________________
૩૩૧
સન્મતિપ્રકરણ
કાડ-૩ – ગાથા-૪૩-૪૪ છે તેમ તેમ અતીત ક્ષેત્ર એક એક પ્રદેશની વૃદ્ધિ રૂપે અને અનાગત ક્ષેત્ર એક એક પ્રદેશની હાનિ રૂપે બદલાય છે. તેમ કોઈ પણ દ્રવ્યમાં એક સમયે માત્ર પસાર થાય છે. તેટલામાં તો અનાદિકાળથી પસાર થઈ ચુકેલા સમસ્ત પર્યાયોમાં જે કોઈ અતીતકાળ થયેલો છે તેમાં ૧ સમયની વૃદ્ધિ થવારૂપે અને ભાવિમાં આવવાવાળા જે કોઈ પર્યાયો છે. તે સર્વમાં ૧ સમયની હાનિ થવારૂપે આ ચાલુ વર્તમાનકાલીન ૧ સમયમાં પણ અતીત-અનાગત કાલના સર્વપર્યાયોનો તે વિવલિત દ્રવ્યમાં વિવક્ષિત એક સમયમાં પણ ઉત્પાદ અને વિનાશ થાય છે.
આમ પણ અનંત અનંત પર્યાયોનો નાશ અને અનંત-અનંત ઉત્પાદ પ્રતિસમયે જાણવો. આ વિષય ગંભીરતાથી સ્થિરબુદ્ધિપૂર્વક વિચારવો. || ૪૨ //
આગમશાસ્ત્રકથિત ભાવોમાં કેટલાક ભાવો શ્રદ્ધગમ્ય હોય છે અને કેટલાક ભાવો તર્કગમ્ય હોય છે. આમ શાસ્ત્રકથિત ભાવોને યથાર્થપણે જાણવાના યથાસ્થાને એક એક ઉપાય, એમ બન્ને ઉપાયો છે. પરંતુ એકાને એકલો એક ઉપાય નથી. આ વિષય ઉપર પણ અનેકાન્ત વૃષ્ટિ સમજાવતાં કહે છે કે -
दुविहो धम्मावाओ, अहेउवाओ य हेउवाओ य । तत्थ य अहेउवाओ, भवियाऽभवियादओ भावा ॥ ४३ ॥ भविओ सम्मइंसण-णाण-चरित्त-पडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति, लक्खणं हेउवायस्स ।। ४४ ।। द्विविधो धर्मवादोऽहेतुवादश्च हेतुवादश्च ।। तत्र चाहेतुवादो, भव्याऽभव्यादयो भावाः ।। ४३ ।। भव्यस्सम्यग्दर्शन-ज्ञान-चारित्र-प्रतिपत्तिसंपन्नः । नियमाहुःखान्तकृदिति लक्षणं हेतुवादस्य ॥ ४४ ॥
ગાથાર્થ - ૧ અહેતુવાદ અને ૨ હેતુવાદ આમ ધર્મવાદ બે પ્રકારનો છે. ત્યાં આ જીવ ભવ્ય અને આ જીવ અભવ્ય ઇત્યાદિ જે ભાવો છે. તે અહેતુવાદ છે. અને જે ભવ્ય હોય છે તથા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રના અંગીકારથી સંપન્ન હોય છે. તે નિયમાં સર્વદુઃખોનો અંત કરનાર બને છે. તે હેતુવાદનું લક્ષણ (ઉદાહરણ) છે. I૪૩-૪૪
વિવેચન - જગતના સર્વે શેય-પ્રમેય ભાવોને જાણવા માટે ઉપાયરૂપે શું શ્રદ્ધાબળ કામ કરે છે? કે તર્કનુસારિણી એવી બુદ્ધિનું બળ કામ કરે છે ? આ એક મોટો વિકટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org