________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯
૩૨૧ પુવિપત્તો “મy'ત્તિ ના મધૂ હોવું = તે વ્યણુકથી વિભક્ત થયેલો એવો જે અણુ છે. તે અણપણે જમ્યો છે. તે અણુ થયો એમ કહેવાય છે. એવી રીતે ઘટ ફુટવાથી ઠીકરાં ઉત્પન્ન થાય છે. અખંડ પટ ફાડવાથી ખંડપટની ઉત્પત્તિ થાય છે. દહીંને ભાંગવાથી માખણ અને છાશની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે સંયોગની જેમ વિભાગથી પણ કાર્ય થાય છે.
(૩) ઉભયજન્ય કાર્ય - જ્યાં સંયોગ અને વિભાગ એમ બન્ને સાથે હોય અને તેનાથી જે કાર્ય થાય છે તે ઉભયજન્ય કાર્ય કહેવાય છે. જેમ કે રેડીમેડ શર્ટ વિગેરે જે કોઈ કાર્ય બનાવાય છે ત્યાં વધારાનો ભાગ કાતરથી કાપી નાખવામાં પણ આવે છે અને પરસ્પર અનુકુળ બે ટુકડા સોંયથી જોડવામાં પણ આવે છે. આમ કાતર અને સોંય બન્નેના ઉપયોગથી જે કાર્ય થાય છે તે કાતર દ્વારા વિભાગ અને સોય દ્વારા સંયોગ આમ ઉભયજન્ય કાર્ય થયું કહેવાય છે. ટેબલ-ખુરશી-મકાન વિગેરે કાર્યો આવાં જાણવાં.
તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પાંચમા અધ્યાયના સૂત્રમાં કહ્યું છે કે “સંધાનમેષ્યઃ” પુલોના સ્કંધો સંઘાતથી (પરસ્પર જોડાવાથી), ભેદથી (પરસ્પર વિખેરાવાથી) અને બહુવચન હોવાથી ભેદ-સંઘાત એમ ઉભયથી આ સ્કંધો બને છે. સંયોગજન્ય, વિભાગજન્ય અને ઉભયજન્ય આમ ત્રણ પ્રકારનાં કાર્યો પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જ બને છે. આ રીતે ત્રણે પ્રકારે પુગલના સ્કંધો સ્વરૂપ કાર્ય આ સંસારમાં બનતું હોવાથી કેવલ એકલા સંયોગથી જ કાર્ય થાય છે એવી માન્યતા નૈયાયિક-વૈશેષિકોની જે છે. તે યોગ્ય નથી. અર્થાત્ સાચી નથી. તેઓ વિભાગજાત અને ઉભયજાત કાર્યને જાણતા નથી. તેથી ઉત્પાદના યથાર્થ અર્થ જાણવામાં અકુશલ છે અભણ છે મુર્ખ છે.
સંયોગજન્ય કાર્ય, વિભાગજન્ય કાર્ય અને ઉભયજન્ય કાર્ય પગલાસ્તિકાય દ્રવ્યના સ્કંધોમાં જ ઘટે છે. બીજા દ્રવ્યોમાં આ ભેદ ઘટતા નથી. કારણ કે તે અન્ય દ્રવ્યો અસંખ્યાત અને અનંત પ્રદેશોના પિંડરૂપ છે. પણ તે પિંડ સંયોગથી બન્યો નથી તથા તેનો વિભાગ થતો નથી. તેથી તેમાં મુખ્યત્વે “પરિણામાત્તર”થવા રૂપ કાર્ય ઘટે છે. એટલે કે ધર્મ-અધર્મ આકાશ અને કાલ આ ચાર દ્રવ્યોમાં પ્રદેશોનો સંયોગ વિભાગ થતો નથી તેથી તજજન્ય કાર્ય ત્યાં નથી, માત્ર પરિણામાન્તર થવા રૂપ કાર્ય છે તથા “પરમાણુ” દ્રવ્ય પુદ્ગલ છે. પણ તે વિભાગનન્ય કાર્ય છે. સંયોગજન્ય કાર્ય નથી. કારણ કે યણુકચણુક-ચતુરસુકાદિ સ્કંધોથી પરમાણુ જ્યારે છુટો પડે છે ત્યારે “આ પરમાણુ હવે સ્કંધપણે મટીને પરમાણુ રૂપે બન્યો” એમ કહેવાય છે. આ વિભાગજન્ય કાર્ય થયું. પરંતુ પરમાણુ અવિભાજય દ્રવ્ય હોવાથી તથા અંતિમ અણુ હોવાથી, તેના પુનઃ અવયવો (અંશો) ન હોવાથી બે-ત્રણ-ચાર અંશોનો સંયોગ થવાથી એટલે કે આવા અંશોનો સંયોગ બનવાથી આ “પરમાણુ” બન્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org