________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ - ગાથા-૧૨
૩૧ છે. તેથી જ તે માટી કોઈ લઈ જાય તો દુઃખ થાય છે. તલમાં તેલ તિરોભાવે પણ છે જ. તો જ તેલનો અર્થી જીવ તલ લાવે છે અને પીલે છે. રેતીના દાણા કોઈ લાવતું નથી અને પીલતું નથી. આ રીતે જોતાં સર્વે પણ દ્રવ્યો પોત પોતાના સૈકાલિક અનંત-અનંત પર્યાયોથી ભરેલાં છે. એટલે અનંત-અનંત પર્યાયોથી યુક્ત સૈકાલિક ધ્રુવ દ્રવ્ય છે. માત્ર તેમાં વર્તમાનકાલીન પર્યાયો આવિર્ભાવરૂપે (પ્રગટપણે) રહેલા છે અને ભૂતકાળના પર્યાયો અતીતપણે અને ભાવિના પર્યાયો અનામતપણે તિરોભાવે રહેલા છે. સારાંશ કે સકલ દ્રવ્યો પર્યાયોથી સંયુક્ત છે. પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી.
તેવી જ રીતે પ્રતિસમયે પ્રગટ થતા = આવિર્ભાવ પામતા, અને ભૂત-ભાવિના તિરોભાવે રહેલા સઘળા પણ પર્યાયો દ્રવ્યમાં જ છે. દ્રવ્ય વિના (દ્રવ્યથી એકાન્ત ભિન્ન) આકાશમાં રખડતા પર્યાયો નથી. જેમ કે ૧૦ તોલા સોનાનું કડું બનાવ્યું. પછી તેને ભાંગીને કુંડલ બનાવ્યું. તેને ભંગાવી પછી કંકણ બનાવ્યું. તો તે કડુ-કુંડલ અને કંકણ એમ ત્રણે પર્યાયો સોનાદ્રવ્યમાં જ છે. તે પર્યાયો સોનાથી ભિન્ન જો હોય તો ભિન્ન દેખાવા (અનુભવાવા) જોઈએ. સોનુંદ્રવ્ય અને કડુ-કુંડલ-કંકણ પર્યાય જો ભિન્ન હોય તો ૧૦ તોલા વજન સોનાનું, અને ૧૦ તોલા વજન (તેનાથી ભિન્ન એવા) કડાનું એમ ૨૦ તોલા વજન થવું જોઈએ પણ આમ થતું નથી. માટે તે પર્યાયો દ્રવ્યમાં જ કથંચિત્ અભિન્નભાવે રહેલા છે. પર્યાયો, દ્રવ્યથી વિયુક્તપણે હોતા નથી. અને દ્રવ્ય, પર્યાય વિનાનું કદાપિ હોતું નથી.
આ રીતે જોતાં કોઈ પણ વસ્તુ ઉત્પાદ-વિનાશ વિનાની માત્ર એકલી ધ્રુવ નથી. તેમ જ કોઈપણ વસ્તુ ધ્રુવતા વિનાની કેવળ એકલા ઉત્પાદ-વિનાશવાળી પણ નથી. દ્રવ્ય અને પર્યાય બન્ને સાથે જ હોવાથી વસ્તુનો પોતાનો એવો સ્વભાવ જ છે કે તે પોતાના મૂળભૂત દ્રવ્ય સ્વરૂપે સ્થિર (ધ્રુવ) રહે છે. છતાં પણ સંજોગોને અનુસાર નિમિત્તાદિ મળવાથી જુદા જુદા પર્યાય સ્વરૂપે બદલાતી (ઉત્પાદ-વિનાશવાળી) પણ તે વસ્તુ છે. વસ્તુનું પોતાનું આવું સહજ સ્વરૂપ જ છે કે પ્રતિસમયે પર્યાયને આશ્રયી બદલાતા રહેવું અને દ્રવ્યને આશ્રયી સ્થિર રહેવું. તેથી જ મહાત્મા પુરુષોએ “ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્” આવું સનું લક્ષણ બનાવ્યું છે જે કોઈ પદાર્થ આ સંસારમાં સત્ છે. તે સર્વે સત્ પદાર્થ ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવ ધર્મવાળા જ છે. આ ત્રણ ધર્મમાંથી કોઈ પણ એક ધર્મ વિનાનાં કે બે ધર્મ વિનાનાં દ્રવ્યો નથી. તેથી ત્રિપદી એ જ સનું સાચું લક્ષણ છે.
ઉપરછલ્લી રીતે નિત્યતા અને અનિત્યતા આ બન્ને ધર્મો વિરુદ્ધ દેખાતા હોવા છતાં અપેક્ષાભેદથી જરા પણ વિરોધ વિના એકે એક વસ્તુમાં પ્રત્યેક સમયે નિત્યવ-અનિત્યત્વ ઘટી શકે છે. જેમ કે બેટાપણું અને બાપપણું પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ એક જ પુરુષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org