________________
૩૨૦ કાડ-૩ – ગાથા-૩૮-૩૯
સન્મતિપ્રકરણ નૈયાયિક-વૈશેષિકો કેવલ એકલા સંયોગજન્ય જ કાર્ય થાય છે, આમ કહે છે. તેઓનું કહેવું છે કે કયણુક-ચણુક આદિ સૂર્મકાર્ય હોય કે ઘટ-પટ આદિ કોઈ સ્થલ કાર્ય હોય. પણ બધાં જ કાર્યો અવયવોના સંયોગથી જ બને છે. કયણુકાત્મક કાર્ય બે અણુઓના સંયોગથી થાય છે. તેમ ચણકાદિ સઘળાં પણ કાર્યો અવયવોના સંયોગ માત્રથી જ થાય છે. પટ પણ વસ્તુના સંયોગથી, ઘટ પણ કપાલના સંયોગથી જ થાય છે. તથા તૃણનું જે દૂધ થાય છે ત્યાં પણ તૃણારંભક પરમાણુઓમાં જઠરાગ્નિનો પાકવિશેષ થવાથી પ્રથમ આપરમાણ્વન્તભંગ થાય છે. એટલે કે પરમાણુ-પરમાણુ પ્રથમ છુટા છુટા થઈ જાય છે. “પરમાણ્વન્તમ" પરમાણુ સુધી છુટા પડ્યા પછી તે પરમાણુઓમાં તૃણાનુકુલ જે વર્ણાદિગુણો છે તેનો નાશ થાય છે અને દૂધને અનુકુલ વર્ણાદિ ગુણો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પરમાણુઓનો ક્રમશર સંયોગમાત્ર થવાથી જ મહાદૂધની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે દૂધમાંથી દહીં બને ત્યારે પણ આ પ્રમાણે પાક વિશેષથી પરમાણ્વન્તભંગ થયા પછી દહીને અનુરૂપ વર્ણાદિ પ્રગટ થયા બાદ અવયવોના સંયોગ માત્રથી જ આ દહીં કાર્ય થાય છે. વિભાગથી કોઈ કાર્ય બનતું નથી. ઉલટુ - વિભાગથી તો પૂર્વે બનેલું જે કાર્ય છે તે નાશ પામે છે. માટે સર્વે પણ કાર્યો સંયોગજન્ય જ છે. વિભાગથી જન્ય ઉત્પાદ બીલકુલ સંભવતો નથી વિભાગથી જન્ય તો નાશ જ હોય છે. આવી માન્યતા નૈયાયિક વૈશેષિકની છે.
નૈયાયિક-વૈશેષિકોની ઉપરોક્ત માન્યતાની સામે જૈનદર્શનકારો કહે છે કે – કેટલાક દર્શનકારો જે કેવલ બે દ્રવ્યોના સંયોગમાત્રથી જ કાર્યનો ઉત્પાદ થાય છે એમ માને છે. તેઓ ઉત્પાદના સાચા અર્થને જાણવામાં કુશલ નથી. અર્થાત્ ઉત્પાદનો સાચો અર્થ જાણવામાં તે વાદીઓ અકુશલ છે. તેઓ વિભાગથી થનારા ઉત્પાદને સમજતા નથી. સારાંશ કે જેમ સંયોગથી કાર્ય થાય છે. તેમ વિભાગથી પણ કાર્ય જરૂર થાય છે. એટલું જ નહીં પણ ક્યાંક “સંયોગ-વિભાગ એમ ઉભયજન્ય કાર્ય પણ હોય છે” તે આ પ્રમાણે -
(૧) સંયોગજન્ય કાર્ય - એક પરમાણુ અને બીજો પરમાણુ આ બન્ને જોડાવાથી જે યણુક બને છે. એક પરમાણુ અને એક યણુકનો સંયોગ થવાથી જે ચણુક થાય છે. તથા તખ્તઓના સંયોગથી જે પટ થાય છે તે સઘળાં કાર્યો અવયવોના સંયોગથી થાય છે. આ સંયોગજન્ય કાર્ય છે.
(૨) વિભાગજન્ય કાર્ય - જેમ સંયોગજન્ય કાર્ય હોય છે એવી જ રીતે વિભાગજન્ય કાર્ય પણ થાય છે. જેમ એક પરમાણુ અને એક યણુક મળીને ચણક કાર્ય થાય છે. તેવી જ રીતે તે ચણકમાંથી એક પરમાણુ જ્યારે છુટો પડે છે. ત્યારે તે છુટો પડેલો અણુ “છુટો પડવાથી” હવે પરમાણુ બન્યો છે આમ કહેવાય છે. મૂળ ગાથામાં જ કહ્યું છે કે તો ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org