________________
૩૧૪
કાર્ડ-૩ – ગાથા-૩૭
સન્મતિપ્રકરણ સામાન્યથી (ચૂલદેષ્ટિથી) આમ જ કહેશે કે આ ટ્રેન હાલ દોડી રહી છે ચાલી રહી છે આમ દોડતી-ચાલતી-ગતિક્રિયા કરતી આ ટ્રેન છે. ગમ્યમાન ક્રિયાવાળી છે. એટલે કે લોકો વર્તમાનકાલનો જ ભાસ કરશે. પરંતુ કંઈક સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈએ તો દોડતી એવી તે ટ્રેને જેટલું ક્ષેત્ર કાપ્યું છે તેટલા ક્ષેત્રની અપેક્ષાએ દોડી ગયેલી - ચાલી ગયેલી પણ દેખાય છે. આમ ભૂતકાલનો વિષય પણ અંદર છે. જે આકાશપ્રદેશો ઉપર હાલ તે દોડે છે ચાલે છે તે પ્રદેશોની અપેક્ષાએ દોડતી-ચાલતી પણ છે. એટલે વર્તમાન ક્રિયાવાળી પણ છે. તથા જે ક્ષેત્ર હજુ કાપવાનું બાકી છે તે ક્ષેત્રને આશ્રયી આ ટ્રેન દોડનારી - ચાલનારી પણ છે. આમ સ્થૂલદષ્ટિએ વર્તમાનકાલવર્તી ટ્રેન નામનું તે દ્રવ્ય તેના કાર્યના અંશોને લઈને સૂમિદૃષ્ટિએ ત્રણે કાલના વિષયને સ્પર્શનારું પણ બને છે.
ચુલા ઉપર “મગ” સીઝવવા માટે ચડાવ્યા. હવે ધારો કે અર્ધો કલાક તે મગને સીઝતાં થાય છે. ૩૦ મીનીટે આ મગ બરાબર સીઝી જાય છે ત્યાં જ્યારે ચૂલા ઉપર તે મગ સીઝતા હોય છે ત્યારે ૩૦ મીનીટમાંની કોઈ પણ મીનીટે પુછશો તો “હાલ મગ સીઝે છે” “હાલ મગ સીઝે છે” આમ વર્તમાનકાલવર્તી જ ઉત્તર મળશે. એટલે “આ મગ સીઝે છે” આમ વર્તમાન કાલવત જે આ ઉત્તર છે તે સ્થૂલદષ્ટિ છે. એટલે કે વ્યવહારનય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ જો તેમાં વિચારશો તો પ્રતિસમયે તેમાં દાણે દાણે જેટલા અંશે સીઝવાની ક્રિયા થઈ ચુકી છે તેટલા અંશની અપેક્ષાએ “આ મગ સીઝયા છે” આમ ભૂતકાલીન ભાવ પણ અંદર છે. જેટલા અંશે સીઝવાની ક્રિયા હાલ થઈ રહી છે તેટલા અંશની અપેક્ષાએ “સીઝ છે” આમ વર્તમાનકાલીન ભાવ પણ છે. અને દાણે દાણે જેટલો અંશ સીઝવાનો હજુ બાકી છે. તેટલા અંશની અપેક્ષાએ “હવે સીઝશે” આમ ભવિષ્યકાલવતભાવ પણ તેની અંદર છે.
કોઈ પણ એક મકાન બનાવાય છે. ત્યાં સ્થૂલદષ્ટિએ જ્યારે પુછો ત્યારે હજુ આ મકાન બને છે. હજુ આ મકાન બને છે. આમ વર્તમાનકાલ જ જણાશે. પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિએ તેમાં જેટલો ભાગ બની ચુક્યો છે તેટલા અંશને આશ્રયી “આ મકાન કંઈક બની ચુક્યું છે” આમ ભૂતકાલીન પણ છે. કેટલોક ભાગ હાલ હજુ બને છે. આમ વર્તમાનકાલીન પણ છે. અને જેટલો અંશ બનાવવાનો બાકી છે અને ભવિષ્યમાં બનાવવાનો છે. તેટલા અંશને આશ્રયી “હજુ આ મકાન બનવાનું બાકી છે હવે થોડાક સમયમાં જ પૂર્ણ થશે” આમ ભવિષ્યકાલના વિષયવાળું પણ છે. આ રીતે કોઈ પણ ઉત્પન્ન થતું દ્રવ્ય ઉત્પન્ન પણ છે. ઉત્પધમાન પણ છે. તથા ઉત્પસ્યમાન પણ છે.
એવી જ રીતે વિનાશ પામતી કોઈ પણ વસ્તુ વિનષ્ટ પણ છે. વિનશ્યમાન પણ છે. અને વિનંક્યમાન પણ છે. કેટલાક અંશોની અપેક્ષાએ વિનષ્ટ છે. કેટલાક અંશોની અપેક્ષાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org