________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૧૪-૧૫
૨૪૯ પર્યાયથી ભિન્ન એવા ગુણ નામના ત્રીજા તત્ત્વનો બોધક તે ગુણશબ્દ નથી. તથા જ્યારે દ્રવ્યોના ગુણોને જણાવવા માટે ગુણશબ્દ ન વપરાયો હોય પણ દ્વિગુણકૃષ્ણ-ત્રિગુણકૃષ્ણ ઇત્યાદિ સ્થળોએ તરતમતા સૂચક જે ગુણ શબ્દ વપરાયેલો જોવા મળે છે. તે ગુણશબ્દ પણ બે ચીજો વચ્ચેની વિષમતા સ્વરૂપ પર્યાયનો જ બોધક ગુણશબ્દ છે. તેને ગુણાકારસૂચક એટલે કે “તેટલા ગણો આ પદાર્થ છે” આમ ગુણાકારને જણાવનારો આ ગુણ શબ્દ છે. આ રીતે ગણિત સૂચક જે ગુણશબ્દ વપરાય છે. એ પણ પર્યાય અર્થને જ કહેનારો છે. કોઈ પણ બે ત્રણ પદાર્થોમાં રહેલા રૂપપર્યાય વચ્ચે રસપર્યાય વચ્ચે, બે-ત્રણ જીવોમાં રહેલી ચેતના પર્યાય વચ્ચે પરસ્પર કેટલી તરતમતા છે? કેટલી હીનાધિકતા છે? કેટલી ચડા-ઉતાર છે ? તેવા પ્રકારની માત્ર વિષમતાનો સૂચક આ ગુણ શબ્દ છે. આ ચડા-ઉતાર રૂપ જે વિષમતા છે તે પણ એક પ્રકારના પર્યાય જ કહેવાય છે.
ટીકામાં કહ્યું છે કે - રૂપીfમધથિTUTણવ્યતિરેng “TUાઃ કૃત્યવિવું पर्यायविशेषसङख्यावाचकं वचः सिध्यति, न पुनर्गुणास्तिकनयप्रतिपादकत्वेन, यतः सडख्यानं गणितशास्त्रधर्मः "अयं तावद्गुण' इति "एतावताऽधिको न्यूनो वा भावः इति गणितशास्त्रधर्मत्वादस्येत्यर्थः ।
જેમ જુદી જુદી રહેલી એક એક રૂપીયાની કિંમતની ૧0 નોટો પડી હોય તો “આ ૧૦ રૂપીયા છે” આવો વ્યવહાર જગતમાં થાય છે. અને તે એક રૂપીયાની કિંમતની એક નોટ કરતાં દશગણી કિંમતની ૧૦ રૂપીયાની ફક્ત ૧ જ નોટ પડી હોય તો ત્યાં પણ “આ ૧૦ રૂપીયા છે” આમ જ વ્યવહાર કરાય છે. અહીં એક રૂપીયાની કિંમતની ૧ નોટ કરતાં ૧૦ રૂપીયાની કિંમતની ૧ નોટમાં જે દશગણાપણું છે તે પણ તેનો કિંમતપણાનો (વેલ્યુવિશેષ રૂપ) પર્યાયવિશેષ જ છે. એકની કિંમતની ૧૦ નોટમાં અને ૧૦ ની કિંમતની એક નોટમાં “દશપણાની સંખ્યા તુલ્ય જ છે”. અર્થાત્ ૧ ની કિંમતની ૧ નોટ કરતાં ૧૦ ની કિંમતની ૧ નોટમાં જે દશગુણાપણું છે. તે પણ ચડા-ઉતાર રૂપ પર્યાય વિશેષ જ છે.
આ બન્ને સ્થાનમાં “ગુણશબ્દ” અધિક વાપરવા છતાં દશપણાની સંખ્યામાં સમાનતા જ છે. એક એક રૂપીયાની કિંમતવાળી ૧૦ નોટો જ્યાં છે. ત્યાં “રા' શબ્દ નોટનું વિશેષણ હોવાથી ધર્મીગત દશત્વ સૂચવે છે એટલે કે ૧૦ નોટ છે. આમ દશ એ નોટનું વિશેષણ થાય છે. અને ૧૦ રૂપીયાની કિંમતવાળી ૧ નોટ જ્યાં છે ત્યાં રહેલો દશ શબ્દ નોટને નથી જણાવતો પણ તે નોટનું મૂલ્ય સૂચવે છે. તેથી ત્યાં આ શબ્દ ધમાં એવી નોટનું વિશેષણ નથી. પરંતુ નોટના મૂલ્યાત્મક પર્યાયનું વિશેષણ છે. એક સ્થાને ધર્મીનું વિશેષણ છે અને બીજા સ્થાને ધમના પર્યાયાત્મક ધર્મનું વિશેષણ છે. આ જ પ્રમાણે કાળા રંગવાળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org