SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ કાણ્ડ-૨ – ગાથા-પ સન્મતિપ્રકરણ ઉપર કહેલા સૂત્રપાઠોના આધારે ક્રમોપયોગવાદી આચાર્યોનું (પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજી આદિનું) એવું કથન છે કે કેવલી પરમાત્મામાં પ્રતિસમયે ક્રમશર જ્ઞાનદર્શન પ્રવર્તે છે. વળી તેઓ પાસે બીજો પણ સાક્ષીભૂત એવો સૂત્રપાઠ છે કે ‘‘સમયં સ્થિ તો કવઓ।''શ્ ૧૩૨ એકી સાથે દર્શન-જ્ઞાન એમ બન્ને ઉપયોગો હોતા નથી. આવા આવા સૂત્રપાઠોના આલંબને આ આચાર્ય મહર્ષિઓનું કહેવું છે કે આ બન્ને ઉપયોગો ક્રમશર પ્રવર્તે છે. I૪ ક્રમવાદીની સામે સહવાદીની દલીલ - केवलणाणावरणखयजायं केवलं जहा णाणं । तह दंसणं पि जुज्जड़ णियआवरणक्खयस्सं ॥ ५ ॥ केवलज्ञानावरणक्षयजातं केवलं यथा ज्ञानम् । तथा दर्शनमपि युज्यते निजावरणक्षयस्यान्ते ॥ ५ ॥ ગાથાર્થ - કેવલજ્ઞાનના આવરણનો ક્ષય થવાથી જેમ કેવલજ્ઞાન થાય છે. તેમ કૈવલદર્શન પણ પોતાના આવરણના ક્ષયને અંતે ઉત્પન્ન થાય એ જ યોગ્ય છે. || ૫ | વિવેચન - ક્રમવાદી - સહવાદી અને અભેદવાદી એવા પ્રકારના આ ત્રણ જાતના વાદીઓના વાદોની ચર્ચા ચાલે છે ચોથી ગાથામાં ક્રમવાદીએ સૂત્રપાઠનો આધાર લઈને અને તેના સુપ્રસિદ્ધ અર્થને જ અનુસરીને બીજો અર્થ કરવામાં તીર્થંકર પરમાત્માની આશાતનાના ભયને કારણે ક્રમોપયોગવાદ રજુ કર્યો, તેનો પ્રતિકાર કરવા માટે સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી સહવાદી આચાર્યને ઉભા કરે છે. અર્થાત્ હમણાં પોતે મૌન રહે છે. બીજા પક્ષવાળાની રજુઆત વડે જ પ્રથમ પક્ષવાળાનો પરાભવ જો થતો હોય તો આપણે બોલવાની શું જરૂર છે ? પહેલા અને બીજાનો જ સંવાદ જોઈએ. પછી બન્નેની સામે આપણે પ્રતિકાર કરીશું - એવી નીતિ અપનાવીને સહવાદી દ્વારા કરાયેલી દલીલો વડે ક્રમવાદીની વાતનું નિરસન કરે છે - ૧. શ્રી વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૩૦૯૬ नाणम्मि दंसणम्मि य, एत्तो एगयरम्मि उवउत्तो । સવ્વસ્ત્ર તિક્ષ્મ ગુાવ, વો સ્થિ કવોT / ૩૦૯૬ તથા પૂજ્યશ્રી વિનયવિજયજી મ.સા. કૃત લોકપ્રકાશ-દ્રવ્યલોકપ્રકાશ-સર્ગ ત્રીજો શ્લોક નંબર ૯૭૪ થી ૯૮૧. પૂ. અભયદેવસૂરિજીકૃત ટીકામાં આ બાબતની ચર્ચા માટેની નન્દિસૂત્ર-વિશેષાવશ્યક આદિગ્રન્થોની ઘણી ગાથાઓ લખી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy