________________
૩૬૪ કાષ્ઠ-૩ – ગાથા-૫૬-૫૭
સન્મતિપ્રકરણ આવે અને “ચ” શબ્દ જો લગાડવામાં આવે કે ધૂમ અને વહ્નિનું સાધર્યુ છે. પરંતુ તે
સ્થ અર્થાત્ કથંચિત્ સાધર્મ છે. સર્વથા સાધણ્યું નથી. તો ઉપરોક્ત એક પણ દોષ આવતા નથી. માટે અનેકાન્તદષ્ટિ જ ઉપકાર કરનારી છે.
એવી જ રીતે વૈધર્મમાં પણ એકાન્તદૃષ્ટિ રાખવાથી દોષ આવે છે. “જ્યાં જ્યાં વહ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમ પણ ન જ હોય” આવા પ્રકારના વૈધર્યનો જો એકાન્તઆગ્રહ રાખવામાં આવે તો આકાશમાં વહ્નિ હોતો નથી છતાં પણ ઉડીને ગયેલો ધૂમ હોય છે. અને તપેલા લોઢાના ગોળામાં (તતાયોગોલકમાં) અગ્નિ છે પણ ધૂમ નથી આવા દોષો આવે જ છે. તેથી આવા એકાન્ત આગ્રહો રાખનારા વાદી બળવાન પ્રતિસ્પર્ધી પ્રતિવાદી વડે હાર ખાઈ જાય છે. તે વાદી ગમે તેટલો તર્કવાદી અને સમર્થ હોય, તો પણ અનેકાન્તવૃષ્ટિ વિના હાર જ પામે છે. તેને બદલે “ચત્'' પદનો પ્રયોગ કરનાર અનેકાન્તવાદીને આ દોષો આવતા નથી. તેથી સાધ્યની કલ્પના અને હેતુની કલ્પના કથંચિત્ સાધર્મ દ્વારા અને કથંચિ વૈધર્મ્સ દ્વારા જ થવી જોઈએ. એકાન્ત આગ્રહો ખોટા છે દોષ આપનારા છે. અને હાર આપનારા છે. (૫૬મી ગાથાના પૂર્વાર્ધમાં લખેલો વ શબ્દ સમુચ્ચય અર્થવાળો છે તેથી એકાન્તસાધર્મ્સ, એકાત્તવૈધર્ય, અથવા એકાન્ત ઉભયથી વાદી વાદ કરે તો પણ તે વાદી હાર પામે છે. આવો અર્થ કરવો. ટીકામાં કહ્યું છે કે મનુષ્ય વા, “વા''શબ્દસ્થ સમુથાર્થત્યાત)
બન્ને બાજુના એકાન્ત આગ્રહો સામ સામા લડતા છતા છેવટે અસદ્ધાદ - મિથ્યાવાદ જ સિદ્ધ કરે છે. સાધર્મ એટલે સમાનતા, વૈધર્મે એટલે વિશેષતા. (અસમાનતા) કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થની સાથે સાધર્મ (સમાનતા) અવશ્ય ધરાવે છે. પણ તે અનેકાન્તદષ્ટિએ એટલે કે અમુક અપેક્ષાએ. જેમ કે “બધા મનુષ્યો સરખા છે સમાન છે” આવું વાક્ય જરૂર સાચું છે. પણ તે માનવધર્મની અપેક્ષાએ સાચું છે. બીજા ધર્મની અપેક્ષાએ નહીં. કારણ કે સર્વે માનવો માનવતાની દૃષ્ટિએ સમાન હોવા છતાં પણ સ્ત્રી-પુરૂષનપુંસકતાની અપેક્ષાએ બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય-શૂદ્રની અપેક્ષાએ, આર્ય-અનાર્યત્વની અપેક્ષાએ વૈધર્યવાળા પણ જરૂર છે જ. તેથી એકાન્ત સાધર્મ્સ સંભવતું જ નથી. આ જ રીતે વૈધર્મે પણ કથંચિત્ એટલે અમુક અમુક ધર્મની અપેક્ષાએ જ ઘટે છે. સર્વથા વૈધર્મ પણ હોતું નથી જ. છેલ્લે છેલ્લે ચેતન અને અચેતન જેવા અત્યન્ત વૈધર્યુ પણે દેખાતા પદાર્થો પણ “દ્રવ્યત્વ”ની અપેક્ષાએ સાધમ્ય ધરાવે છે માટે જો કોઈ વાદી એકાન્ત સાધર્મ (સામાન્ય) જ છે આમ વાત કહે (જેમ કે વેદાન્તાદિ દર્શનોનો અદ્વૈતવાદ) તો તે, તથા કોઈ વાદી એકાન્ત વૈધર્મે જ છે આમ કહે (જેમ કે બૌદ્ધદર્શન,) તથા કોઈ એકાન્ત સાધર્મ અને વૈધર્મ એમ ઉભયથી કહે (જેમ ન્યાય વૈશેષિકાદિ) તે બધા વાદો એકાન્ત હોવાથી મિથ્યા ઠરે છે અને આવા વાદી વાદસભામાં હારને પાત્ર બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org