________________
સન્મતિપ્રકરણ
કાડ-૧ - ગાથા-૧૪
૩૩
બન્ને નયોને સાપેક્ષપણે સાથે જ રાખવા જોઈએ. પ્રયોજનવશથી ભલે એકને પ્રધાન કરીએ અને બીજાને ગૌણ કરીએ તો પણ ગૌણપણે બીજા નયની અપેક્ષા રાખવી જોઈએ.
પાડિમ્ = જો આ બન્ને નયોને પ્રત્યે મ્ = એક એક એમ છૂટા પાડવામાં આવે તો દ્રવ્યાર્થિકનય વસ્તુગત માત્ર સામાન્યને (ધ્રૌવ્યને-અભેદને) જ ગ્રહણ કરનાર હોવાથી વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરતો ન હોવાથી વસ્તુનું પૂર્ણ લક્ષણ બનતું નથી. એવી જ રીતે પર્યાયાર્થિકનય પણ વસ્તુગત માત્ર વિશેષને (ઉત્પાદ-વ્યયને-ભેદને) જ સમજાવનાર બનવાથી વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને સમજાવનાર ન બનવાથી તે નયને માન્ય વાત પણ વસ્તુનું પૂર્ણ લક્ષણ બનતું નથી. તુવેન્દ્ પિ અનવદ્યાં બન્ને પણ નયોએ સમજાવેલું એક એક નયથી ગમ્ય સ્વરૂપ અપૂર્ણ હોવાથી અલક્ષણ બને છે. જે નય સામાન્યને વિષય કરે છે તે નય વિશેષને વિષય નથી કરતો, અને જે નય વિશેષને વિષય કરે છે તે નય સામાન્યને વિષય નથી કરતો. આ રીતે વસ્તુના અપૂર્ણ સ્વરૂપને સમજાવનારા હોવાથી છુટા છુટા રહેલા આ બન્ને નયોથી જણાતું વસ્તુનું સ્વરૂપ એ વસ્તુનું (સત્ત્નું) અલક્ષણ છે. પરિપૂર્ણ શુદ્ધ લક્ષણ નથી.
આ જ કારણે છુટો છુટો કોઈ પણ એક નય વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને સમજાવનાર ન બનવાથી, અને અપૂર્ણ સ્વરૂપમાં જ પરિપૂર્ણ સ્વરૂપ માની લીધું હોવાથી તથા પોતાને અમાન્ય એવી બીજી સાઈડ જોવામાં અંધ હોવાથી આ બન્ને નયો છુટા છુટા એકલા એકલા હોય તો તે મિથ્યાર્દષ્ટિ છે એમ જાણવું. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. જ્યારે દ્રવ્યાર્થિકનય એકલું સામાન્યાત્મક જ જણાવે છે અને પર્યાયાર્થિકનય એકલું વિશેષાત્મક જ જણાવે છે. તેથી અપૂર્ણ જણાવે છે અને પોતે તેમાં જ પરિપૂર્ણતા માની લે છે. તેથી આ બન્ને નયો પરસ્પર નિરપેક્ષ = છુટા છુટા હોય ત્યારે એક બાજુ જ જોતા હોવાથી અને બીજી બાજુના સ્વરૂપને જોવામાં અંધ હોવાથી મિથ્યાર્દષ્ટિ જાણવા. જૈનથી ઈતર તમામ દર્શનો આવાં છે કારણ કે બૌદ્ધદર્શન સર્વવસ્તુને ક્ષણિક કહે છે તેથી કેવલ પર્યાયાર્થિકનય જ માને છે. સાંખ્ય તથા મીમાંસક કેવલ અદ્વૈત એટલે દ્રવ્યાર્થિકનય જ માને છે. નૈયાયિક-વૈશેષિક બન્ને નયને માને છે પણ સ્વતંત્રપણે માને છે તેથી આ સર્વે પણ દર્શનો અપૂર્ણ અને અયથાર્થ સ્વરૂપ માનતા હોવાથી મિથ્યાસૃષ્ટિ છે. II ૧૩ ॥
=
બન્ને નયો મિથ્યાર્દષ્ટિ હોવા છતાં પણ જો પરસ્પર સાપેક્ષ બને તો તે જ બન્ને નયો સમ્યગ્દષ્ટિ બની શકે છે -
णय तइओ अस्थि णओ, ण य सम्मत्तं, ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता, विभज्जमाणा अणेगन्तो ॥ १४ ॥
( ૬ = તૃતીયોઽસ્ત નયો, ન ચ સમ્ય ં, ન તો: પરિપૂર્ણમ્ । येन द्वौ एकान्तौ विभज्यमानावनेकान्तः ॥ १४ ॥ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org