________________
(૨૦). કરનારા શ્રી સિદ્ધસેનગણિજીનો છે. અને પ્રવચનસારોદ્ધારની ટીકાના અંતભાગની પ્રશસ્તિમાંથી લીધો છે. આ પ્રશસ્તિ વિ.સં. ૧૨૪૮ માં લખાયેલી છે.
એવી જ રીતે કાવ્યપ્રકાશની ટીકા કરનારા શ્રી માણેકચંદ્રસૂરિજીએ બનાવેલા પાર્શ્વનાથ ચરિત્રના અંતે આપેલી પ્રશસ્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ વાદમહાર્ણવગ્રંથ બનાવ્યો છે. આમ ઉલ્લેખ કરેલ છે. ઉપરોક્ત સાક્ષી પાઠો જોતાં ચંદ્રકુલ અને ચંદ્રગચ્છમાં થયેલા પ્રદ્યુમ્નસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી હતા. તેઓ દસમા સૈકામાં થયા છે અને સન્મતિપ્રકરણની “તત્ત્વબોધવિધાયિની” નામની સુંદર મોટી ટીકા બનાવી છે. જેનું “વાદમહાર્ણવ” બીજું નામ છે. આટલી વિગત મળી શકી
શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ આદિ
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી પોતાના બનાવેલા સન્મતિ પ્રકરણમાં કમોપયોગવાદ અને સહોપયોગવાદ સામે ઘણી યુક્તિઓ રજુ કરવા દ્વારા તેનું ખંડન કરીને જેમ અભેદોપયોગવાદ પ્રસ્થાપિત કરે છે. તેવી જ રીતે શ્રી વિશેષાવશ્યકભાષ્યના કર્તા શ્રી જિનભદ્રગણિજી પોતાના બનાવેલા આ મહાભાષ્યમાં તથા વિશેષણવતી ગ્રન્થમાં અભેદોપયોગવાદનું ખંડન કરીને અનેક યુક્તિઓથી ક્રોપયોગવાદ પ્રસ્થાપિત કરે છે. શ્રી જિનભદ્રગણિજી આગમ તરફથી પ્રધાનદૃષ્ટિવાળા હોવાથી આગમવાદી કહેવાયા છે. અને શ્રી સિદ્ધસેનજી તર્કપ્રધાન દૃષ્ટિવાળા હોવાથી તર્કવાદી કહેવાયા
આ બને આચાર્યો જૈનદર્શનના મહાપ્રભાવક આચાર્યો હતા. શ્રી વિશેષાવશ્યકમહાભાષ્યની રચનાની સમાપ્તિ વિક્રમ સંવત ૬૬૬ માં વલ્લભીપુરમાં થયાનો ઉલ્લેખ પ્રાચીનuતમાં મળે છે તે ઉપરથી, તથા વિશેષણવતી ગ્રંથમાં શ્રી સિદ્ધસેનજીએ માનેલા અભેદોપયોગવાદની સામે સમાલોચના (ચર્ચા) કરેલી હોવાથી શ્રી જિનભદ્રગણિજી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની પછીના નજીકના કાલમાં થયેલા હોવા જોઈએ. એમ જણાય છે. તથા દ્વાદશાનિયચક્રગ્રંથના કર્તા શ્રી મલવાદીજીએ પોતાના બનાવેલા ગ્રંથોમાં ક્યાંક ક્યાંક સાક્ષીપાઠરૂપે શ્રી સિદ્ધસેનજીનું નામ સૂચવેલું જોવા મળે છે. આ રીતે શ્રી મલવાદીજી પણ શ્રી સિદ્ધસેનજીની પછી નિકટના કાળમાં થયેલા હોય એમ લાગે છે તેથી ચોથા-પાંચમા સૈકામાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી, પાંચમા-છઠ્ઠા સૈકામાં શ્રી મલવાદિજી અને છટ્ટા-સાતમા સૈકામાં શ્રી જિનભદ્રગણિજી થયા હોય એમ આધુનિક વિદ્વાનો દ્વારા અનુમાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org