________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
- પુરોવચન
'एगंतो मिच्छत्तं जिणाणमाणा अणेगंतो ।' શાસ્ત્રોમાં કહ્યું છે કે “એકાન્તવાદ મિથ્યાત્વ છે. ભગવાનની આજ્ઞા અનેકાન્તવાદ છે.” जो सियवायं भासति पमाणनयपेसलं गुणाधारं । भावेइ मणे सया सो हु पमाणं पवयणस्स ॥ जो सियवायं निंदति पमाण-नयपेसलं गुणाधारं । भावेण दुट्ठमणो न सो पमाणं पवयणस्स ॥
જૈન શાસ્ત્રો કહે છે કે પ્રમાણ-નયથી વિભૂષિત અનેક ગુણોના આધારભૂત એવા સ્યાદ્વાદને જેઓ પ્રરૂપે છે, સદાય મનમાં એનાથી ભાવિત થતા રહે છે તેવા શાસનમાં પ્રમાણ છે. જે લોકો ગુણના આધારભૂત પ્રમાણનયાલંકૃત સ્યાદ્વાદને નિંદે છે. અંદરથી દુષ્ટ મનવાળા તેઓ શાસનમાં પ્રમાણભૂત નથી.
શ્રી સન્મતિતર્ક પ્રકરણ શાસ્ત્રમાં પણ છેલ્લે કહ્યું છે કે જેના વિના લોકવ્યવહાર પણ ઠરીઠામ ન થઈ શકે એવા અનેકાન્તવાદને નમસ્કાર.
બાકીના બધા જૈન સિદ્ધાન્તો મણકા જેવા છે અને અનેકાન્તવાદનો જૈન સિદ્ધાન્ત એ મણકાઓને હારમાં પરોવનાર સોનાની જરીના દોરા જેવો છે. એટલે અનેકાન્તવાદથી નિરપેક્ષ જૈન સિદ્ધાન્તોના મણકા કંઈ કામના રહેતા નથી. વાદી-પ્રતિવાદી બને ભાવથી અનેકાન્તવાદી હોય તો કોઈ ઝઘડાને અવકાશ જ નથી રહેતો. જો બંને એકાન્તવાદી હોય તો ઝઘડા જ ઝઘડા ચાલ્યા કરે. જો બેમાંથી એક અનેકાન્તવાદી હશે તો એ સંયમપૂર્વક અને શાલીનતાથી સભ્ય રીતે જૈન સિદ્ધાન્તને માનશે અને પ્રચારશે, પણ જે એકાન્તવાદી હશે તે અન્ધાધૂન્ય રીતે ઝનૂની થઈને કટ્ટરવાદી બનીને ઝઘડાખોર થઈને ધર્મ કે ભગવાનની આજ્ઞાના નામે પણ પોતાની અંગત માન્યતાઓનો જોરશોરથી પ્રચાર કરીને ઝઘડાઓ વધારવાનું કાર્ય કરતો જ રહેશે
સર્વ અનિષ્ટોના નિવારણનું રામબાણ ઔષધ અનેકાન્તવાદ છે. સર્વ જૈનોએ પ્રબુદ્ધ બનવા માટે યોગ્ય ઉંમરે સંક્ષેપથી પણ અનેકાન્તવાદનો અભ્યાસ કરવો જ જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org