________________
કાઠ-૧ – ગાથા-૩
સન્મતિપ્રકરણ यथाभूतेनार्थेन प्रदिपादितेनातिकुण्ठधीरपि श्रोतृजनो विशिष्टागमव्याख्यातृप्रतिपादितार्थावधारणपटुः सम्पद्यते तमर्थमनेन प्रकरणेन प्रतिपादयिज्यामीति यावत्
ગ્રન્થકર્તાના હૃદયમાં કેટલી અને કેવી ભાવદયા વર્તે છે ! ભોગી સંસારપ્રિય જીવોને પણ તત્ત્વજ્ઞ મહાત્માઓ પ્રત્યે પ્રીતિવાળા બનાવે એટલે વારંવાર તેઓની ઉપાસનામાં સાવધાન થઈને રહેતાં તેઓનું પણ કાળાન્તરે કલ્યાણ થાય, થાય અને થાય છે. સંસારમાં ડૂબેલા જીવોને તારવા માટે આવી તત્ત્વવાણી જ વધારે ઉપકાર કરનારી છે. એકવાર જેને તત્ત્વજ્ઞાનનો પ્રેમ લાગે છે. તે કયારેય પણ તેને છોડતો નથી. બલ્વે સંજોગોની સાનુકુળતા મળતાં વધારે ને વધારે તેમાં તે ગુંથાય છે. એકવાર જેને સંસારનાં સુખો મધ જેવાં લાગતાં હતાં તેને જ હવે તે સુખો બંધનકર્તા અને હલાહલ ઝેર જેવાં લાગે છે. શાસ્ત્રોના અર્થોનું શ્રવણ આત્માની દ્રષ્ટિને જ બદલનાર છે. આત્માનો યુ ટર્ન (U TURN) કરનાર છે. એટલે જ ગ્રન્થકર્તા આ બીજી ગાથામાં કહે છે કે આગમના અર્થોને સાંભળવામાં-સમજવામાં ગળીયા બળદ જેવા, શૂન્ય હૃદયવાળા પ્રમાદી પુરુષોને પણ હું આ એવું શાસ્ત્ર સંભળાવીશ કે જેનાથી તેઓને ન ભણ્યાની ભૂલ સમજાય, ભણવા-સાંભળવા આકર્ષાય અને ભણાવનારા - તત્ત્વ સમજાવનારા અને સંભળાવનારા અર્થાત્ શાસ્ત્રોના પરમાર્થને વિસ્તારથી પ્રકાશિત કરનારા શાસ્ત્રજ્ઞ મહાત્મા પુરુષો પ્રત્યે તેઓ અહોભાવવાળા - પૂજયભાવવાળા બને અને આવા મહાત્માઓની ઉપાસના (ભક્તિ) કરવામાં લયલીન બને કે જેનાથી તેઓનું પણ ભાવિમાં અલ્પકાલે કલ્યાણ થાય.
આ ગાથામાં આવા પ્રકારનું તત્ત્વજ્ઞાન ભણવામાં સાંભળવામાં આળસુ જીવોને પણ ઉદ્યમવંત કરવા. તે પ્રયોજન છે અને તેઓનું પણ કલ્યાણ થાય તેવા અર્થોનું પ્રતિપાદન કરવું તે વિષય છે. આમ બન્ને ગાથામાં થઈને અનુબંધચતુષ્ટય સમજાવ્યાં છે જરા
આ ગ્રન્થમાં પ્રતિપાદન કરવા યોગ્ય મુખ્ય વિષયનો નિર્દેશ – तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी । दव्वढिओ य पज्जवणओ य सेसा वियप्पा सिं ॥ ३ ॥ (तीर्थवचनसग्रह-विशेषप्रस्तारमलव्याकरणी । દ્રવ્યાર્થિવ પર્યવનયશ શેષ વિન્યાસ્તયો: ૩ ).
ગાથાર્થ - તીર્થંકર પરમાત્માનાં અર્થથી કહેવાયેલાં વચનોનો સામાન્ય અને વિશેષપણે જે વિસ્તાર છે તે વિસ્તારનું મૂલથી પ્રતિપાદન કરનારી જે વાણી છે. તે જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો છે. બાકીના બધા નયો આ બે નયના જ પેટાભેદ છે ||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org