________________
૩૩) કાડ-૩ – ગાથા-૪૨
સન્મતિપ્રકરણ રહે છે. તેથી તેઓને સહાયક થવા રૂપે આ ત્રણ દ્રવ્યોમાં પણ અનંતજીવ અને અનંતપુગલોને આશ્રયી અનંત ઉત્પાદ-નાશ થાય છે. આમ સર્વદ્રવ્યોમાં એક એક સમયમાં પૂર્વસમયવતી અનંત પર્યાયોનો નાશ અને ઉત્તરસમયવતી અનંત પર્યાયોનો ઉત્પાદ થાય છે. જો કે આ વિષય કંઈક સૂક્ષ્મ છે. તો પણ જો સ્થિરબુદ્ધિ કરીને વિચારીએ તો સમજાય તેવું છે. આ જે કંઈ સમજાવ્યું છે તે કોઈ પણ એક વર્તમાનસમયમાં થતા અનંત-ઉત્પાદ અને અનંત વ્યય સમજાવ્યા છે. હજુ આગલા ફકરામાં એવી વાત સમજાવાય છે કે અતીત કાળમાં વીતેલા અને ભાવિમાં આવવાવાળા અનંતા-અનંતા પર્યાયોના ઉત્પાદ અને વિનાશ વર્તમાન એક સમયમાં પણ ચાલુ જ હોય છે. તે હવે સમજાવાય છે.
તથા ઘણી સૂક્ષ્મ દૃષ્ટિએ જરાક વધારે વિચાર કરીએ તો કોઈ પણ એક દ્રવ્યમાં એકસમયવર્તી પર્યાયોનો તો ઉત્પાદ વ્યય થાય જ છે. પરંતુ તે ઉત્પાદ-વ્યય થયે છતે તેમાં જ તિરોભાવે રહેલા અતીતકાલસંબંધી પર્યાયોમાં જે કાલ થયો હોય છે. તેમાં ૧ સમયની વૃદ્ધિ થવા રૂપે તે તમામ તિરોભાવે રહેલા પર્યાયોની પણ પરાવૃત્તિ થવાથી તેનો ઉત્પાદન વ્યય પણ વર્તમાન એક સમયમાં હોય છે. તેવી જ રીતે અનાગત એવા સર્વ પર્યાયોમાં જેટલો કાલ બાકી છે તેમાં એક સમયની હાનિ થવારૂપે ભાવિના પણ તે સર્વપર્યાયોનો પણ ચાલુ સમયમાં ઉત્પાદ વ્યય થાય છે. જેમ કે કોઈ એક પુરૂષને આજે પુરે પુરાં ૨૫ વર્ષ થયાં છે. તેમાં આજનો દિવસ પસાર થઈને આવતી કાલનો દિવસ આવે છે ત્યારે ૧ થી ૨૫ વર્ષમાં વીતી ચુકેલા જે કોઈ પર્યાયો છે તે તમામ પર્યાયોનો જે કોઈ કાલ થયો હતો તે કાલના તેવા તેવા પરિમિતપણાના ભાવે તેનો નાશ થાય છે. અને તેમાં ૧ અધિક દિવસ પણે તે સર્વે પર્યાયોનો ઉત્પાદ થાય છે. એ જ રીતે ભાવિના સર્વે પણ પર્યાયોનો જે કાલ હતો - તે માપે તે પર્યાયોનો નાશ થાય છે અને એક દિવસ હનપણાના પર્યાય રૂપે તે સર્વે પર્યાયોનો ઉત્પાદ થાય છે. આ વિષય બરાબર સમજવા માટે “એક માળાનું” ઉદાહરણ વિચારીએ જેમ કે એક માળા ગણતા પુરૂષે માળાના ૫૦ મણકા ગણ્યા છે. ૫૧મો મણકો ગણે છે. પર મા મણકાથી બધા જ મણકા ગણવાના બાકી છે. તેમાં ૫૧ મો મણકો ગણીને જેવો ઉતાર્યો તે જ સમયે પૂર્વે ગણેલા ૧ થી ૫૦ મણકામાં ગણેલાપણાના અતીત કાળમાં સંખ્યાના નંબરોને આશ્રયી પરાવર્તન થઈ ગયું. જેમકે ૫૧ મો મણકો ગણાતો હતો ત્યારે ગણેલા પણે ૫૦ મો પહેલો હતો, ૪૯ મો બીજો હતો, ૪૮ મો ત્રીજો હતો ઇત્યાદિ. તેને બદલે ૫૧ મો ગણી લેવાથી ૫૦ મો બીજો થયો, ૪૯ મો ત્રીજો થયો, ૪૮ મો ચોથો થયો, આમ સર્વમાં પરિવર્તન થયું અને પર થી ભાવિમાં ગણાવા વાળામાં ૧ નંબરની હાનિરૂપે સર્વેનો ઉત્પાદ-વ્યય થયો. એવી જ રીતે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન જેમ જેમ ક્ષેત્ર કાપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org