________________
૧૬૮ કાડ-૨ – ગાથા-૨૩-૨૪
સન્મતિપ્રકરણ ભેદો કહેલા હોવા જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં તો શ્રોત્રદર્શનાદિ ભેદો ક્યાંય આવતા નથી. તેથી તમે કહેલી આવી વ્યાખ્યા કરવી આ બરાબર નથી
જો ચક્ષુર્જન્ય સામાન્યબોધને ચક્ષુદર્શન કહેવાય છે તો પર્વ સેવિંછબિ નિયા હો = એ જ પ્રમાણે શેષ ઇન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહાદિ જે જે સામાન્યબોધ છે તે સર્વને પણ નિયમા તે તે દર્શન જ કહેવાશે. તેથી ચક્ષુદર્શનની જેમ શ્રોત્રદર્શનાદિ પણ સિદ્ધ થશે જ, જે શાસ્ત્ર સંગત લાગતું નથી “ ય ગુત્ત' = એટલે કે આ યોગ્ય નથી. કારણ કે આવા પ્રકારનાં ૬ ઇન્દ્રિયોનાં ૬ દર્શનો તથા અવધિ દર્શન અને કેવલ દર્શન ઉમેરીને ૮ દર્શન કર્યા હોય એવો પાઠ ક્યાંય જોવા મળતો નથી. માટે તમારી આ માન્યતા બરાબર નથી.
પ્રશ્ન - ચક્ષુરિન્દ્રિયજન્ય સામાન્યબોધને ચક્ષુદર્શન અને શેષ પાંચ ઇન્દ્રિયજન્ય સામાન્યબોધને અચક્ષુદર્શન આમ કહીએ તો ૪ દર્શનમાં જ બધો સમાવેશ થઈ જાય છે અને તેથી જ શાસ્ત્રોમાં ૪ દર્શનની પ્રસિદ્ધિ છે. વળી કર્મગ્રંથાદિના પ્રાથમિક અભ્યાસકાલે પણ આવી વ્યાખ્યા સમજાવવામાં આવે છે કે ચક્ષુ વિનાની શેષ બધી જ ઇન્દ્રિયોથી થતો જે સામાન્ય બોધ તે અચક્ષુદર્શન છે. તો આવી સમજણને અનુસારે સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આમ આ વ્યાખ્યા બરાબર જ છે અને તેનાથી ચક્ષુ-અચક્ષુદર્શનની માન્યતા પણ સંગત થાય છે. અચક્ષુદર્શનમાં સઘળી ઇન્દ્રિયોનો સમાવેશ કરેલ હોવાથી શ્રોત્રદર્શનાદિ ભિન્ન ભિન્ન દર્શન માટેનો પાઠ ન હોય અને તેથી જ આઠ દર્શનનો પાઠ ન હોય તે બરાબર ઉચિત જ છે. કારણ કે અચક્ષુ દર્શનમાં શેષ તે પાંચે દર્શનો સમજી લેવાં જોઈએ. આમ થવાથી (૧૬ ભેદવાળું) સઘળું ય જે મતિજ્ઞાન છે. તે જ જો દર્શન થાય તો તેમાં કંઈ ખોટુ નથી.
ઉત્તર - જો આમ “સામાન્યબોધ તે જ દર્શન” હોય તો ચક્ષુને અને શેષ (પાંચ) ઇન્દ્રિયોને અલગ કરીને ચક્ષુ-અચક્ષુ એમ બે દર્શન કહેવાની શી જરૂર ? છએ ઇન્દ્રિયોમાં જે સામાન્યબોધ છે તેને જ તમારે દર્શન કહેવું છે તો “ઇન્દ્રિયદર્શન” એવું એક જ દર્શન કહેવું જોઈએ, ચક્ષુને શેષ પાંચથી અલગ કરી અલગ દર્શન કહેવાનું કારણ શું? કાં તો છએ ઇન્દ્રિયોને ભેગી કરીને “ઇન્દ્રિયદર્શન” એમ એક દર્શન કહો, અથવા એક એક ઇન્દ્રિયને ચક્ષુની જેમ જ જુદી કરીને ચક્ષુદર્શન-શ્રોત્રદર્શન-ધ્રાણ દર્શન એમ ૬ દર્શન કહો, પણ શાસ્ત્રકારો તેમ કરતા નથી અને તેઓ દ્વારા માત્ર એક ચક્ષુને જે જુદી કરવામાં આવી છે તેમાં કંઈક બીજુ તથ્ય કારણ છે. જે તમારી જાણ બહાર છે. તેથી તમારી આ કલ્પના બરાબર નથી.
પ્રશ્ન - દર્શન શબ્દનો વાચ્ય અર્થ “જોવું” આ પ્રમાણે થાય છે. અને તે વાચ્ય અર્થ માત્ર ચક્ષુમાં જ લાગુ પડે છે. શેષ ઇન્દ્રિયોમાં “જોવું” એવો વાચ્ય અર્થ લાગુ પડતો નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org