________________
કાણ્ડ-૩ – ગાથા-૫૪-૫૫
સન્મતિપ્રકરણ
(૫) કોઈ દર્શનકાર એમ માને છે કે આત્મા પણ છે અને તે નિત્ય છે. કર્મોનો કર્તા છે અને કર્મોનો ભોક્તા પણ છે. પરંતુ નિર્વાણ એટલે મોક્ષ નથી. આવું માનનાર વેદાન્ત દર્શન છે. તેઓનું કહેવું છે કે આ આત્મા નિરંતર કર્મો કરતો જ રહે છે અને ભોગવતો જ રહે છે. ભોગવતી વખતે નવાં નવાં પણ કર્મો બંધાતાં જ રહે છે તેથી કર્મોની આ સાઈકલ ચાલતી જ રહે છે. તેમાંથી છટકી શકાતું નથી માટે કોઈનો પણ મોક્ષ થતો નથી. વળી માનવીનું આયુષ્ય અને બુદ્ધિ પરિમિત છે. અને જગતના પદાર્થો તથા તેના ત્રિકાળવર્તી પર્યાયો અનંતાનંત છે. તેથી માનવીની આ બુદ્ધિ સકલ અનંતાનંત ભાવોને જાણવાને સમર્થ નથી. નાનામાં મોટી વસ્તુ સમાતી નથી. તેથી સર્વજ્ઞ કોઈ થયા નથી અને થશે પણ નહીં માટે મોક્ષ નથી. આ માર્ગ પણ બરાબર નથી. નાના કાચના ટુકડામાં મોટો પહાડ પણ પ્રતિબિંબિત થાય છે. આંખની નાની કીકીમાં સામેનું હજારો માનવીઓથી ભરેલું દૃશ્ય પ્રતિબિંબિત થાય છે. નાના કેમેરામાં મોટુ દૃશ્ય પણ દેખાય છે. તો જ્ઞાન એ તો આત્માનો અરૂપી ગુણ છે. તે જો નિરાવરણ હોય તો ત્રણે લોકના ત્રણે કાળના સર્વ ભાવો પ્રતિબિંબિત કેમ ન થાય ? અર્થાત્ થાય જ. એટલે કે સર્વજ્ઞ પણ હોય અને નિર્વાણ પણ હોય. છતાં કોઈ સર્વજ્ઞ નથી. અને કોઈ જીવનો કોઈ કાલે મોક્ષ થતો નથી આમ માનવું તે આધ્યાત્મિક વિકાસયાત્રાનું બાધક પાંચમું સ્થાન છે.
૩૫૮
(૬) કોઈ દર્શનકાર એમ માને છે કે નિર્વાણ (મોક્ષ) તો છે. પરંતુ મોક્ષના ઉપાયો નથી. તેઓનું કહેવું છે કે આ આત્મા જ્યારે સંપૂર્ણ શુદ્ધ-બુદ્ધ-નિર્મળ થાય ત્યારે જ મોક્ષ કહેવાય છે. આવું મોક્ષ છે. પરંતુ પ્રતિસમયે આ આત્મા કર્મો બાંધ્યા જ કરે છે અને ભોગવ્યા જ કરે છે. તેમાંથી છુટવાના કોઈ ઉપાયો જ નથી. તથા મુક્તિની પ્રાપ્તિ થાય તેવા સાધનભૂત કોઈ ઉપાયો નથી. આ રીતે ઉપાયોના અભાવે કોઈ પણ જીવનો મોક્ષ થતો નથી. જેમ અલોકાકાશ છે. પરંતુ ધર્માસ્તિકાયાદિ સહાયક દ્રવ્ય ન હોવાથી કોઈ ત્યાં જઈ શકતું નથી. તેમ મુક્તિ છે પણ તેને મેળવવાના ઉપાયો ન હોવાથી ત્યાં કોઈ જઈ શકતું નથી. આ માન્યતા પણ ખોટી છે. રત્નત્રયીની સાધના એ જ મુક્તિનો પરમ ઉપાય છે. જ્ઞાનાદિ આત્મગુણોની લયલીનતા, અને ભોગોનો ત્યાગ, ભોગોથી વૈરાગ્ય, વીતરાગદેવની પરમભક્તિ, આત્મતત્ત્વનું લક્ષ્ય. દ્રવ્ય-ભાવથી નિગ્રંથપણું, યથાર્થજ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઇત્યાદિ આ બધા મુક્તિના ઉપાયો છે.
ઉપર ૫૪ મી ગાથામાં કહેલાં છએ સ્થાનો આત્મકલ્યાણના બાધક વિચારો છે. જેવા વિચારો હોય તેવાં જ વાણી અને વર્તન પ્રવર્તે છે. તેથી મન-વચન અને કાયાની સમસ્ત પ્રવૃત્તિ મુક્તિ માર્ગથી વિરૂદ્ધ પ્રવર્તે છે. આ કારણે આત્મકલ્યાણનાં આ બાધક તત્ત્વો છે.
માટે મિથ્યાત્વનાં સ્થાનો છે.
તેનાથી વિપરીત એવાં ગાથા ૫૫ માં કહેલાં છએ સ્થાનો જો એકાન્તતાપૂર્વક સ્વીકારવામાં આવે તો તે પણ મિથ્યાત્વનાં જ સ્થાનો છે જેમ કે ‘આત્મા અત્યેવ, નિત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org