________________
(૨૭). વિસ્તૃત વિવેચન પણ પ્રગટ થયા છે. પં. સુખલાલજીએ કરેલ સંક્ષિપ્ત વિવેચન પણ વર્ષો પૂર્વે પ્રગટ થયું છે.
૫. ધીરુભાઈનું આ વિવેચન સન્મતિતર્કપ્રકરણના ભાવને ગુજરાતી ભાષામાં સરળ અને સુગમશૈલીમાં રજુ કરતું પ્રગટ થઈ રહ્યું છે તે ઘણા આનંદની વાત છે.
પં. ધીરુભાઈ ઘણાં વર્ષોથી અધ્યાપનક્ષેત્ર સાથે જોડાયા છે. અધ્યાપન સમયે વિષયાંતર કર્યા વિના પ્રથમ ક્ષણથી જ વિષયને લઈને આગળ વધે છે. અભ્યાસીઓને સંતોષ ન થાય ત્યાં સુધી સુંદર છણાવટ કરે છે. વિદ્યાર્થીઓને ક્યાં મુશ્કેલી પડતી હોય છે તે તેઓ અધ્યાપનના અનુભવના કારણે સારી રીતે જાણતા હોવાથી તેવા સ્થળે વિગતે વિવેચન કરે છે. પંડિતજીનું વિવેચન નિઃશંક “સન્મતિતર્કપ્રકરણ'ના અધ્યયન માટે ઘણું મદદકારક બની રહેશે.
પંડિતજી આવા બીજા પણ અનુવાદો-વિવેચનો કરે એવી આશા રાખીએ.
કારતક વદ-૫, વિ.સં. ૨૦૬૪ દીપા કોપ્લેક્ષ, અડાજણ પાટીયા,
સૂરત.
લિ. આ. મુનિચંદ્રસૂરિજી
છેમંગલ ભાવના પર
શ્રી જિનેશ્વરપ્રભુના ધર્મ-પ્રવચનના તાત્પર્યને તર્કપૂત રીતે સમજવા માટે જે કેટલાક ચાવીરૂપ તર્કગ્રંથો આપણા મહાન શ્રુતસ્થવિર ભગવંતોએ રચ્યા છે, તે સહુમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ ભગવંતે રચેલ સન્મતિતર્ક ગ્રંથ મોખરાનું સ્થાન ભોગવે છે.
પ્રભુવીરનાં વિવિધ નામોમાં એક નામ સન્મતિ છે. તે અપેક્ષાએ જોઈએ તો સન્મતિ અર્થાત્ પ્રભુ મહાવીરનો તર્ક તે સન્મતિતર્ક, બીજી રીતે, વિરપ્રભુનું અનેક નયાત્મક દર્શન છે, તેનું નિરૂપણ કરતો ગ્રંથ તે સન્મતિતર્ક.
સામાન્યતઃ શાસ્ત્ર કે દર્શન કે આગમનો કોઈપણ ગ્રંથ જ્ઞાનના સાધન તરીકે ઓળખાતો હોય છે. પરંતુ આ સન્મતિતર્ક ગ્રંથ તે દર્શનપ્રભાવક ગ્રંથ અથવા તો સમ્યગદર્શનના સાધનરૂપ ગ્રંથ તરીકે આપણે ત્યાં પ્રખ્યાત છે. જ્ઞાનમય ગ્રંથ, દર્શનના તથા દર્શનની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org