________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૩૦
૧૮૧ અવધિજ્ઞાનને અવધિદર્શન કહેવાય છે. જે અવધિજ્ઞાન છે. તે જ ઉપરોક્ત વ્યાખ્યાવાળું હોવાથી અવધિદર્શન પણ કહેવાય છે.
કારણ એ છે કે આવા પ્રકારના અવધિજ્ઞાનથી સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ, દૂરથી પણ દૂર જે કોઈ પદાર્થો જણાય છે તે બધા જ પદાર્થો આત્મસાક્ષીએ સાક્ષાત્ જણાય છે. તેમાં ઇન્દ્રિયાદિ કોઈ પણ પરપદાર્થની સાહાટ્ય લેવી પડતી નથી. તથા તેમાં ઇન્દ્રિયોની સાથે વિષયનો સંબંધ નથી માટે અસ્પૃષ્ટ પણ છે જ, બાહ્ય ઇન્દ્રિયોના વિષયો નથી માટે અવિષયભૂત પણ છે જ, અને આત્મા સાક્ષાત્ દેખે છે. કલ્પના કરતા નથી, અનુમાન લગાવતા નથી માટે પ્રત્યક્ષ પણ છે જ, એટલે દર્શનશબ્દની ઉપરોક્ત વ્યાખ્યા પરિપૂર્ણ એવા અવધિજ્ઞાનમાં સંભવે છે. તેથી જરા પણ વિવાદ વિના સઘળા પણ અવધિજ્ઞાનમાં આ દર્શન શબ્દનો વ્યવહાર કરાય છે. તેથી જે અવધિજ્ઞાન છે તે જ અસ્પષ્ટ, અવિષયભૂત, અને પ્રત્યક્ષ હોવાથી દર્શન કહેવાય છે. પરંતુ અવધિજ્ઞાની આત્મા પ્રથમ જે સામાન્ય જાણે તે દર્શન અને પછી જે વિશેષ જાણે તે જ્ઞાન આવું નથી પણ સઘળું ય જે અવધિજ્ઞાન છે તે જ અવધિદર્શન છે.
મતિ અને શ્રુતમાં જેમ અમુક મતિજ્ઞાનને જ અને અમુક શ્રુતજ્ઞાનને જ દર્શન કહેવાય છે. સઘળાય મતિજ્ઞાનને અને સઘળાય શ્રુતજ્ઞાનને દર્શન કહેવાતું નથી. તેવું અવધિજ્ઞાનમાં નથી, કારણ કે સઘળું ય અવધિજ્ઞાન દર્શનશબ્દની ઉપરોક્ત વ્યાખ્યાથી યુક્ત છે. માટે અનુગામી અવધિજ્ઞાન હોય કે અનનુગામી અવધિજ્ઞાન હોય, તેમજ વર્ધમાન, હાયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, જઘન્ય અવધિ, લોકાવધિ કે પરમાવધિ એમ જે કોઈ અવધિજ્ઞાન છે તે સર્વ અવધિજ્ઞાન દર્શનશબ્દથી પણ વાચ્ય બને જ છે.
મન:પર્યવજ્ઞાન અસ્કૃષ્ટવિષયક નથી, ચિંતક જીવ વડે ગ્રહણ કરાયેલી અને મનપણે પરિણાવેલી વર્ગણાને જ મન:પર્યવજ્ઞાની જાણે છે. તેથી તે કથંચિત્ ઋષ્ટ છે. માટે મન:પર્યવજ્ઞાનમાં ક્યાંય દર્શનશબ્દનો વ્યવહાર થતો નથી. હવે કેવલજ્ઞાનની બાબત ૩૦મી ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે. તે ૨૯ |
जं अप्पुढे भावे जाणइ, पासइ य केवली णियमा । तम्हा तं णाणं दंसणं च, अविसेसओ सिद्धं ॥ ३० ॥ यदस्पृष्टान्भावान् जानाति पश्यति च केवली नियमात् । तस्मात्तद् ज्ञानं दर्शनञ्चाविशेषतस्सिद्धम् ॥ ३० ।।
ગાથાર્થ - કેવલી ભગવાન જે ભાવોને જાણે છે અને દેખે છે તે તમામ અસ્કૃષ્ટ જ છે. તેથી તે કેવલાવબોધ, અવિશેષ પણે કેવલજ્ઞાન પણ છે અને કેવલદર્શન પણ છે. આમ સિદ્ધ થાય છે. ૩૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org