________________
૩૧૮
કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯
સન્મતિપ્રકરણ બૌદ્ધ આદિ બીજા કેટલાક દર્શનકારો અવયવોનો સમૂહ ભેગો થવાથી કાર્ય થાય છે. આમ માને છે. જેમ કે બુંદીના દાણાનો વાળીને એક લાડુ બનાવ્યો. ત્યાં દાણાઓના સમૂહથી જ લાડુ સ્વરૂપ કાર્ય થયું છે. તેવી જ રીતે યથાસ્થાને દરેક કાર્યોના પોત-પોતાના અવયવો ગોઠવવાથી ટેબલ-ખુરશી-પંખી-મકાન વિગેરે કાર્ય થતાં દેખાય છે. અને પૌગલિક તમામ સ્થૂલકાર્યો અવયવોના સમૂહની રચનાથી જ બનતાં દેખાય છે તેથી આ દર્શનકારો અવયવોના (અંશોના) સમૂહનો યથાસ્થાને સંયોગવિશેષ કરવાથી કાર્ય થાય છે. આમ માને છે. તેથી તે દર્શનકારોને “સમૂહવાદી” કહેવાય છે. આ બૌદ્ધ દર્શનકારો સાંખ્યદર્શનની જેમ રૂપાન્તર થવા સ્વરૂપ પરિણામાત્મક કાર્ય માનતા નથી. કારણ કે ક્ષણિકવાદની માન્યતા હોવાથી વ સ્થિર એવું કોઈ દ્રવ્ય નહીં હોવાથી પૂર્વાપર સમયે પરિણામાન્તર થતું હોય આવું તેઓ માનતા નથી. તથા નૈયાયિક અને વૈશેષિક દર્શનકારોની જેમ “અવયવોની યથાસ્થાને રચના થવાથી તે અવયવોથી ભિન્ન (અર્થાત્ અપૂર્વ) એવું, અને સમવાયસંબંધથી તેમાં રહેલું એવું “અવયવી” નામનું એક જુદા પદાર્થ રૂપે સમવેત કાર્ય ઉત્પન્ન થાય છે. આમ પણ આ બૌદ્ધદર્શનકારો સ્વીકારતા નથી. માત્ર અવયવોનો સમૂહ એ જ કાર્ય બને છે. આમ માને છે. તેથી તે સમૂહવાદી કહેવાય છે.
તથા નિયાયિક અને વૈશેષિક દર્શનકારો અવયવોના સમૂહની યથાસ્થાને રચના કરવાથી તેમાં સમવાય સંબંધથી છુપ છુપો રહેલો અને અવયવોથી સર્વથા ભિન્ન એવો અપૂર્વ “અવયવી” નામનો પદાર્થ અવયવોમાં કાર્યરૂપે ઉત્પન્ન થાય છે. અને તે કાર્ય કહેવાય છે. આમ માને છે. બુંદીના સેંકડો દાણા જે છે તે અવયવ છે. તેને વ્યવસ્થિતપણે વાળવાથી તે દાણાથી ભિન્ન એવો અને તે દાણામાં જ સમવાય સંબંધથી રહેલો એવો (મોદક) “લાડુ” નામનો જે અવયવી પદાર્થ ઉત્પન્ન થાય છે તે જ કાર્ય છે. આમ કારણોના સમૂહનું યથાસ્થાને આરંભ (જોડાણ) થવાથી અવયવી નામનું અપૂર્વ અર્થાત્ અવયવોથી સર્વથા ભિન્ન અને તે જ અવયવોમાં સમવાયસંબંધથી રહેલું એવું કાર્ય ઉત્પન્ન થાય છે. આમ માને છે. તેથી આ દર્શનકારો અવયવોના જોડાણથી (સંયોગથી આરંભથી) કાર્ય થાય છે. આમ માને છે. તેથી તે દર્શનકારોને સંયોગવાદી અથવા આરંભવાદી કહેવાય છે.
સાંખ્યો પરિણામવાદી છે. બૌદ્ધો સમૂહવાદી છે અને તૈયાયિક-વૈશેષિકો સંયોગવાદી અર્થાત્ આરંભવાદી છે. તે તમામની સામે જૈનદર્શનકારોનું કહેવું આવું છે કે પરિણામવાદ સમૂહવાદ અને આરંભવાદ આ ત્રણે કથંચિત્ એક સ્વરૂપ છે. માત્ર જોનારા એવા તે તે દર્શનકારોની દૃષ્ટિ જુદી જુદી છે. કોઈ કોઈ દર્શનકારો પોતાની દૃષ્ટિ જે બાજુ ઢળી ગઈ હોય છે તે એક બાજુ જ એટલે કે (એક) એક નયનો (દષ્ટિનો) જ આગ્રહ રાખે છે ત્યારે તેઓને એક જ દેખાય છે. બીજું દેખાતું નથી. પણ જો આગ્રહ (કદ પ્રહ) છોડીને તટસ્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org