________________
૨૧૪ કાર્ડ-૩ – ગાથા-૧
સન્મતિપ્રકરણ પણ સત્તા નામના સામાન્યની સાથે જ છે એમ નિયમન કરે છે આ બન્નેમાંના કોઈ પણ એક વિના બીજું સંભવતું નથી.
જગતમાત્રના સઘળા પણ પદાર્થો આ રીતે સામાન્યાત્મક અને વિશેષાત્મક એમ ઉભયાત્મક છે. આ ઉભયાત્મકપણું એ જ વસ્તુનું સહજ અને સાચું સ્વરૂપ છે. પરિણામિકભાવ છે. સામાન્ય રૂપે રહેલા દ્રવ્યનું નવા નવા વિશેષપણે પરિણમન થવું એ જ પદાર્થનું સ્વાભાવિક સ્વરૂપ છે. તે બન્નેમાં જ્યારે વિશેષને આશ્રયી વચનવ્યવહાર પ્રવર્તે છે ત્યારે દ્રવ્ય અને પર્યાયનું અન્યત્વ (ભિન્નત્વ) જણાય છે. અને જ્યારે સામાન્યને આશ્રયી વચનવ્યવહાર પ્રવર્તે છે ત્યારે દ્રવ્ય અને પર્યાયનો અભેદ (અનન્યત્વ) જણાય છે. પદાર્થમાત્રનું આવું સ્વરૂપ છે. સામાન્યમાં વિશેષ પણ છે જ, અને વિશેષમાં સામાન્ય પણ છે જ.
માટીનો એક પિંડ લઈને ઘટ બનાવીએ ત્યારે કાલક્રમે થતા મૃત્યિંડ-સ્થાસ-કોશકુશુલ-ઘટ આદિ જે અવસ્થાઓ છે તે જુદી-જુદી હોવાથી વિશેષ છે. પરંતુ તે સઘળા ય વિશેષોમાં “મૃત્વ” માટીપણું તો રહેલું જ છે. આ જે મૃત્વ (માટીપણું) છે. તે સામાન્ય છે. એવી જ રીતે મૃત્વ (માટીપણું) સામાન્ય ચાલુ રહેતે છતે મૃતિંડાદિ વિશેષો પણ તેમાં જ થાય છે. બહાર થતા નથી. માટે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક પદાર્થ છે. તેથી જ વચનવ્યવહારો પણ તેવા તેવા થાય છે અને તે પદાર્થોનું તેવું જ જ્ઞાન કરવું જોઈએ, તો જ તે જ્ઞાન યથાર્થ બને છે.
| વેદાદર્શન (જૈમીનીય દર્શન પ્રભાકર તથા કુમારિલ્લ ભટ્ટ) આદિ “સત્યં વ્ર ના ” કહીને આખું જગત એકબ્રહ્મ રૂપ જ છે. સર્વવસ્તુઓ સર્વથા એકરૂપ જ છે આમ જે માને છે તે એકાત્ત સામાન્યવાદી છે. સકલવસ્તુને એકરૂપ માનીને તેમાં રહેલા વિશેષોનો અપલાપ કરે છે. સઘળી ય વસ્તુ સર્વથા એકસ્વરૂપ ક્યાં છે? જીવ સચેતન છે, જડ અચેતન છે. જીવમાં પણ સ્થાવર જીવો અલ્પચેતના વાળા છે. બીજા જીવો અધિકઅધિક ચેતનાવાળા છે. પંચેન્દ્રિયમાં પણ કોઈ સ્ત્રીઆકારે છે. કોઈ પુરૂષ આકારે છે કોઈ નપુંસક આકારે છે. તેથી પદાર્થપણે સામાન્ય હોવા છતાં પણ ઉપરોક્ત વિશેષોથી વિશેષ પણ છે જ. સર્વથા સામાન્યાત્મક કે એકાત્મક નથી. આ કારણે આવો જ એકાત્ત અભેદ વાદ છે તે મિથ્યા છે. માટે વેદાન્તદર્શનનો સર્વથા એકાન્ત સામાન્યવાદ ઉચિત નથી.
તથા બૌદ્ધદર્શન “ર્વ ક્ષ મ્' કહીને એકાન્ત વિશેષ વાદનું જ સમર્થન કરે છે. આ પણ સામાન્યના અપક્ષાપક હોવાથી બરાબર નથી. તે આ પ્રમાણે - તેઓનું કહેવું છે કે પ્રત્યેક વસ્તુઓ પ્રતિસમયે સર્વથા નાશ પામી જાય છે. અને બીજા સમયે સર્વથા નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પ્રતિસમયે વિશેષ-વિશેષ જ છે તેમાં સામાન્ય નામનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org