SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ કાડ-૨ – ગાથા-૩૦ સતિપ્રકરણ - વિવેચન - કેવલી પરમાત્મા કેવલજ્ઞાન વડે સંપૂર્ણ જગતને સામાન્યપણે અને વિશેષપણે એમ ઉભયપણે પ્રત્યક્ષરૂપે સાક્ષાત્ જાણે છે અને જુએ છે. અને આખું ય જગત તેઓને કંઈ પૃષ્ટ નથી, કદાચ પોતાનો આત્મા, પોતાનું શરીર, કે પોતાનાં અઘાતી કર્મો ઈત્યાદિ કંઈક પૃષ્ટ હશે, તો પણ તે ઋષ્ટ છે માટે જાણે છે એમ નથી, તેઓના જ્ઞાન માટે તે તે પદાર્થોની ધૃષ્ટતા જરૂરી નથી. તેથી તે કેવલજ્ઞાન અસ્પૃષ્ટવિષયને જાણનારું છે. તથા કેવલી ભગવાન આખા જગતને જાણે છે. તે આખુંય જગત કંઈ બાહ્ય ઇન્દ્રિયનો વિષય નથી તેથી અવિષય પણ છે જ, અને પરમાત્મા નિરાવરણ હોવાથી અને આ કેવલજ્ઞાન પરમાર્થપ્રત્યક્ષ હોવાથી આખાય જગતને સાક્ષાત્ જાણે છે તેથી પ્રત્યક્ષ પણ છે. આમ સંપૂર્ણ કેવલજ્ઞાન કેવળદર્શનશબ્દના વ્યવહારથી યુક્ત છે. આ વાત બરાબર સિદ્ધ થાય છે. ટીકામાં કહ્યું છે કે - યતોડસ્કૃષ્ટ માવાન્નિયનાવિદ્યુતથા વતી ચક્ષુનિવ पुर:स्थितं चक्षुषा पश्यति जानाति चोभयप्राधान्येन । तस्मात् तत् केवलावबोधस्वरूपं ज्ञानमप्युच्यते, दर्शनमप्यविशेषत उभयाभिधाननिमित्तस्याविशेषात्, न पुनर्ज्ञानमेव, सदविशेषतोऽभेदतो दर्शनमिति सिद्धम् । यतो न ज्ञानमात्रमेव तत्, नापि दर्शनमात्रं केवलम्, नाप्युभयाक्रमरूपं परस्परविविक्तम्, नापि क्रमस्वभावम्, अपि तु ज्ञानदर्शनात्मकमेकं प्रमाणमन्यथोक्तवत् तदभावप्रसङ्गात् । પાંચ જ્ઞાનોમાં દર્શનશબ્દ કેવી રીતે ક્યાં વપરાયો છે તે સઘળી વાત આ ગાથાઓમાં સ્પષ્ટ સમજાવી છે. આ રીતે વિચારતાં શાસ્ત્રીય વ્યવહારો પણ બધા સંગતિને પામે છે. માટે જ્ઞાન અને દર્શનને જુદા ન સમજતાં એક જ છે. (અભેદ જ છે.) આમ સમજવું જોઈએ, સમયાન્તરે પણ આ ઉપયોગ નથી, તથા એક સમયમાં પણ ભિન્ન ભિન્ન શક્તિઓ નથી. એક જ ચેતનાશક્તિ છે. તેનાં જ પ્રવૃત્તિનિમિત્તક ધર્મની ભિન્નતાને લીધે બે નામો પ્રવર્તે છે. જગતને જાણે છે માટે જ્ઞાન, અને જગતને દેખે છે માટે દર્શન, આમ જાણપણારૂપ અને દેખવાપણારૂપ પ્રવૃત્તિનિમિત્તક ધર્મોના કારણે એક શક્તિનાં જ બે નામો છે. જેમ એક જ માણસ ભણાવે છે માટે તે અધ્યાપક પણ કહેવાય છે અને પરીક્ષા લે છે માટે પરીક્ષક પણ કહેવાય છે. એક જ માણસનાં અધ્યાપક અને પરીક્ષક એવાં બે નામો પ્રવર્તવાનું કારણ અધ્યાપન કરાવવા રૂપ અને પરીક્ષા લેવા રૂપ પ્રવૃત્તિનિમિત્તક ધર્મો જુદા જુદા છે. તેથી એકનાં જ બે નામો પ્રવર્તે છે. જગતને જાણે છે માટે જ્ઞાન, અને જગતને દેખે છે માટે દર્શન આમ જાણવારૂપ અને જોવારૂપ પ્રવૃત્તિનિમિત્તક ધર્મો ભિન્ન ભિન્ન હોવાથી એક જ ચેતનાશક્તિનાં બે નામો છે. પરંતુ વાસ્તવિકપણે તે બન્ને ભિન્ન ભિન્ન નથી. તેથી કેવલીમાં પ્રથમ વિશેષબોધ થાય અને પછી સામાન્યબોધ થાય આમ માનવું તે ઉચિત નથી. આ પ્રમાણે હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શનને જુદાં જાણવાં જોઈએ નહીં. પરંતુ જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે. ૩૦ . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy