________________
ન્યાયાવતાર, સન્મતિપ્રકરણ જેવા દર્શનપ્રભાવક ગ્રન્થોના રચયિતા જેમ શ્રી સિદ્ધસેનસૂરિજી થયા છે. તેવા જ વિશેષાવશ્યકમહાભાષ્ય, અને વિશેષણવતી જેવા દર્શનપ્રભાવક ગ્રન્થોના કર્તા શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી પણ તે જ અરસામાં થયા છે. છતાં તે બન્નેમાં કોઈ કોઈ બાબતમાં વિચારભેદ હતો. કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગની બાબતમાં આ બન્ને આચાર્યો પોતપોતાના ગ્રન્થોમાં ઘણું જ ઊંડાણ લઈ જાય છે. તેથી સહેજે પ્રશ્ન થાય છે કે આ બન્નેમાં પહેલું પછી કોણ ?
શ્રી જિનભદ્રગણિજી છટ્ટા-સાતમા સૈકામાં થયા હોય એમ લાગે છે. શ્રી જેસલમેરના ભંડારમાંથી શ્રી જિનવિજયજીને મળેલી હસ્તલેખિતપ્રતમાં જણાવ્યું છે કે વિ.સં. ૬૬૬ મા વર્ષે વલ્લભીપુરમાં વિશેષાવશ્યક ભાષ્ય નામનો ગ્રન્થ સમાપ્ત થયો. આ પાઠ જોતાં શ્રી સિદ્ધસેનજી પૂર્વવર્તી અને શ્રી જિનભદ્રગણિજી પશ્ચાદ્વર્તી હોય એમ અનુમાન કરાય છે. શ્રી જિનભદ્રગણિજી આદિ કેટલાક આચાર્યો આગમિકપરંપરાને અનુસરનારા હતા. અને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી આદિ બીજા કેટલાક આચાર્યો તર્કપ્રધાન દૃષ્ટિવાળા હતા. વસ્તુનું સ્વરૂપ એક જ હોવા છતાં પણ જેમ નિશ્ચયનયની દૃષ્ટિએ અને વ્યવહારનયની દૃષ્ટિએ સાપેક્ષપણે વસ્તુ સ્વરૂપ ભિન્ન ભિન્ન જણાય છે તેવી જ રીતે આગમિકપરંપરાને અને તાર્કિકપરંપરાને અનુસરવાના કારણે ઉપરોકત આચાર્યોમાં સાપેક્ષપણે દૃષ્ટિભેદ હતો.
ક્રમોપયોગવાદ-સહોપયોગવાદ અને અભેદોપયોગવાદનો વિવાદ તે કાલે પણ ચાલતો હોવો જોઈએ. પરંતુ આ ચર્ચા તે કાલે મુખપાઠરૂપે જ હશે એમ લાગે છે. તે ચર્ચાને શ્રી સિદ્ધસેનસૂરિજીએ આ ગ્રન્થના બીજા કાંડમાં તર્કશૈલીથી આલેખી હોય અને તેના પ્રત્યુત્તરરૂપે શ્રી જિનભદ્રગણિજીએ વિશેષણવતીમાં આ ચર્ચા આલેખી હોય એમ લાગે છે. તર્કશૈલીવાળાને આગમપાઠનો વિરોધ આવવાનો ભય રહે છે. પરંતુ તર્કશૈલીથી સિદ્ધ થતા અર્થને સંગત કરવા શાસ્ત્રપાઠોના અર્થોનો નયભેદે ભિન્ન ભિન્ન અર્થ કરીને બન્નેની સંગતિ કરી હોય એમ જણાય છે. તેવી જ રીતે આગમિકપરંપરાને અનુસરનારા આચાર્યોએ તર્કશૈલીથી સિદ્ધ થતા અર્થની નયભેદની વિવક્ષાથી સંગતિ કરી હોય એમ જણાય છે. શ્રી જિનદાસગણિજીએ પ્રાકૃતભાષામાં સંસ્કૃત ભાષાથી મિશ્ર ઘણી ચૂર્ણિઓ બનાવી છે. તેઓ
૧. જુઓ પંડિતજી શ્રી સુખલાલભાઈના લખાયેલા સન્મતિપ્રકરણના ગુજરાતી વિવેચનમાં પ્રસ્તાવનાની અંદર પાના નંબર ૬૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org