________________
૧ ૨૬
કાડ-૨ – ગાથા-૩
સન્મતિપ્રકરણ દર્શનકાલે સામાન્ય ભાસમાન થાય છે. વિશેષ અભાસમાન જેવું (ગૌણ) રહે છે. અને જ્ઞાનકાલે વિશેષ ભાયમાન થાય છે. સામાન્ય અભાસમાન જેવું (ગૌણ) રહે છે. રો.
દર્શન અને જ્ઞાન કાલભેદ હોય છે કે યુગપદ્ હોય છે. તેનું વર્ણન - मणपज्जवणाणंतो णाणस्स य दरिसणस्स य विसेसो । केवलणाणं पुण दंसणं ति णाणं त्ति य समाणं ॥ ३ ॥ मनःपर्यवज्ञानान्तो ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः । केवलज्ञानं पुनदर्शनमिति ज्ञानमिति च समानम् ॥ ३ ॥
ગાથાર્થ - મન:પર્યવજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાનોમાં જ્ઞાનની અંદર અને દર્શનની અંદર પરસ્પર વિશેષતા (ભેદ) છે. પરંતુ કેવલજ્ઞાનની બાબતમાં જ્ઞાન અને દર્શન બન્ને સમાન છે. એક જ છે. // ૩ /
વિવેચન - સામાન્યધર્મનું જે ગ્રહણ તે દર્શન અને વિશેષધર્મનું જે ગ્રહણ તે જ્ઞાન આવી આ જ કાંડની પહેલી ગાથામાં કહેલી વ્યાખ્યા જોતાં, અને દર્શનોપયોગકાલે સામાન્ય ધર્મો પ્રધાનતાએ ભાસમાન હોય છે અને વિશેષધર્મો (ગણપણે ભાસમાન હોવાથી) અભાસમાન તુલ્ય હોય છે તથા જ્ઞાનોપયોગકાલે વિશેષધર્મો પ્રધાનતાએ ભાસમાન હોય છે અને સામાન્યધર્મો (ગણપણે ભાસમાન હોવાથી) અભાસમાનતુલ્ય હોય છે આવી આ જ કાંડની બીજી ગાથામાં કહેલી વ્યાખ્યાને અનુસારે સહેજે સહેજે એવો ભાસ થાય છે કે દર્શન અને જ્ઞાન આ બન્ને ભિન્ન ભિન્ન શક્તિઓ છે. આત્માની એક જ ચેતનાશક્તિ અમુક કાલે દર્શનોપયોગરૂપે વપરાય છે. અને અમુકકાલે જ્ઞાનોપયોગરૂપે વપરાય છેઆમ આ બન્ને શક્તિઓ કાલભેદે ભિન્ન ભિન્ન છે. આમ સમજાય છે.
આ કારણથી જ કર્મગ્રંથ-કમ્મપડિ-પંચસંગ્રહ તથા વિશેષાવશ્યકભાષ્ય આદિ ગ્રંથોના અભ્યાસકાલે ગ્રન્થકારો અને ટીકાકારોના અભિપ્રાયો જોતાં છવસ્થ જીવોમાં અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્તે ઉપયોગ બદલાય છે. પ્રથમ અંતર્મુહૂર્ત દર્શનોપયોગ અને પછીના અન્તર્મુહૂર્ત વિશેષોપયોગ આમ ઉપયોગની પરાવૃત્તિ સદા ચાલુ હોય છે. તથા કેવલી પરમાત્મામાં પણ સમયે સમયે ઉપયોગની પરાવૃત્તિ અવશ્ય હોય છે. ત્યાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને મુક્તિની પ્રાપ્તિ આ બધી લબ્ધિ વિશેષ (લાભવિશેષ) છે. અને તે સર્વે લબ્ધિઓ સાકારોપયોગવંતને જ થાય છે. તેથી પ્રથમ સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ, ત્રીજા સમયે જ્ઞાનોપયોગ અને ચોથા સમયે દર્શનોપયોગ આમ અનંતકાલ સુધી આ બન્ને ઉપયોગો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org