________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૧૭
૩૯
અને મંત્રી ઈત્યાદિ પાત્રોમાં મૂળવ્યક્તિની વાતને જ તેના અનુયાયી ગાતા હોય છે. આ જ રીતે ઉત્તરનયોનું આ જ કાર્યક્ષેત્ર છે કે પોત પોતાના મૂલનયથી ગૃહીત અંશને જ વધારે ને વધારે ઝીણવટથી ચર્ચવો. આ કારણે વસ્તુના ઉભયાત્મક પૂર્ણસ્વરૂપને (યથાર્થ સ્વરૂપને) કહેનારો કોઈ નય નહીં હોવાથી અને આ બધા જ નયો જ્યારે પરસ્પર નિરપેક્ષ હોય છે ત્યારે સર્વે પણ નયો પોતપોતાનું જ ગાણું ગાતા હોવાથી મિથ્યાર્દષ્ટિ જ કહેવાય છે. જો સાપેક્ષતા રાખે તો જ એકવિષય પ્રધાનપણે અને બીજો વિષય ગૌણપણે એમ મુખ્ય-ગૌણ થઈને વસ્તુના યથાર્થ સ્વરૂપનો પ્રતિપાદક થવાથી તે નય સુનય અર્થાત્ સમ્યગ્દષ્ટિ બને છે. તેથી સાપેક્ષ નયવાદ એ જ અનેકાન્તવાદ અને સમ્યક્ત્વ છે અને નિરપેક્ષ નયવાદ એ જ એકાન્તવાદ અને મિથ્યાત્વ છે. ।। ૧૬ |
ઉપરોક્ત બન્ને નયોમાંથી જો કોઈ પણ એક નય સ્વીકારીએ અને બીજા નયનો અપલાપ કરીએ તો શું શું અવ્યવસ્થા થાય ? કઈ કઈ વસ્તુઓ ન ઘટે ? તે સમજાવે છે - ण य दव्वट्ठियपक्खे, संसारो णेव पज्जवणयस्स । સાસવિત્તિવાયી, નન્દ્રા કચ્છેઞવારૂં વા | શ્૭ ||
(૬ = દ્રવ્યાર્થિ પક્ષે, સંસારો નૈવ પર્યવનયસ્ય । શાશ્વતવ્યક્તિવાદી, ચમાવુર્જીવવાની વા ।। ૭ ।।)
ગાથાર્થ - કેવળ એકલા દ્રવ્યાર્થિકનયના પક્ષમાં સંસાર ઘટતો નથી. તેવી જ રીતે કેવળ એકલા પર્યાયાર્થિકનયના પક્ષમાં પણ સંસાર ઘટતો નથી. કારણ કે પહેલો નય શાશ્વતવ્યક્તિવાદી છે અને બીજો નય ઉચ્છેદ વાદી છે ॥ ૧૭ ||
વિવેચન - આ બન્ને નયોને પરસ્પર નિરપેક્ષ માનવાથી અર્થાત્ એકાન્તે કોઈપણ એક નયનો આશ્રય કરવાથી અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ અનેક બાબતો ઘટતી નથી. તે તે માન્યતાઓમાં અનેકજાતની બાધાઓ (વિરોધ) આવે છે. તે વાત ૧૭ થી ૨૧ એમ પાંચ ગાથામાં આત્માનું ઉદાહરણ લઈને સમજાવે છે.
-
(૧) સંસાર ન ઘટે સર્વે પણ જીવો જન્મ, જરા અને મરણ, રોગ અને શોક પામે છે. આ વાત અનુભવસિદ્ધ છે અને શાસ્ત્રસિદ્ધ પણ છે તથા કોઈ પણ જીવ કોઈ પણ એક જન્મમાં બાલ્યાવસ્થા-યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પામે જ છે. આ વાત પણ પ્રત્યક્ષસિદ્ધ છે. કોઈ પણ એક જીવ એક ભવમાં સારાં-ખરાબ કર્મો કરીને તે કર્મોને અનુસારે દેવ નરક આદિ ભવો પામે છે. સંસારમાં રખડે છે. ઊંચી-નીચી પરિસ્થિતિ પામે છે. આ વાત પણ અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ છે. કેવળ એકલો દ્રવ્યાર્થિકનય માનવાથી કે કેવળ એકલો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org