SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ કાષ્ઠ-૩ – ગાથા-૧૪-૧૫ સન્મતિપ્રકરણ गुणसद्दमंतरेणावि, तं तु पज्जवविसेससंखाणं । सिज्जइ णवरं संखाणसत्थधम्मो तइगुणोत्ति ।। १४ ॥ जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । अहियम्मि वि गुणसद्दे, तहेव एयं पि दट्ठव्वं ॥ १५ ॥ સંસ્કૃત છાયા गुणशब्दमन्तरेणापि, तत्तु पर्यवविशेषसङ्ख्यानाम् । सिध्यति नवरं, सङ्ख्यानशास्त्रधर्मस्तावद्गुण इति ॥ १४ ।। यथा दशसु दशगुणे चैकस्मिन् दशत्वं समं चैव । अधिकेऽपि गुणशब्दे, तथैवैतदपि द्रष्टव्यम् ।। १५ ।। ગાથાર્થ - “રૂપાદિ” અર્થના બોધક એવા TV શબ્દ વિના અન્યત્ર જ્યાં જ્યાં ગુણ શબ્દનું ગ્રહણ શાસ્ત્રોમાં જે કરેલ છે. તે પર્યાયવિશેષ રૂપ (પરસ્પર તરતમતા રૂપ) સંખ્યાનો જ બોધક છે. અર્થાત્ આ વસ્તુ તેટલા ગણી છે. આમ સંખ્યાના શાસ્ત્રનો (ગણિતશાસ્ત્રનો) જ બોધક ગુણશબ્દ છે. || ૧૪ || જેમ ઓછી કિંમતવાળી દશ વસ્તુઓમાં (રૂપીયા રૂપીયાની ૧૦ નોટોમાં) અને તેનાથી દશગણી કિંમતવાળી એવી એક વસ્તુમાં (દશ રૂપીયાની ૧ નોટમાં) દશપણું સમાન જ છે. તેવી જ રીતે અહીં ગુણશબ્દ અધિક વાપરવા છતાં પણ સમાનતાને જણાવનારો આ શબ્દ જાણવો. તે ૧૫ | | વિવેચન - વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચાર પુગલદ્રવ્યના ગુણો છે. ચેતના એ જીવદ્રવ્યનો ગુણ છે. ઇત્યાદિ સ્થળોમાં જે ગુણ શબ્દ વપરાયો છે. તે વપરાયેલો ગુણ શબ્દ ગુણનો (ગુણાત્મક પર્યાયનો) બોધક છે. તેના વિના, આ વસ્તુથી આ વસ્તુ બે ગુણ કાળી, ત્રણ ગુણ કાળી, ચાર ગુણ કાળી વિગેરે પ્રયોગોમાં જે ગુણશબ્દ વપરાયેલો જોવા મળે છે. તે કાળાપણાના વર્ણપર્યાયની પરસ્પર રહેલી જે તરતમાતા સ્વરૂપ વિશેષતા છે. તરતમતા સ્વરૂપ જે પર્યાય છે. તેની સંખ્યાનો જ બોધક છે. અર્થાત્ તરતમતા = હીનાધિકતા રૂપ સંખ્યાત્મક પર્યાયનો જ વાચક આ ગુણશબ્દ છે. સર્વે પણ દ્રવ્યોના જે જે ગુણો છે તે ગુણોને સમજાવવા માટે જ્યારે ગુણશબ્દ વપરાય છે. ત્યારે તે ગુણશબ્દ વર્ણપર્યાય, રસપર્યાય ચેતના પર્યાય ઇત્યાદિ પર્યાયાત્મક ગુણનો જ બોધક છે. કારણ કે દ્રવ્યના જે વર્ણાદિ પર્યાયો છે તેને જ ગુણ કહેવાય છે. પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy