________________
૧૮૦ કાષ્ઠ-૨ – ગાથા-૨૯
સન્મતિપ્રકરણ દર્શન કહેવાય છે. પરંતુ અનુમાનાદિ ઇતરપ્રમાણો વડે જે શ્રુતજ્ઞાન થાય છે. તે પ્રત્યક્ષ ન હોવાથી શ્રુતજ્ઞાન જ રહે છે. દર્શન કહેવાતું નથી. કારણ કે ત્યાં પ્રત્યક્ષ ગ્રહણ નથી.
ટીકામાં કહ્યું છે કે - Wાત્ શ્રુતજ્ઞાનપ્રતિ: પાર્થ ૩૫૭ધ્યયનવિષયાસ્તથાભૂતાર્થवाचकत्वात् श्रुतशब्दस्य प्रत्यक्षं न गृह्यन्ते, अतो न श्रुतं चक्षुदर्शनसंज्ञम्, मानसमचक्षुर्दर्शनसंज्ञम्, श्रुतं भविष्यतीत्येतदपि नास्ति अवग्रहस्य मतित्वेन पूर्वमेव दर्शनतया निरस्तत्वात् ।
મતિજ્ઞાનમાં પણ કેટલાક મતિજ્ઞાનમાં જ દર્શનશબ્દનો વ્યવહાર અને શ્રુતજ્ઞાનમાં પણ કેટલાક શ્રુતજ્ઞાનમાં જ દર્શનશબ્દનો વ્યવહાર જાણવો. પુરેપુરા મતિજ્ઞાનમાં કે પુરેપુરા શ્રુતજ્ઞાનમાં ઉપરોક્ત વ્યાખ્યા પ્રમાણે દર્શનશબ્દ વ્યવહારાતો નથી. / ૨૮ //
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની બાબતમાં કેટલાક ભાગમાં જ જો દર્શન શબ્દ વ્યવહારાય છે, સર્વત્ર નહીં, તો અવધિજ્ઞાનની બાબતમાં શું છે ? અવધિજ્ઞાનમાં પણ શું કેટલાક ભાગમાં જ દર્શનશબ્દ વ્યવહારાય છે કે સર્વત્ર ? આ વાત ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે
जं अप्पुट्ठा भावा, ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिण्णाणे, दंसणसद्दो वि उवउत्तो ॥ २९ ।। यस्मादस्पृष्टा भावा, अवधिज्ञानस्य भवन्ति प्रत्यक्षाः । तस्मादवधिज्ञाने, दर्शनशब्दोऽप्युपयुक्तः ॥ २९ ॥
ગાથાર્થ - અવધિજ્ઞાન દ્વારા અસ્પૃષ્ટ સઘળા પણ ભાવો જે કારણથી પ્રત્યક્ષ જણાય છે. તેથી સઘળા પણ અવધિજ્ઞાનમાં (જ્ઞાનશબ્દની જેમ) દર્શનશબ્દ પણ જોડાયેલો છે.
વિવેચન - અવધિજ્ઞાન આ એક વિશિષ્ટલબ્ધિ છે. આવી વિશિષ્ટ લબ્ધિ જેને પ્રાપ્ત થઈ હોય, તેને ઇન્દ્રિયોની સાહાધ્ય વિના પરમાણુ-યણુક આદિ જેવા અત્યન્ત સૂક્ષ્મ અને મેરૂપર્વત જેવા દૂરતરવતી, પદાર્થો જોવા-જાણવાનું જ્ઞાન થાય છે. સિંહાસન ઉપર બેઠેલા ઇન્દ્ર મહારાજા ભૂમિ ઉપર જન્મેલા પરમાત્માને સાક્ષાત્ જોઈ શકે છે. આવી લબ્ધિઓમાં “સામાન્યબોધ” પ્રથમ થાય, તેને દર્શન કહેવાય અને વિશેષબોધ પછી થાય તેને જ્ઞાન કહેવાય” આ બધી વાત સંભવિત જ નથી. માટે દર્શનશબ્દની સામાન્યબોધવાળી વ્યાખ્યા છોડીને આ વ્યાખ્યા જ સ્વીકારી લેવી જોઈએ - આ વ્યાખ્યા પ્રમાણે સઘળા પણ અવધિજ્ઞાનને અવધિદર્શન કહી શકાય છે. તેમાં કોઈ જ મુશ્કેલી આવતી નથી. જે કોઈ અવધિજ્ઞાન છે. તે સઘળું પણ અવધિજ્ઞાન દર્શનશબ્દની નવી વ્યાખ્યાથી યુક્ત છે. તેથી સઘળા પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org