________________
સન્મતિપ્રકરણ કાઠ-૨ – ગાથા-૨૩-૨૪
૧૬૯ એટલે કલ્પના કરીને “જાણવું” એવો લક્ષ્ય અર્થ કરવો પડે છે અને તે લક્ષ્ય અર્થ શેષ પાંચે ઇન્દ્રિયોમાં લાગુ પડે છે. માટે વાચ્ય અર્થની પ્રધાનતાએ ચક્ષુને અલગ કરીને ચક્ષુદર્શન કર્યું હોય અને વાચ્ય અર્થ જ્યાં સંગત ન થતો હોય ત્યાં લક્ષ્ય અર્થને પ્રધાન કરીને શેષ પાંચ ઇન્દ્રિયોને સાથે રાખીને અચક્ષુદર્શન કર્યું હોય, આવું કારણ કેમ ન હોય ? અમારી આ કલ્પના સાચી હોઈ શકે છે.
ઉત્તર - આ કલ્પના પણ બરાબર નથી. “સામાન્યબોધ તે દર્શન” આ વ્યાખ્યાને વળગી રહેવા માટે તેના એકાન્ત આગ્રહમાંથી જ આ કલ્પના ઉપસ્થિત કરવામાં આવી છે. હકીકત એવી છે કે જ્યારે વાચ્ય અર્થ લેવામાં કોઈ બાધા આવતી હોય તો જ લક્ષ્ય અર્થ કરાય છે. અહીં “અચક્ષુ” નો અર્થ માત્ર મન ઇન્દ્રિય જ લેવાની છે. કારણ કે ચહ્યું અને મન આ બે ઇન્દ્રિયો જ અપ્રાપ્યકારી છે તથા આ બે ઇન્દ્રિયોમાં જ “દર્શન” નો વાચ્ય અર્થ જે “દેખવું” એવું થાય છે. તે વાચ્ય અર્થ ઘટે છે. ચક્ષુ દ્વારા જેમ સાક્ષાત્ દેખાય છે. તેમ પૂર્વે જોયેલી વસ્તુ મન દ્વારા પણ ઔપચારિક રીતિએ સાક્ષાત્ દેખાય છે. પાલીતાણાની જાત્રા કરીને આવેલા પુરૂષને દાદાનો દરબાર મનથી પણ બરાબર દેખાય છે. તેથી “દેખવું” આવા પ્રકારનો વાચ્ય અર્થ ચક્ષુ અને મન બે ઈન્દ્રિયોમાં જ લાગુ પડે છે અને જ્યાં સુધી વાચ્ય અર્થ મળે ત્યાં સુધી લક્ષ્મ અર્થ કરવાનો હોતો નથી. તેથી અપ્રાપ્યકારી એવી આ બે ઇન્દ્રિયોનાં જ આ બે દર્શનો છે અહીં સામાન્યબોધ તે દર્શન એવો અર્થ નથી. આ જ વાત ગ્રન્થકારશ્રી પોતે જ આગળ આવનારી ૨૫મી ગાથામાં કહેવાના છે.
હવે આખી વાતનો સાર એ છે કે જો સામાન્યબોધને દર્શન કહેશો તો એ ઇન્દ્રિયોથી થનારા સામાન્યબોધને દર્શન કહેવું પડશે એટલે સોળે ભેદવાળું પ્રાથમિક સઘળું ય મતિજ્ઞાન દર્શન થઈ જશે. તેથી ચક્ષુદર્શનની જેમ શ્રોત્રદર્શનાદિ ૬ પ્રકારનાં દર્શન થતાં અનેક ભેદો થવાની આપત્તિ આવશે. હવે જો આ આપત્તિમાંથી બચવા માટે “સદ તત્ય
ખે છેuડું = જો ત્યાં (શેષ પાંચ ઇન્દ્રિયોમાં) જ્ઞાનમાત્ર જ (વિશેષબોધ માત્ર જ) થાય છે. સામાન્યબોધ થતો નથી. તેથી શ્રોત્રદર્શનાદિ ૬ દર્શન કહ્યાં નથી. આમ જો કહેશો તો પછી વ્રુષિ વિ તદેવ = ચક્ષુરિન્દ્રિયમાં પણ તેમજ માનો. ચક્ષુને શા માટે જુદી કરો છો. જો શેષ પાંચ ઇન્દ્રિયોમાં વિશેષબોધ થાય છે. અર્થાત્ જ્ઞાનમાત્ર થાય છે. પણ સામાન્યબોધ થતો નથી. અર્થાત્ દર્શન નથી. એમ માનીને જો શ્રોત્રદર્શનાદિ ન કહેતા હો તો ચક્ષુમાં પણ તેમજ કહો, ચક્ષુદર્શન એવું એક ઇન્દ્રિય માટે અલગ દર્શન કરવાનું પ્રયોજન શું ? માટે તમારી માન્યતા યુક્તિસંગત નથી - જો સામાન્યબોધને દર્શન કહો તો કાં તો છએ ઇન્દ્રિયોમાં ૬ દર્શન કહો અથવા એકલા ચક્ષુર્દશનની માન્યતાને જતી કરો. ૨૩-૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org