________________
૧૧૪
કાડ-૧ – ગાથા-૫૩
સન્મતિપ્રકરણ ઉપકારક છે અને જિનકલ્પ લઈ શકે તેવા સામર્થ્યવાળા અંતિમકાલમાં નિર્વસ્ત્રાવસ્થા ઉપકારક છે. તેથી જ્યાં જ્યાં જે જે અવસ્થા ઉપકારક હોય ત્યાં ત્યાં તે તે અવસ્થા સ્વીકારવામાં આવે તો સાપેક્ષપણે યથાસ્થાને બન્ને માર્ગ સમ્યમ્ બની શકે છે.
એવી જ રીતે જ્યાં સુધી ચલચિત્રો જોઈને આ જીવ વિકારી બની જાય છે. કરૂણાનું ચિત્ર જોઈને કરૂણાળું, શૃંગારનું ચિત્ર જોઈને વિકારી, ભયનું ચિત્ર જોઈને ભયભીત થઈ જાય છે, આવા પ્રકારનો નિમિત્તવાસી આત્મા છે, આલંબનના અનુસારે પરિણામ પામનારો છે ત્યાં સુધી આત્માને વૈરાગી અને વીતરાગી બનાવવા વીતરાગની મૂર્તિનું આલંબન પણ આવશ્યક છે. અને આ જ આત્મા જ્યારે નિરાલંબન અવસ્થામાં આવે છે. ત્યારે આ બાહ્ય આલંબન યોગી જેવી મહાદશામાં જરૂરી નથી અર્થાત્ તે દશાએ છોડવા જેવું પણ છે. ચાલવામાં પગ કામ ન કરતા હોય ત્યાં સુધી લાકડી લેવા જેવી છે અને પગ સાજા થાય ત્યારે તે જ લાકડી છોડવા જેવી પણ છે. આંખ કામ ન કરતી હોય તો ચશ્મા રાખવા જરૂરી પણ છે અને આંખ નિર્દોષ થાય ત્યારે તે જ ચશ્માં છોડવા જેવા પણ છે એમ સાલંબન અવસ્થામાં મૂર્તિ મંદિર ઉપકારી છે માટે ઉપાદેય છે. અને નિરાલંબનાવસ્થા આવે ત્યારે આ જ આલંબન ઉપેક્ષ્ય છે. આમ જો સાપેક્ષભાવ સમજવામાં આવે તો આ વિવાદો કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે તુરત સમજાઈ જાય તેમ છે અને વિવાદ છુટી પણ જાય. જો આ જીવ તટસ્થપણે વિચારે તો બધું જ સરળ અને સમજાય તેવું છે. જૈનશાસનની એક પણ વાત ન સમજાય તેવી નથી. પોતાની દૃષ્ટિ સુધારવાની જ જરૂર છે.
જ્ઞાનપ્રિય આત્માઓ ક્રિયાને ભાંડે અને ક્રિયાપ્રિય આત્માઓ જ્ઞાનને ભાડે આ પણ એકાન્તવાદ જ છે. જ્ઞાનની જ પ્રધાનતા કરનારા જીવો આવી ક્રિયા તો ભવોભવમાં ઘણી કરી, મેરૂપર્વત જેટલો ઢગલો થાય એટલી વાર ઓઘા લીધા પણ કલ્યાણ ન થયું. માટે આવી જડ ક્રિયા કરવાની કંઈ જ જરૂર નથી. તથા પતi ના તો ય આવા પાઠો આગળ કરીને આવી દલીલો જે કરાય છે તે પણ જ્ઞાનનો એકાતવાદ જ છે. તેથી મિથ્યા છે. એવી જ રીતે ક્રિયાપ્રિય જીવો ક્રિયાની જ પ્રધાનતા કરીને જ્ઞાનને વખોડે, ચૌદપૂર્વી પણ પ્રમાદને વશ થયા છતા નરક-નિગોદમાં ગયા. જેમ ચંદન ઉપાડનાર ગધેડો ચંદનના ભારને જ વહન કરનાર છે તેની સુગંધ તેને મળતી નથી. તેમ ક્રિયા વિનાના જ્ઞાનીને જ્ઞાનનો ભાર જ ઉપાડવાનો હોય છે. સદ્ગતિ મળતી નથી. આવી દલીલો કરીને ક્રિયા વિનાના જ્ઞાનને શુષ્કજ્ઞાન પોપટીયું જ્ઞાન કહીને ભાડે છે. આ પણ એકાન્તવાદ છે. કોઈ પણ બાજુનો આવો એકાન્તવાદ ઉપકારક નથી. પરંતુ યથાસ્થાને બન્ને વાર્તા ઉપકારક છે. એક ગામથી બીજે ગામ પહોંચવું હોય તો માર્ગનું જ્ઞાન પણ જરૂરી છે અને ગાડી ચલાવવી આ પણ એટલું જ જરૂરી છે. આમ આ બન્ને જરૂરી છે. ઉપરની એકાન્ત વાત કરનારા પોત પોતાના મતના આગ્રહી હોવાથી એકાન્તવાદી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org