપજવાનો નિયત છે તે દ્રવ્યમાં તે કાલે તે પર્યાય અવશ્ય પ્રગટ થવાનો જ છે. તો પછી તે પર્યાય પ્રગટ કરવા પુરૂષાર્થ કરવાની શી જરૂર? આપણા આત્માની જે કાલે મુક્તિ પ્રગટ થવાનો પર્યાય છે અને તે પણ ક્રમપૂર્વક નિયત જ છે. તો પછી દીક્ષા લેવાની, તપ-જપ કરવાની, શાસ્ત્ર ભણવાની, ગુરૂજી આદિની વૈયાવચ્ચ કરવાની શી જરૂર? કારણ કે ધર્મ કરો કે ન કરો પણ તે પર્યાય તે કાલે જ પ્રગટ થવાનો છે. ધર્મ કરવાથી વહેલો થવાનો નથી અને ધર્મ ન કરવાથી મોડો થવાનો નથી. આ રીતે વિચારતાં જો ક્રમબદ્ધ પર્યાયો નિયત જ છે તો પુરૂષાર્થ કરવાનો રહેતો જ નથી અને બધા જ જીવો સુખી થવા માટે તે તે સુખને અનુરૂપ પુરૂષાર્થ તો કરે જ છે. ભોગીજીવો ભોગસુખ માટે અને અધ્યાત્મી જીવો આધ્યાત્મિક સુખ માટે ઉગ્ર પુરૂષાર્થ સાક્ષાત કરતા દેખાય છે. તો તમારી વાતનો સમન્વય કેમ થાય?
ઉત્તર - સર્વે પણ દ્રવ્યો સૈકાલિક અનંતપર્યાયોથી અવશ્ય ભરેલાં જ છે. અને તે પર્યાયો પણ ક્રમસર થવાના જ છે. આ નિર્વિવાદ સત્ય છે. તો પણ પુરૂષાર્થ ઊડી જતો નથી. કારણ કે જેમ ભાવિના પર્યાયો નિયત છે તેમ તે તે પર્યાયોનો ઉત્પાદક પુરૂષાર્થ, નિમિત્ત કારણોનું સેવન અને તેના દ્વારા જ તે પર્યાયો પ્રગટ થવાની નિયતિ, વિગેરે પણ નિયત છે. એટલે કે તે તે જીવો તેવો તેવો ભાવિના પર્યાયનો ઉત્પાદક પુરૂષાર્થ કરશે અને તેનાં નિમિત્તકારણોનું આસેવન કરશે અને તેના દ્વારા જ તે તે પર્યાય પ્રગટ થશે. આમ કારણપૂર્વકની કાર્યની નિયતિ છે. વિના કારણે કાર્યની નિયતિ નથી. કારણને આધીન કાર્યની નિયતિ છે. એકલા કાર્યની નિયતિ નથી. માટે નિયતિ પણ કથંચિત્ નિયત છે.
જેમ અમદાવાદથી રાત્રે ૧૦ વાગે ઉપડેલી ટ્રેનમાં સવારે સાત વાગે બોંબે સેન્ટ્રલ આવવાનું નક્કી છે. વચ્ચેનાં સ્ટેશનો પણ ક્રમસર જ આવવાનાં નિયત છે. તો પણ તે તે સ્ટેશનની પ્રાપ્તિને અનુકુળ ગાડી ચલાવવી, લાઈન મળવી, સિગ્નલ ગ્રીન હોવું, તે તે ટ્રેક ખાલી હોવા અને તેના ઉપર જ ગાડીને લાવવી, ઇત્યાદિ કારણોનું આસેવન કરવારૂપ પુરૂષાર્થ અને નિમિત્તકારણોનું યથાયોગ્ય પુંજન કરવા વડે જ આ સ્ટેશન આવવા રૂપ કાર્ય નિયત છે. એમને એમ એકલું કાર્ય નિયત નથી કે જેથી પુરૂષાર્થ અને નિમિત્તકારણોનું આસેવન નિષ્ફળ જાય. અથવા નિમિત્તકારણોનું આસેવન જરૂરી નથી એમ ન કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org