SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૭. ૩૧૩ સશરીરી અવસ્થાનો જે નાશ તે જ અશરીરી અવસ્થાની ઉત્પત્તિ, જે અખંડ પટનો નાશ તે જ ખંડપટની ઉત્પત્તિ છે આમ અભેદ છે. એમ નિશ્ચય નય જાણે છે. ટીકાનો આંશિક પાઠ – ય માર્શના7ોડડગુન્યાવ્યસ્થ સ વ તપ્રસારની न युक्तः, भिन्नकालतया आकुञ्चनप्रसारणयोः प्रतीतेस्तयोर्भेदः, अन्यथा तयोः स्वरूपाभावापत्तेरित्युक्तम् । तत्तत्पर्यायाभिन्नस्याङगुल्यादिद्रव्यस्यापि तथाविधत्वात्, तदपि भिन्नमभ्युपगन्तव्यम्, अन्यथा तदनुपलम्भात्, अभिन्तं च तदवस्थयोस्तस्यैव प्रत्यभिज्ञायमानत्वात् । તોઃ પુનાવિનાશયો: પ્રતિપત્તિ = પ્રાદુર્ભાવ:, વિમર્શ = વિપત્તિ: = પ્રતિપત્તિવિપાપં, तत्र कालान्तरं भिन्नकालत्वमडगुलीद्रव्यस्य च नास्ति । पूर्वपर्यायविनाशोत्तरपर्यायोत्पत्त्यङगुलिद्रव्यावस्थितीनामभिन्नकालता अभिन्नरूपता च प्रतीयते । एकस्यैव द्रव्यस्य तथाविवर्ताત્યાધ્યક્ષત: પ્રતીતઃ || રૂપ-ર૬ || સૂક્ષ્મ રીતે વિચારીએ તો ઉત્તરપર્યાય રૂપે “ઉત્પન્ન થતુ” અને પૂર્વપર્યાયરૂપે “નાશ પામતું” એવું આ દ્રવ્ય ત્રણે કાલના વિષયવાળું કહેવાય છે. તે વાત જણાવે છે - उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो, तिकालविसयं विसेसेइ ।। ३७ ॥ उत्पद्यमानकालमुत्पन्नमिति विगतं विगच्छत् । द्रव्यं प्रज्ञापयन्, त्रिकालविषयं विशेषयति ।। ३७ ।। ગાથાર્થ - ઉપદ્યમાન કાલવાળું દ્રવ્ય ઉત્પન્ન થયું છે. (તથા ઉત્પન્ન થનાર છે.) અને વિનાશ પામતું દ્રવ્ય વિનાશ પામ્યું છે. (તથા વિનાશ પામનાર છે.) આમ દ્રવ્યના સ્વરૂપને સમજતા અને સમજાવતા તથા આવી પ્રરૂપણા કરતા તે મહાત્મા કોઈ પણ એક દ્રવ્યને ત્રણેકાળના વિષયવાળું કરે છે. ૩૭ || વિવેચન - સ્થૂલદષ્ટિએ ઉપદ્યમાન એવું દ્રવ્ય (એટલે કે હાલ ઉત્પન્ન થતું એવું કોઈ પણ દ્રવ્ય) સૂક્ષ્મદૃષ્ટિએ ઉત્પન્ન-ઉત્પદ્યમાન-અને ઉત્પસ્યમાન (ઉત્પન્ન થયેલું, ઉત્પન્ન થતું, અને ઉત્પન્ન થનારું) છે. અર્થાત્ ત્રણે કાલના વિષયવાળું છે. એવી જ રીતે વિનાશ પામતું એવું કોઈ પણ દ્રવ્ય (એટલે કે હાલ વિનાશ પામી રહ્યું છે એવું કોઈ પણ દ્રવ્ય) વિનાશ પામેલું, વિનાશ પામતું અને વિનાશ પામનારૂં આમ ત્રણે કાળના વિષયવાળું બને છે. આમ દષ્ટિભેદથી જણાય છે. આ વાત સમજવા માટે એક ટ્રેનનું ઉદાહરણ લઈએ. જેમ કે “અમદાવાદથી વડોદરા નોન સ્ટોપ જતી એવી એક ટ્રેન દોડી રહી છે” તે દોડતી ટ્રેનને જોનારા લોકો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy