SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૩૧ ૧૮૩ જે કેવલજ્ઞાન છે. તે જ કેવલદર્શન છે. આમ માનવાથી શાસ્ત્રીય વ્યવહારોનો જે કંઈ વિરોધ પૂર્વે જણાવ્યો, તે સઘળો પણ વિરોધ દર્શનશબ્દની આ વ્યાખ્યા સ્વીકારવાથી ટળી જાય છે. તે જણાવે છે - साई अपज्जवसियं ति, दो वि ते ससमयओ हवइ एवं । परतित्थयवत्तव्वं च, एगसमयंतरुप्पाओ ।। ३१ ।। साद्यपर्यवसिते इति द्वे अपि ते स्वसमयतो भवत्येवम् । परतीर्थकवक्तव्यञ्चैकसमयान्तरोत्पादः ।। ३१ ।। ગાથાર્થ - કેવલજ્ઞાન અને કેવલદર્શન આ તે બન્ને પણ જો યુગપ અને અભિન્ન છે. આમ માનીએ તો જ “આ બન્ને સાદિ અનંત છે.” તે વાત સ્વસિદ્ધાન્તથી સિદ્ધ થાય છે. માટે એક એક સમયાન્તરે જ્ઞાન-દર્શનના ઉત્પાદનું જે કથન હાલ પ્રવર્તે છે તે પરદર્શનનું વક્તવ્ય જાણવું. ૩૧// વિવેચન - સમયાન્તરે કેવલજ્ઞાન અને કેવલદર્શન માનવાથી શી શી મુશ્કેલીઓ આવે છે? તે વાત ગાથા ૫ થી ૧૪ માં પૂર્વે જણાવી ગયા છીએ, તેમાંની એક પણ મુશ્કેલી આ અભેદ માનવામાં આવતી નથી, બલ્ક આવતા તમામ વિરોધો આ અભેદ માનવામાં શમી જાય છે. જેમ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બન્નેને જૈનશાસ્ત્રોમાં “સાદિ-અનંત” કહ્યાં છે. ક્ષાવિકભાવે પ્રગટ થયેલાં હોવાથી આ બન્ને (જ્ઞાન અને દર્શન) સદાકાળ રહેવાનાં હોવાથી સાદિ-અનંત છે. ઉત્પન્ન થયા પછી ક્યારેય પણ જતાં નથી. સમયાન્તરે ઉપયોગ માનવાથી આ બાબતમાં વિરોધ આવતો હતો, પ્રથમ સમયે કેવલજ્ઞાન, બીજા સમયે કેવલદર્શન, ત્રીજા સમયે કેવલજ્ઞાન અને ચોથા સમયે કેવલદર્શન આમ માનવાથી બન્ને સાદિ-સાજો થતાં હતાં, અભેદ માનવાથી આ વિરોધ શમી જાય છે. કારણ કે જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે. આમ અભેદ માનવાથી પ્રત્યેક સમયમાં કેવલજ્ઞાન પણ છે અને પ્રત્યેક સમયમાં કેવલદર્શન પણ છે. તેથી સાદિ-અનંત જ સિદ્ધ થાય છે. એટલે સાદિ-સાન્ત માનવાનો દોષ આવતો નથી. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થવાથી તેરમા ગુણઠાણાના પ્રથમ સમયે જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેમ દર્શનાવરણીયકર્મનો પણ ક્ષય થવાથી કેવળદર્શન પણ પ્રગટ થવું જ જોઈએ, બીજા સમયે કેવળદર્શન માનવાથી ઉપરોક્ત વાત નો'તી સંભવતી, તે વિરોધ પણ આ અભેદ માનવાથી શમી જાય છે. કારણ કે બન્ને તેરમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે જ પ્રગટ થાય છે. વાસ્તવિક પણે બે છે જ નહીં. આમ સઘળા પણ વિરોધો આ અભેદ માનવાથી શાન્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy