________________
(૨૮)
પ્રભાવનાના પુષ્ટ આલંબન તરીકે ઓળખાય, તે વાત જ આ ગ્રંથમાં થયેલા, પ્રભુવીરના ધર્મપ્રવચનના, ગંભીર અર્થઘટનનો પ્રતિપાદનનો મહિમા વર્ણવવા માટે પર્યાપ્ત બની રહે છે.
શ્રીમાનું અભયદેવસૂરિ મહારાજે રચેલા ગંભીર વિવરણ યુક્ત આ મહાગ્રંથનું શ્રેષ્ઠ સંશોધન-સંપાદન પંડિત સુખલાલ-બેચરદાસની પંડિત-બેલડીએ દાયકાઓ અગાઉ કર્યું છે. તેઓએ જ ગ્રંથની મૂળ ગાથાઓનું સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન પણ છપાવેલ છે, આમ છતાં, આ ગ્રંથના તાત્પર્યને સમજવાનું જિજ્ઞાસુ બાળજીવોની પહોંચની બહાર જ રહેલું હોય છે. વિવિધ નયોની અપેક્ષાએ જગતના ભાવોનું યથાર્થ અને સર્વાગીણ દર્શન, આવા ગ્રંથના વિશદ અધ્યયન વડે જ, થઈ શકતું હોય છે, પણ ગહન તર્કજાળનું ભેદન કરવાનું સામાન્ય જીવ માટે કોઈ રીતે શક્ય પણ નથી.
આ બાબત પ્રત્યે પંડિતશ્રી ધીરુભાઈ મહેતાનું ધ્યાન ગયું. છેલ્લા છ-છ દાયકાથી જૈન પ્રવચનના વિવિધ ધાર્મિક, પ્રાકરણિક, સૈધ્યાત્તિક તથા દાર્શનિક ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન પં. શ્રી ધીરુભાઈએ સતત કર્યા કર્યું છે. નવા-નવા ગ્રંથોનું અધ્યયન તથા વાંચન કર્યા કરવું તથા અનુકૂળતા સધાય તો તેવા ગ્રંથો પર વિવેચન માટે કલમ ચલાવવી, આ પં. ધીરુભાઈનું ધર્મ-વ્યસન છે. આ કારણે જ તેમણે ઘણા બધા વિવેચનગ્રંથોનું સર્જન તથા પ્રકાશન પણ કર્યું જ છે. કઠિન ગ્રંથોના વિવેચનમાં રત્નાકરાવતારિકા તેમજ દ્રવ્યગુણપર્યાયનો રાસ વગેરે તેમનાં જાણીતાં અને ઉપયોગી પ્રકાશનો છે. તે જ શૃંખલામાં હવે આ સન્મતિતર્કનું વિવેચન પણ ઉમેરાય છે.
ગ્રંથની મૂળગાથાઓના સામાન્ય શબ્દાર્થ ઉપરાંત, ગ્રંથકાર તથા ટીકાકારને સંમત હોય તેવા અર્થને વિશદતાથી સમજાવતું વિસ્તૃત વિવેચન, તદન બાલભોગ્ય ભાષા તથા તેવી શૈલીમાં પંડિતજીએ આલેખ્યું છે. અતિ કઠિન ગ્રંથના ગહન ભાવોને એકદમ સુગમ અને સરળ ભાષામાં આલેખવાની કળા પંડિતજીને સહજ સાધ્ય છે, અને તેની પાછળ તેમનું છે છ દાયકાનું જ્ઞાનતપ તથા અધ્યાપનનો બહોળો અનુભવ જ કારણભૂત છે.
આવા સરસ વિવેચન ગ્રંથનું સર્જન તથા પ્રકાશન કરવા બદલ ૫. ધીરુભાઈને લાખો અભિનન્દન આપું છું અનુમોદના કરું છું અને આવા ગ્રંથ પ્રકાશનનો શ્રીસંઘે અઢાઈ ઉત્સવ કરવો જોઈએ તેવી ભાવના વ્યક્ત કરું છું.
આ. શીલચન્દ્રવિજય
સં. ૨૦૬૪, ફાગણ વદી-૮,
ખંભાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org