SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. કાડ-૧ – ગાથા-૧૨ સન્મતિપ્રકરણ આ પ્રમાણે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સર્વે ભાવો ઉત્પાદ-વ્યયવાળા, અનિત્ય, બદલાતા અને અસ્થિર છે. જ્યારે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સર્વે ભાવો ધ્રુવ-નિત્ય - અપરિવર્તનશીલ અને સ્થિર છે. બન્ને નયોને ભેગા કરીએ તો જ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ થાય છે અને બન્ને નયોની સાપેક્ષતાવાળું પરિપૂર્ણ ત્રિપદીવાળું સ્વરૂપ તે જ સાચું યથાર્થ, પરિપૂર્ણ સ્વરૂપ છે. તે ૧૧ || પદાર્થનું સંપૂર્ણ લક્ષણ - दव्वं पज्जवविउयं, दव्वविउत्ता य पजवा णत्थि । ઉપાય-દિડું-મંા, ઇંદ્ધિ વિયત્નqui છે ૨૨ | (द्रव्यं पर्यायवियुतं, द्रव्यवियुक्ताश्च पर्यवा न सन्ति । ઉત્પાસ્થિતિમ, ઃિ દ્રવ્યનક્ષતદ્ ૨૨ ૫) ગાથાર્થ - પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો આ સંસારમાં નથી જ. તેથી ખરેખર ઉત્પાદ-સ્થિતિ-વ્યય (આ ત્રણેનું એક દ્રવ્યમાં સાથે હોવું) એ જ દ્રવ્યનું સંપૂર્ણ લક્ષણ છે. / ૧૨ા. | વિવેચન - લક્ષણ જણાવવા દ્વારા દ્રવ્યનું પૂર્ણ રૂપ આ ગાળામાં સમજાવ્યું છે. ધર્મઅધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યો છે. પ્રથમનાં ત્રણ દ્રવ્યો એક એક છે. પાછલનાં ત્રણ દ્રવ્યો અનંત અનંત છે. કાળ એ શ્વેતાંબરામ્નાય પ્રમાણે ઔપચરિત દ્રવ્ય છે. કારણ કે નિશ્ચયથી જીવ અને પુદ્ગલદ્રવ્યોનો જે વર્તનાપર્યાય છે તે જ કાળ છે. આ રીતે આ છએ પ્રકારના દ્રવ્યોથી આ લોકાકાશ ભરેલો છે. અલોકાકાશ માત્ર એક આકાશદ્રવ્યથી ભરેલો છે. ત્યાં પ્રશ્ન થાય છે કે દ્રવ્ય એટલે શું ? દ્રવ્ય કોને કહેવાય ? તેનો ઉત્તર આ ગાથામાં છે. છએ દ્રવ્યોમાં લાગુ પડે એવું દ્રવ્યનું લક્ષણ આ ગાથામાં જણાવ્યું છે. આ જ લક્ષણ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૫ સૂત્ર ૨૯માં પણ જણાવ્યું છે. છએ દ્રવ્યો પ્રતિસમયે બદલાતા પર્યાયોથી સંયુક્ત છે. કોઈ પણ એક દ્રવ્ય એવું નથી કે જેમાં પ્રતિસમયે અનંતા-અનંત પર્યાયો ન થતા હોય, તે પર્યાયોમાં વર્તમાનકાલીન પર્યાયો આવિર્ભત (પ્રગટ) કહેવાય છે અને ભૂત-ભાવિના પર્યાયો તિરોભૂત (અપ્રગટ) કહેવાય છે. તિરોભૂત એવા પણ ભૂત-ભાવિના પર્યાયો દ્રવ્યમાં છે ચોક્કસ, પણ તિરોભૂત હોવાથી દૃષ્ટિગોચર થતા નથી. જેમકે ફૂટેલા ઘડાના ઠીકરાં જોઈને બધા જ માણસોને તેમાં ઘડાનું જ સ્મરણ થાય છે. તથા ઘડો બનાવવાના આશયથી લાવેલી માટીમાં પણ તિરોભાવે ઘટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy