SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૧ – ગાથા-૪૨ ૮૯ સન્મતિપ્રકરણ આવવાવાળા પર્યાયો વિનાનું જ છે. આવી પૂર્વાપર નિરપેક્ષ એવી એટલે કે દ્રવ્યાર્થિક નયથી નિરપેક્ષ ફક્ત એકલા પર્યાયાર્થિકનય માત્રની દેશના (જેમ કે બૌદ્ધદર્શનની દેશના) એ પરિપૂર્ણ દેશના નથી. તે સમજાવે છે - जह दवियमप्पियं तं, तहेव अत्थित्ति पज्जवणयस्स । ण य स समयपन्नवणा, पज्जवणयमत्तपडिपुण्णा ।। ४२ ।। ( यथा द्रव्यमर्पितं तद् तथैवास्तीति पर्यवनयस्य । ન ર સ સમયપ્રજ્ઞાપના, પવનયમાત્રપ્રતિપૂf I ૪ર II) ગાથાર્થ - જે કાલે દ્રવ્ય જેવું અર્પિત (એટલે ઉપસ્થિત હોય અર્થાત્ જે ભાવે પરિણામ પામ્યું) હોય તે કાલે તે દ્રવ્ય તેવું જ છે. આવી એકાન્તવાદ વાળી પર્યાયાર્થિકનયની (દુર્નયની) દેશના હોય છે. પણ (દ્રવ્ય નિરપેક્ષ એવી) પર્યાય માત્રમાં જ પૂર્ણતા વાળી કેવલ એકલા પર્યાયાર્થિક નયમાત્રની આ દેશના, તે સમ્યક્ પ્રરૂપણા અથવા સ્વસમયની પ્રરૂપણા (વીતરાગની વાણી) નથી. ૪૨. વિવેચન - જે કાલે જે દ્રવ્ય જેવા પર્યાય રૂપે પરિણામ પામ્યું હોય છે તે કાલે તે દ્રવ્યમાં જે પર્યાય આવિર્ભત (પ્રગટ) થયો હોય છે, તે દ્રવ્ય તે કાલે તે પર્યાયવાળું તો અવશ્ય છે જ. તે દ્રવ્યમાં તે વર્તમાન પર્યાય હોવામાં કોઈ શંકા નથી જ. પરંતુ તે દ્રવ્ય તે પર્યાયવાળું જ માત્ર છે અને ભૂત-ભાવિના પર્યાયોથી રહિત છે તથા વર્તમાન પર્યાયમાત્ર જ છે પણ તેમાં સામાન્યદ્રવ્ય નથી. આવું જ (બૌદ્ધદર્શન આદિ) સમજે છે અને સમજાવે છે તે દેશના, એ સમ્યક્ પ્રરૂપણા નથી. જિનેશ્વર વીતરાગ પ્રભુની વાણી નથી. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની વાણી કેવળ એકલા પર્યાયાર્થિક નયમાત્રથી જ પ્રતિપૂર્ણ હોતી નથી. “ સમન્નિવUT" આવો પાઠ લઈએ તો સ = તેવો એકાન્તવાક્ય પ્રયોગ, સમય = સમ્યક, પત્રવI = પ્રતિપાદન નથી. ટીકામાં કહ્યું છે કે = તિ નેન્તિવાવી તૂતમારું = “ર" કૃતિ પ્રતિષેધે, “" રૂતિ તથાવિથો નયવાચ: પરાકૃશ્યતે, “સમય" સીમ્ યતે परिच्छिद्यते इति समयोऽर्थस्तस्य "प्रज्ञापना" = प्ररूपणा पर्यायनयमात्रे द्रव्यनयनिरपेक्षे पर्यायनये प्रतिपूर्णा पुष्कला सम्पद्यते । અર્થ - તેવા પ્રકારનું તે એકાન્તનયવાળું વાક્ય સમ્યક્ અર્થની પ્રરૂપણારૂપ નથી. દ્રવ્યાર્થિકનયથી નિરપેક્ષ એવા કેવલ એકલા પર્યાયાર્થિકનયમાં પરિપૂર્ણ પ્રરૂપણા સંભવતી નથી. પરંતુ “ સમયપન્નવા' આમ છુટો પાઠ ન લેતાં “સમયપન્નવUT'' આમ ભેગો પાઠ લઈએ અને સમયપ્રરૂપUT અર્થ કરીએ તો પણ અર્થસંગતિ થાય છે. બન્નેનો ભાવાર્થ સરખો જ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy