________________
કાણ્ડ-૩ – ગાથા-૪૮-૪૯
સન્મતિપ્રકરણ
પ્રશ્ન - સાંખ્યદર્શન નિત્યાંશ માત્રને જ કહેતું હોવાથી અને બૌદ્ધદર્શન અનિત્યાંશ માત્રને જ કહેતું હોવાથી અપૂર્ણ - અને મિથ્યાર્દષ્ટિ ભલે હો પરંતુ નૈયાયિક અને વૈશેષિકદર્શન તો નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, એમ ઉભયાંશને કહેનાર અને માનનાર હોવાથી તે તો જૈનદર્શનની જેમ પરિપૂર્ણદર્શન અને સમ્યગ્દર્શન કહેવાશે જ ને ? તો શું આ દર્શનને સમ્યગ્દર્શન કહેવાય ? કે સમ્યગ્દર્શન ન કહેવાય ?
૩૪૪
ઉત્તર - ના, આ ન્યાયદર્શન અને વૈશેષિક દર્શન પણ સમ્યગ્દર્શન નથી. કારણ કે તે દર્શનો દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નય એમ બન્ને નયને તથા બન્ને નયને માન્ય એવું અનુક્રમે નિત્યત્વ-અનિત્યત્વ ઇત્યાદિ માને છે ખરા, પરંતુ બન્ને નયો પોત પોતાના વિષયનું સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે. પરંતુ સાપેક્ષભાવે પ્રતિપાદન કરતા નથી. કારણ કે નૈયાયિક - વૈશેષિકોનું કહેવું એવું છે કે પરમાણુઆત્મક પૃથ્વી-જલ-તેજ અને વાયુ જે છે તે તથા આકાશ-કાલ-દિશા આત્મા અને મન આ પદાર્થો કેવળ એકલા નિત્ય જ છે. આ દ્રવ્યો જે નિત્ય છે તે અનિત્ય નથી. તથા કાર્યાત્મક પૃથ્વી-જલ-તેજ વાયુ (જેમ કે ઘટ-પટઘર-હાટ) વિગેરે સ્થૂલપદાર્થો જે છે તે એકલા અનિત્ય જ છે આ જે પદાર્થો અનિત્ય છે તે નિત્ય નથી. આમ નિત્યત્વ અને અનિત્યત્વ બન્ને માનવા છતાં બન્નેને સ્વતંત્રપણે એકલા એકલા માનતા હોવાથી મિથ્યાર્દષ્ટિ છે અપૂર્ણ છે.
જ્યારે જૈનદર્શન જગતમાં રહેલા પરમાણુઆત્મક પૃથ્વી-જલ-તેજ-વાયુ હોય કે સ્થૂલકાર્ય રૂપ પૃથ્વી-જલ-તેજ-વાયુ હોય, કે આકાશાદિ કોઈ પણ દ્રવ્ય હોય આમ સર્વે દ્રવ્યોને નિત્ય અને અનિત્ય બન્ને ભાવવાળાં કહે છે. કારણ કે પરમાણુ આત્મક નિત્ય લાગતાં પૃથ્વી-જલ-તેજ-વાયુ અને આકાશાદિ દ્રવ્યો પણ અનાદિ-અનંત હોવાથી દ્રવ્યસ્વરૂપે જરૂર નિત્ય છે. પરંતુ પ્રતિસમયે પોતાના ગુણધર્મોની પરાવૃત્તિને અનુસારે નવા નવા પર્યાયને અવશ્ય પામે જ છે. તેથી નિત્ય એવાં તે દ્રવ્યો પર્યાયાર્થિકનયને આશ્રયી અનિત્ય પણ
અવશ્ય છે જ. એવી જ રીતે ઘટ-પટ-ઘર-હાટ વિગેરે સ્થૂલ કાર્યરૂપે રહેલ પૃથ્વી-જલ-તેજવાયુ કાર્યાત્મક હોવાથી અનિત્ય હોવા છતાં પણ મૂલભૂત દ્રવ્ય સ્વરૂપે અનાદિ-અનંત હોવાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય પણ છે જ. આમ આ સંસારમાં જે કોઈ નિત્ય પદાર્થ ભાસે છે તે પણ પર્યાય સ્વરૂપે અનિત્ય પણ છે. અને જે કોઈ પદાર્થ અનિત્ય ભાસે છે તે પણ દ્રવ્ય સ્વરૂપે નિત્ય પણ છે જ.
પરમાણુથી પ્રારંભીને આકાશ સુધીનાં સમસ્ત દ્રવ્યો દ્રવ્યરૂપે નિત્ય અને પર્યાયરૂપે અનિત્ય આમ ઉભયાત્મક જ છે પણ વૈશેષિકાદિ દર્શનકારોના મત પ્રમાણે એકાન્તે એક નિત્ય જ અને બીજું અનિત્ય જ છે. આ પ્રમાણે તેઓ જેવું માને છે તેવું જગત નથી.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org