________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૧૩
૩૨
જ.
પોતાના પિતાની અપેક્ષાએ બેટો પણ છે અને તે જ પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ બાપ પણ છે એક જ ભાઈ પોતાના મોટાભાઈની અપેક્ષાએ નાનો અને પોતાના નાનાભાઈની અપેક્ષાએ પોતે મોટોભાઈ પણ છે જ. એક જ વ્યક્તિમાં મોટાપણું અને નાનાપણું અપેક્ષાભેદથી સંભવી શકે છે. તેવી જ રીતે એકે એક પદાર્થમાં દ્રવ્યને આશ્રયી નિત્યતા-ધ્રુવતા અને પર્યાયને આશ્રયી ઉત્પાદ-વ્યય સંભવી શકે છે. સાપેક્ષતા ન સમજવી અને એકાન્ત પકડ રાખવી તે જ મોટી મૂર્ખતા-અજ્ઞાનતા છે અને તે જ મિથ્યાત્વ છે. ॥ ૧૨ ॥
સાપેક્ષદૃષ્ટિ ન રાખતાં બન્ને નયો જો છુટા છુટા હોય તો તે મિથ્યાર્દષ્ટિ બને છે. તેનું કારણ સમજાવે છે.
एए पुण संगहओ, पाडिक्कमलक्खणं दुवेण्हं पि । तम्हा मिच्छाद्दिष्ट्ठि, पत्तेयं दो वि मूलणया ।। १३ ।।
( एतौ पुन: सङ्ग्रहः, प्रत्येकमलक्षणं द्वयोरपि । તસ્માત્ મિથ્યાવૃષ્ટિ:, પ્રત્યે દ્વૌ પિ મૂલનૌ ।। ૧૩ ।)
ગાથાર્થ - બન્ને નયોને સાપેક્ષપણે માન્ય એવા આ (ઉત્પાદ-વ્યય અને ધ્રુવ) ત્રણે ધર્મોનો સંહઓ-સંગૃહીતપણે એકી સાથે દ્રવ્યમાં વર્તે છે. તેથી બન્ને નયોનો પાકિસ્ છુટો છુટો વિષય એ પદાર્થનું અલક્ષણ બને છે. તેથી પજ્ઞેયં = છુટા છુટા આ બન્ને મૂલનયો પણ મિથ્યાર્દષ્ટિ છે એમ જાણવું ॥ ૧૩ /
વિવેચન - તૌ – આ બન્ને નયો એટલે કે આ બન્ને નયોને માન્ય એવા ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો, ધર્મી એવા દ્રવ્યમાં સંપ્રતઃ- સંગ્રહથી=અર્થાત્ એકી સાથે વર્તે છે. કોઈ પણ સમય એવો નથી કે જ્યારે કોઈ પણ એક દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય હોય અને ધ્રૌવ્ય ન હોય, અથવા ઉત્પાદ-ધ્રૌવ્ય હોય અને વ્યય ન હોય, અથવા વ્યય-ધ્રૌવ્ય હોય અને ઉત્પાદ ન હોય, છએ દ્રવ્યોમાં પ્રત્યેક સમયમાં ઉપરોક્ત ત્રણે ધર્મો એકીસાથે જ ધર્મીમાં વર્તે છે. માત્ર જુદી જુદી વિવક્ષાએ વર્તે છે. તે સાપેક્ષતા સમજી લેવી જોઈએ. તેથી ત્રણે ધર્મોનું એકીસાથે હોવું એ જ પદાર્થનું (સતનું) સાચું લક્ષણ છે. પૂર્વ પર્યાય રૂપે વ્યય, ઉત્તર પર્યાય રૂપે ઉત્પાદ અને મૂલભૂત દ્રવ્ય રૂપે ધ્રૌવ્ય આ જ સત્ત્નું સાચું લક્ષણ છે. કારણ કે સર્વે દ્રવ્યો સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. પહેલાની ગાથામાં કહી ગયા જ છીએ કે સામાન્ય વિનાનું એકલું વિશેષ કે વિશેષ વિનાનું એકલું સામાન્ય કયાંય છે જ નહીં. બધે બન્ને સ્વરૂપો સાથે જ છે. તેથી જ તે બન્નેને (સામાન્યને અને વિશેષને અર્થાત્ ધ્રૌવ્યને અને ઉત્પાદ-વ્યયને) જણાવનારા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બન્ને નયો છે અને
Jain Educationa International
=
For Personal and Private Use Only
www.jainelibrary.org