________________
૩૧૭
સન્મતિપ્રકરણ
કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯ दव्वंतरसंजोगाहिं केचिद्दवियस्स बेंति उप्पायं । उप्पायत्थाऽकुसला, विभागजायं ण इच्छंति ॥ ३८ ॥ अणु दुअणुएहिं दव्वे, आरद्धे “तिअणुअं" ति ववएसो । तत्तो य पुण विभत्तो, अणु त्ति जाओ अणू होइ ।। ३९ ॥ द्रव्यान्तरसंयोगेभ्यः केचिद् द्रव्यस्य ब्रुवन्त्युत्पादम् । उत्पादाकुशला, विभागजातं नेच्छन्ति ।। ३८ ॥ अणु-द्वयणुकाभ्याम् द्रव्ये आरब्धे "त्र्यणुकमिति" व्यपदेशः । ततश्च पुनर्विभक्तोऽणुरिति जातोऽणुर्भवति ॥ ३९ ।।
ગાથાર્થ - કેટલાક દર્શનકારો (ખાસ કરીને તૈયાયિક-વૈશેષિકો) દ્રવ્યોના સંયોગમાત્રથી જ દ્રવ્યનો ઉત્પાદ થાય છે એમ કહે છે. પરંતુ ઉત્પાદના સાચા અર્થને જાણવામાં અકુશળ એવા તેઓ વિભાગથી થનારા ઉત્પાદને જાણતા જ નથી. ૩૮ |
એક પરમાણુ અને એક યણુક મળવા વડે પ્રારંભાયેલ દ્રવ્યને “આ ચણુક થયો” આ પ્રમાણે જેમ કહેવાય છે. તેવી જ રીતે તે ચણુકથી વિભક્ત થયેલો (છૂટો પડેલો) જે અણુ છે તે હવે “પરમાણુ” બન્યો, આમ પણ જરૂર કહેવાય છે. ૩૯ ||
વિવેચન - આ કાંડની ગાથા ૩૨-૩૩ માં જૈનદર્શનના સિદ્ધાન્તાનુસાર ઉત્પાદના પ્રયોગજનિત અને વિશ્રા એમ બે પ્રકારના ઉત્પાદ જણાવ્યા એટલે કે પ્રાણીઓના પ્રયતથી, તથા વિશ્રા સ્વભાવથી અને રૂપાન્તર થવા રૂપે સંયોગ જન્ય અને વિભાગજન્ય કાર્યો થાય છે. આમ ૩૨-૩૩માં ઉત્પાદ સમજાવ્યો છે. આ બાબતમાં બીજા દર્શનકારો ઉત્પાદન જુદી રીતે વર્ણવે છે. તેઓએ માનેલી ઉત્પાદની આ રીત પ્રત્યે નારાજગી જણાવવા (અર્થાત્ આ રીત બરાબર નથી એમ જણાવવા) માટે ગ્રંથકારશ્રી આ ચર્ચા શરૂ કરે છે -
સાંખ્યદર્શન આદિ કેટલાક દર્શનકારો કાર્યને કારણનો પરિણામ માત્ર (રૂપાન્તર થવા પણા રૂ૫) માને છે. અર્થાત્ કાચા મગ એ કારણ છે અને સીઝેલા મગ એ કાર્ય છે. ત્યાં કાચા મગનું સીઝેલા મગ રૂપે રૂપાન્તર માત્ર થવા રૂપ જે પરિણામ છે તે જ કાર્ય છે એટલે બીજું કશું જ નહીં પણ પૂર્વના પર્યાય રૂપે રહેલા દ્રવ્યનું નવા પર્યાય રૂપે રૂપાન્તર માત્ર થવું તે જ કાર્ય છે. આ જ રીતે દૂધનું દહીંરૂપે રૂપાન્તર થવું - પરિણામાન્તર થવું તે જ દહીં કાર્ય છે. બીજું કશું નથી. આ માન્યતાવાળાને પરિણામવાદી કહેવાય છે. સર્વે પણ દ્રવ્યો પોત પોતાના નવા નવા પર્યાયરૂપે રૂપાન્તર માત્ર થાય છે. નવા નવા પર્યાય માત્ર રૂપે જ બને છે પર્યાયાન્તર જ થાય છે. આ મતને પરિણામવાદી જાણવા.
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org