________________
કાડ-૧ - ગાથા-૧૬
૩૮
સન્મતિપ્રકરણ હણવાથી પણ મેં સાપ હણ્યો એવો પરિણામ થાય. લોટના કુકડાને પણ કુકડો સમજી તેનો હોમ કરવાથી યશોધર રાજા ઘણું દુઃખ પામ્યા. આમ સર્વજીવમાં અને તેના આકારવાળા અજીવમાં પણ જીવપણાની સમાનરૂપે જે બુદ્ધિ થાય છે. તે સામાન્યગ્રાહી હોવાથી દ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ અભેદગ્રાહી દ્રષ્ટિ છે.
તથા જ્ઞાતા એવા આ જ આત્માને ક્યારેક પ્રયોજનવશથી વિશેષગ્રાહી પણ બુદ્ધિ થાય છે. જેમકે કોઈ મનુષ્ય તૃષાથી કે સુધાથી પીડાતો હોય, મૃત્યુ પામે એવી સ્થિતિમાં હોય તો તે મનુષ્યને પાણી અને ભોજન આપીને પણ જીવાડાય છે. મનુષ્ય મૃત્યુ પામત તો પણ હિંસા જ હતી અને પાણી પાયુ તો પણ અપકાયની વિરાધના જ થઈ. પરંતુ ત્યાં આવો વિવેક આવે છે કે પાણી તે એકેન્દ્રિય જીવ છે. (અવ્યક્ત અને અલ્પ ચેતનાવાળા જીવો છે) મનુષ્ય તે પંચેન્દ્રિય જીવ છે. (ઘણી જ ઘણી અધિક અને વ્યક્ત ચેતનાવાળો જીવ છે) એકેન્દ્રિય જીવને મારવાની બુદ્ધિ નથી. પણ પંચેન્દ્રિય જીવને બચાવવાની બુદ્ધિ છે. તેથી અપ્લાયની વિરાધના હિંસાની કોટિમાં ગણાતી નથી અર્થાત્ અલ્પ હિંસા છે. પરંતુ અભિપ્રાયમાં જીવરક્ષાના પરિણામ છે. પાંચ-દશ રૂપિયાની નોટ આપતાં જો સો રૂપિયાની નોટ બચતી હોય તો બધી જ નોટો નોટ પણે સમાન હોવા છતાં પણ લોકો પાંચ-દશની નોટ તુરત આપી દે છે અને સોની નોટને બચાવે છે એટલું જ નહીં પણ પાંચ-દશની નોટ આપ્યાનો ખેદ હોતો નથી પણ ૧૦૦ની નોટ બચ્યાનો આનંદ હોય છે. આ દૃષ્ટિ જે છે તે વિશેષગ્રાહી કહેવાય છે અને તે પર્યાયાર્થિકાય છે.
આ બે નય વિના ત્રીજો એવો કોઈ નય નથી કે જે નય વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપને (પરિપૂર્ણ સ્વરૂપને) સમજાવતો હોય. એટલે ઉભયસ્વરૂપને સમજાવનારો અન્ય કોઈ ત્રીજો નય નથી, આ બને નયોનો સમૂહ કરીએ તો પણ તે બન્ને પોત પોતાની માનેલી વાતના જ આગ્રહી હોવાથી અને હૈયામાં આવા પ્રકારનો આગ્રહ રાખવા પૂર્વક ભેગા થતા હોવાથી તે બેમાંથી પણ ઉભયવાદરૂપક નય કોઈ નથી.
તથા તે બન્નેના ઉત્તરભેદ સ્વરૂપ જે નયો છે. જેમ કે દ્રવ્યાર્થિકના ઉત્તરભેદસ્વરૂપ સંગ્રહ-વ્યવહાર, અને પર્યાયાર્થિક નયના ઉત્તરભેદ સ્વરૂપ ઋાસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત, આ ઉત્તરભેદસ્વરૂપ છએ નયોનો સમૂહ ભેગો કરીએ તો પણ તેમાંનો કોઈ પણ એક નય વસ્તુના ઉભયાત્મકસ્વરૂપનો પ્રતિપાદક નથી કારણકે જે નય જેના ઉત્તરભેદ સ્વરૂપ છે તે નય તેના મૂલનયને માન્ય સિદ્ધાંતનો જ પક્ષપાતી અને આગ્રહી હોવાથી પોત પોતાના મૂલનયની જ આજ્ઞાને (માન્યતાને) વધારે ને વધારે જોરશોરથી ગાનારા હોય છે. કહેનારા હોય છે. ગુરુ અને શિષ્ય, પિતા અને પુત્ર, પતિ અને પત્ની, શેઠ અને કર્મચારી, પ્રમુખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org